અસલી ઘી એટલે શું નકલી ઘી એટલે શું? બંને વચ્ચે શું તફાવત હોય? નકલી ઘી કેવી રીતના બનાવી શકાય? નકલી ઘી ખાવાથી શું નુકસાન થાય? નકલી ઘીની પરખ કેવી રીતના કરવી? વગેરે પ્રશ્નો ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
અસલી ઘી એટલે શું તેમાં કયા કયા ઘટકો હોય?
આપણે મોટાભાગે ગાયનું કે ભેસ નું ઘરે બનાવેલું કે ડેરીમાંથી લાવેલું અસલી ઘી ખાતા હોય છે. આપણે મોટાભાગે Amul નું દૂધ કે ઘી ખાતા હોઈએ છીએ. તે સારી ક્વોલિટીનું હોય છે. તેની અંદર કયા ઘટકો હોય છે તે જરા જોઈ લઈએ. આયુર્વેદિક માં પણ ઘીને પ્રવાહી સોનુ માનવામાં આવ્યું છે. આપણા શરીરની શુદ્ધિ માટે અને શરીરની પુષ્ટિ માટે ઘી ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. પંચકર્મની સારવારમાં આપણા શરીરમાં ઘૂસી ગયેલા ટોક્સિનને છૂટા પાડવા માટે પણ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે. નોર્મલ અમુલ ઘીમાં નીચે મુજબના ઘટકો હોય.

હવે નકલી ઘી બનાવવું હોય તો સ્વાભાવિક છે તે અસલી ઘીના જેવું દેખાવું જોઈએ. તેના જેવો કલર હોવો જોઈએ. તેના જેવી સ્મેલ આવવી જોઈએ અને તેના જેવો ટેસ્ટ આવવો જોઈએ. તો તેના જેવું બનાવવા માટે લોકો શું શું વાપરે છે તેની વાત હવે કરીએ. ઇન્ડિયામાં ઘી ઘરે ઘરે ખવાય છે તેથી અસલી ઘીનો પુરવઠો પૂરેપૂરો પહોંચી શકાય તેમ નથી તેથી લોકો તેની નકલ કરીને કે ઘીની અંદર ભેળસેળ કરીને ઘી વેચવા માટે પ્રયત્ન કરે છે. અસલી ઘી આમ પણ મોંઘું છે. નકલી કી સસ્તું હોય છે. તેથી ફરસાણ તથા મીઠાઈનો ધંધો કરવા વાળા માણસો નકલી ઘી નો ઉપયોગ કરવા પ્રેરાય છે.
નકલી ઘી કેવી રીતના બનાવી શકાય?
આપણે ઉપર જોયું કે ઘીની અંદર મોટાભાગે ચરબીનો ભાગ હોય એટલે કે ફેટ હોય.તથા વિટામીન એ, ડી, ઈ અને કે હોય. ઉપરના ચારે ચાર વિટામીન ને ફેટ સોલ્યુબલ વિટામિન કહેવાય તે ફેટની હાજરીમાં જ શરીરમાં સોસાય. નકલી ઘીમાં નકલખોળો વનસ્પતિ ઘી એટલે કે ડાલડાનો ઉપયોગ કરે. ડાલડા તે કંપનીનું બ્રાન્ડ નેમ છે. ડાલડા ઘીના ડબ્બા ઉપર પામ વૃક્ષ નું ચિત્ર હોય છે. આ વનસ્પતિ ઘી તે અલગ અલગ વસ્તુ માંથી બનાવવામાં આવે. ખાસ કરીને પામ ઓઇલ કે સોયાબીન ઓઇલ કે અન્ય વનસ્પતિ ઓઇલ માંથી બનાવવામાં આવે. તે પામ ઓઇલ અથવા તો સોયાબીન ઓઇલને હાઈડ્રોજન ગેસ માંથી પસાર કરવામાં આવે તેથી તે પ્રવાહી ન રહેતા સેમી સોલિડ બની જાય તેને hydrogenated oil પણ કહેવાય. હાઈડ્રોજીનેટેડ ઓઇલ એટલે જ ડાલડા અથવા વનસ્પતિ ઘી. જેથી તે ઘી જેવું દેખાય. તેની અંદર સ્મેલ લાવવા માટે એસેન્સ નાખવામાં આવે. અમુક લોકો નકલી ઘીને દાણાદાર બનાવવા માટે સ્ટાર્ચનો ઉપયોગ કરે તેની અંદર બટાકા નો પણ ઉપયોગ થાય. લોકો ડાલડા ઘીને અસલી ઘી બનાવીને વેચવા પ્રયત્ન કરે છે.
ડાલડા ધી અને અસલી ઘી વચ્ચે શું ફરક?
અસલી ઘી અને ડાલડા ઘી બંને ઘી જ છે. પરંતુ એક વનસ્પતિજન્ય છે અને બીજું પ્રાણીજન્ય છે. ડાલડા ઘી વનસ્પતિમાંથી પેદા કરવામાં આવે છે. જ્યારે અસલી ઘી તે પ્રાણીજન્ય છે દૂધમાંથી બનાવવામાં આવે છે. વનસ્પતિમાંથી બનાવવામાં આવેલા ઘીની અંદર ટ્રાન્સફેટ વધારે હોય. આ ટ્રાન્સ ફેટ ખરાબ કોલેસ્ટ્રોલ વધારે અને સારો કોલેસ્ટ્રોલ ઘટાડે. લોહીમાં ટોટલ કોલેસ્ટ્રોલ તથા ખરાબ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધવાથી બ્લડપ્રેશર, હાર્ટ એટેક તથા સ્ટ્રોકની બીમારીનું પ્રમાણ વધે.એટલા માટે શક્ય હોય ત્યાં સુધી ડાલડા ઘીનો ઉપયોગ કરવો નહીં. મોટાભાગની મીઠાઈઓની અંદર ડાલડા ઘીનો ઉપયોગ કરવામાં આવે છે તથા તમારા બિસ્કીટ અને કેકની અંદર પણ ડાલડા ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. તમારા પડીકા પેક જે તરેલી વસ્તુ આવે છે તેની અંદર પણ પામ ઓઇલ અથવા ડાલડા નો ઉપયોગ થાય. ફરસાણ વાળા ફરસાણને તરવા માટે પામ ઓઇલ અથવા તો ડાલદાનો ઉપયોગ કરે. તે અસલી ઘી કરતા સસ્તુ પડે.
અસલી ઘીની અંદર saturated ફેટ હોય તે એટલો બધો કોલેસ્ટ્રોલ ન વધારે. અસલી ઘીની અંદર Monounsaturated અને Polyunsaturated ફેટ હોય.તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે અને સારો કોલેસ્ટ્રોલ વધારે.
પરંતુ કોઈ પણ ઘી કે તેલને સપ્રમાણ લેવું સારું. નકલી ઘી ને નકલકોરો બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવીને તથા બ્રાન્ડેડ કંપનીના પેકેટ વાપરીને બજારમાં મૂકવા પ્રયત્ન કરતા હોય છે. આપણને ખબર પણ ન પડે. અસલી ઘી છે કે નકલી ઘી છે. તેની પહેચાન કેવી રીતના કરવી તે નીચે મુજબના પરીક્ષણથી ખબર પડે.
ઘી અસલી છે કે નકલી તે કેવી રીતના ખબર પડે?
1. અસલી ઘી ને પાણીમાં નાખો તો તે પાણીની ઉપર તરે જ્યારે નકલી ઘી તે પાણીની અંદર બેસી જાય.
2. અસલી ઘીને ગરમ કરીને ઠંડુ કરવા માટે ફ્રીઝમાં રાખો તો આખું લેયર એક સરખું હોય. નકલી ઘીની ગરમ કરીને ઠંડુ કરવાથી તે અલગ અલગ લેયરની અંદર વહેંચાઈ જાય. તેની કન્સીસ્ટન્સી એક સરખી ન રહે.
3. અસલી ઘી ને થોડો ટાઈમ હાથમાં રાખો તો તે પીગળી જાય. જ્યારે નકલી ઘી એટલું બધું પીગળે નહીં. નકલી ઘીની અંદર ચીકાશ વધારે હોય. અસલી ઘી જલ્દી ગરમ થઈ જાય.
4. એક ચમચી ઘી લો તેની અંદર બે થી ત્રણ ટીપા આયોડિન નાખો અસલી ઘી ના કલર માં કોઈ ફરક નહીં પડે પરંતુ નકલી કી વાદળી કલરનું અથવા તો કાળા કલરનું થઈ જશે.
5. અસલી ઘીને ગરમ કરીને ઠંડુ કરો તો તે એક સરખું દેખાશે તથા દાણાદાર દેખાશે.
નકલી ઘીને ને ગરમ કરીને ઠંડુ કરવાથી તે લેયરમાં બદલાઈ જશે ચરબીવાળું લેયર અલગ થઈ જાય.
6. અસલી ઘી ની સુગંધ ઉપરથી જ ખબર પડી જાય. નકલી ઘી ની અંદર અલગ સુગંધ આવે. થોડી કેમિકલ વાળી સુગંધ આવે.
7. અસલી ઘીને પૂંઠા ઉપર નાખો તો તે જલ્દી શોષાઈ જાય અને તે ડાઘો એકદમ પતલો હોય જ્યારે નકલી ઘીને પૂંઠા ઉપર નાખો તો તે પૂઠા ઉપર લોબો ટાઈમ રહે ડાઘો ઘાટો હોય તથા વધારે ચીકણું હોય.
8. એક ચમચા ઘીની અંદર પાંચ એમએલ હાઇડ્રોક્લોરિક એસિડ નાખવામાં આવે અને પછી મિક્સ કરવામાં આવે તો જો નકલી ઘી હોય તો લાલ કલરનું થઈ જાય.
What is the process of making Dalda ghee?
The main source of Dalda ghee is vegetable oils such as soybean oil, palm oil, or a blend of various vegetable oils. It is produced by a process called hydrogenation, where the vegetable oils are treated with hydrogen gas in the presence of a catalyst to solidify them into a semi-solid state.
આશા રાખું છું આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.
નકલી ઘી, નકલી દૂધ, નકલી તેલ કેવી રીતના ઓળખવું તેનો વિડીયો લિંક નીચ આપી છે તે જોઈ જવા વિનંતી.




Leave a comment