લીંબુ આલ્કલી છે કે એસિડિક? લીંબુ પીવાના ફાયદા? 

લીંબુનો જ્યુસ આલ્કલી છે કે એસિડિક આવો પ્રશ્ન ઘણા બધા લોકોનો હોય છે. તો લીંબુ એસિડીક છે કે બેઝિક છે તેના ઉપર મનનચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આ ઉપરાંત લીંબુનો શરબત પીવાથી શું ફાયદા થાય તેનો પણ સમાવેશ  આ લેખમાં કરવામાં આવ્યો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. 

લીંબુની અંદર કયા ઘટકો હોય છે?

લીંબુની અંદર સાઈટ્રિક એસિડ, વિટામિન સી તથા ફાઇબર હોય.

લીંબુની અંદર સાઈટ્રિક એસિડ હોય જેના કારણે તેનો સ્વાદ ખાટો હોય છે. પરંતુ આ જ લીંબુ જ્યારે આપણા પેટમાં જાય અને તેનું પૂરેપૂરું પાચન થાય ત્યારે તે એસિડમાંથી આલ્કલી બની જાય છે. તેથી લીંબુના શરબતનો ઉપયોગ પેશાબમાં જ્યારે બળતરા બળતી હોય ત્યારે આલ્કલાઈઝર તરીકે કરવામાં આવે છે. તેથી ડોક્ટરો જ્યારે તમને પેશાબની અંદર ઇન્ફેક્શન લાગે અથવા તો પેશાબ ની અંદર બળતરા થાય ત્યારે જે બાટલી લખે છે તે બાટલી ની અંદર  લીંબુના રસનો ભાગ હોય. તેથી આમ લીંબુ એસિડીક છે પરંતુ તેની બાય પ્રોડક્ટ તે બેઝિક છે. 

લીંબુની પીએચ બે થી ત્રણ હોય છે એટલે કે લીંબુ ટેસ્ટમાં એસિડિક હોય છે. 

તમે ગમે તેવું એસિડ ખાવ કે આલ્કલી ખાઓ આપણું શરીર તે પોતાની પીએચ ઓટોમેટિક મેન્ટેન કરી લે. વધારે એસિડ ખાઓ કે આલ્કલી ખાઓ તો કિડની ફિલ્ટરેશન દ્વારા તેને બહાર ફેંકી દે અને તે પોતાની પીએચ 7.35 થી 7.45 ની વચ્ચે મેન્ટેન કરે. લીંબુ ને મધ જોડે લેવાથી તથા પાણી જોડે લેવાથી તેની એસિડિટીમાં ઘટાડો થાય છે. લીંબુના જ્યુસને લેવું હોય તો ડાયરેક્ટલી ન લેતા પાણીમાં મિક્સ કરીને લેવું વધારે સારું ડાયરેક્ટલી લીંબુ તમારા દાંતના એનિમલ ને નુકસાન કરે દાંતની સેનસીટીવીટી વધારી દે તથા મોઢામાં ચાંદા પડવાની શક્યતા પણ વધી જાય. 

લીંબુની અંદર વિટામીન સી હોય તે એન્ટિઓક્સિડન્ટ નું કામ કરે જેથી તમારો કોલેસ્ટ્રોલ ઘટે, હૃદયનો એટેક આવવાની સંભાવના ઘટે, તમારી એનર્જી વધે તથા અમુક પ્રકારના સ્ટોનની અંદર પણ ફાયદો થાય. શરીરની અંદર ઇન્ફ્લામેશન ઘટે. રોગપ્રતિકારક શક્તિ વધે. 

લીંબુ ની અંદર વિટામીન સી હોય તે ખોરાકની અંદર લોહ તત્વના શોષણમાં પણ મદદ કરે. લોહીની ટકાવારી વધારવામાં મદદ કરે. લોહ તત્વ આપણને વેજિટેરિયન તથા નોન વેજીટેરિયન સોર્સ માંથી મળે. વેજિટેરિયન સોર્સની અંદર નોનહિમ ટાઇપનું લોહ તત્વ હોય તે તત્વ આંતરડામાં સારી રીતના સોસાઈ શકે તેના માટે વિટામિન સી જરૂરી હોય છે. તેથી લોહ તત્વની ગોળી જોડે વિટામિન સી ની ગોળી આપવામાં આવે છે. લીંબુની અંદર પાણીમાં ઓગળી જાય તેવા રેસા હોય છે. તે રેશા ગ્લુકોઝ તથા સ્ટાર્સનું શોષણ ઘટાડે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે. વજન ઘટાડવા માટે લીંબુ લેવું હોય તો રેસા સહિત લીંબુનું પાણી લેવું. લીંબુનુ શરબત અમુક જાતના સ્ટોન થતા અટકાવે કારણ કે લીંબુનું શરબત પીવાથી પેશાબ વધારે બને તથા પેશાબ આલ્કલી આવે જેથી કરીને પથરી ઓછી બને. લીંબુનું શરબત કેન્સરના રોગના પ્રિવેન્શન માટે પણ ઉપયોગી છે. વિટામીન સી જે એન્ટિઓક્સિડન્ટ નું કામ કરે તેથી તે સેલના ડેમેજને અટકાવે. અમુક લોકોને લોકોને લીંબુનું શરબત પીવાથી માથું દુખે તેવું એટલા માટે થાય કે લીંબુની અંદર tyramine નામનો અમાઈનો એસિડ  હોય  જે વ્યક્તિને માઈગ્રેન રહેતું હોય તે ના માઈગ્રેનને ટ્રિગર કરવાનું કામ કરે. સવારે ગરમ પાણી સાથે લીંબુ નાખીને પીવાથી તે તમારા પેટને સાફ કરવામાં મદદ કરે. જઠરા અગ્નિ તેજ કરે, ભૂખ વધારે તથા કબજિયાત દૂર કરે. આંતરડાની ચીકાશને દૂર કરે. લીંબુની અંદર વિટામીન સી હોવાથી તે તમારી ચામડીના કોલેજન ફાઇબર વધારે તેથી ચામડી વધુ મજબૂત બને. એજિંગ પ્રોસેસ અટકાવે. આ ઉપરાંત લીંબુ વાસણ ધોવાના કામમાં પણ આવે તે ચીકાશને દૂર કરે.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

https://www.healthline.com/nutrition/lemon-juice-acidic-or-alkaline#TOC_TITLE_HDR_7

Good article answering all question about lemon.

https://www.healthline.com/nutrition/6-lemon-health-benefits#the-bottom-line

2 responses to “લીંબુ આલ્કલી છે કે એસિડિક? લીંબુ પીવાના ફાયદા?”

  1. લીંબુ વિશે ખુબ સરળ અને સારી માહિતી મેળવી અમો ખુશ થયા. ખૂબ ખૂબ આભાર.

    કોલ્ડ ડ્રીંક શા માટે ના પીવું જોઈએ તેના ઉપર ચર્ચા કરશો.

    Like

  2. 👍

    Like

Leave a comment

Trending