આ વખતની 21 મી જૂન ઇન્ટરનેશનલ દિવસની થીમ છે વન અર્થ વન હેલ્થ. તેનો મતલબ એક વિશ્વ એક સ્વાસ્થ્ય. પૂરું વિશ્વ સ્વસ્થ અને નિરોગી થાય તેવો થાય છે. તેના માટે યોગને એક સાધન તરીકે લેવામાં આવ્યું છે. કારણ કે યોગને કોઈ ધર્મ કે સંપ્રદાય જોડે લેવાદેવા નથી. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ યોગ કરી શકે. યોગાસન તથા પ્રાણાયામ કરીને વ્યક્તિ પોતાનું શરીર તો સ્વસ્થ રાખી શકે પરંતુ યોગના આઠે આઠ અંગોનું જો વ્યક્તિ પાલન કરે તો વ્યક્તિ શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક રીતે સ્વસ્થ થઈ શકે તેમ છે. તે સારો નાગરિક બની શકે તેમ છે. વ્યક્તિ યોગને સમજીને જો તેને જીવનમાં ઉતારે તો જીવનના તથા દુનિયાના મોટાભાગના પ્રોબ્લેમ નું સોલ્યુશન આવી શકે તેમ છે. પૂરું વિશ્વ એક બીજા જોડે જોડાઈ શકે તેમ છે તો આ આશયની પૂર્તિ માટે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના ઉપર કામ કરી રહ્યા છે.

આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 મી જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસ મનાવવાની શરૂઆત કરી. તેની પાછળ શું લક્ષ છે? યોગને જ એક સાધન તરીકે કેમ પસંદ કરવામાં આવ્યું? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને  પસંદ આવશે. શરૂઆતથી એન્ડ સુધી શાંતિથી વાંચવા વિનંતી છે.તેમાં ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન છે.

યોગ એટલે શું? 

મારા મતે યોગ નો મતલબ to unite એટલે કે જોડાવવું તેવો થાય. હવે બીજો પ્રશ્ન એ થાય કે જોડાવું તો કોની સાથે જોડાવું? તે જોડાવાથી શું ફાયદા થાય? 

કોઈપણ વ્યક્તિ કે વસ્તુ જોડે આપણે ત્યારે જ જોડાઈ શકીએ  જ્યારે તે વસ્તુ કે વ્યક્તિને આપણે પ્રેમ કરતા હોઈએ. 

તો આપણે આપણા શરીર જોડે જોડાવાનું છે. આપણા મન જોડે જોડાવાનું છે. આપણા આત્મા જોડે જોડાવાનું છે.પરમાત્મા જોડે જોડાવાનું છે. યોગ નો મતલબ ખાલી આસનો કે પ્રાણાયામ કરવા તે નથી. તે તો યોગનો એક ભાગ છે. પરંતુ આપણે કમ નસીબે  આસન અને પ્રાણાયામને જ યોગ સમજી બેઠા છીએ. યોગમાં આસન અને પ્રાણાયામ તે એક એક્સરસાઇઝનો ભાગ છે. તેનાથી વિશેષ કશું નથી. ચાલવા દોડવાથી અમુક મસલ્સ પ્રભાવિત થાય જ્યારે યોગની અંદર બધા જ મસલ્સ પ્રભાવિત થાય. પ્રાણાયામથી તમારા ફેફસા સ્વસ્થ થાય આટલો જ મતલબ છે. પોતાની જાત જોડે કે બીજા વ્યક્તિ જોડે જોડાવાથી કયા કયા ફાયદા થાય તેની વાત આપણે આગળ કરીએ. 

આપણા શરીર જોડે જોડાવાનો મતલબ શું? 

જ્યારે તમે તમારા શરીર જોડે જોડાવ છો ત્યારે તમારા શરીર જોડે તેવું કંઈ પણ નહીં કરો જેથી કરીને તમારા શરીરને નુકસાન થાય. હંમેશા તમારું શરીર સ્વસ્થ અને નિરોગી રહે તેવા જ  પ્રયત્નો તમે કરશો. એટલા માટે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે નિયમિત યોગ આસન અને પ્રાણાયામ કે તમને ગમતી એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. બીજું તમારા સ્થૂળ શરીરને સ્વસ્થ ની નિરોગી રાખવા માટે યોગ્ય પોષણક્ષમ તથા સાત્વિક  ખોરાક લેવાની વાત કરવામાં આવે છે. આપણા સ્થૂળ શરીરને સ્વસ્થ રાખવા માટે આ બે વસ્તુ પૂરતી છે. 

મન જોડે જોડાવું એટલે શું? 

મન જોડે જોડાવવા નો મતલબ એવી પ્રવૃત્તિ કરવી જેથી કરીને મન હંમેશા શાંત રહ્યા કરે. મન શાંત રહે તેના માટે તમને દયા, પ્રેમ, કરુણા, સેવા, સહયોગ, અહિંસા, સમર્પણ, પોઝિટિવ વિચાર કરવાની વાત કહેવામાં આવે છે. 

મન અશાંત ન થાય તે માટે કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે છોડી દેવાની વાત કરવામાં આવે છે. મન હંમેશા શાંત રહે ત્યારે તે સુંદર રીતે કામ કરે. મનનો વધુને વધુ ઉપયોગ લોકોના ભલા માટે કરવો. 

આત્મા જોડે જોડાવાનો મતલબ શું?

આત્મા જોડે જોડાવાનો મતલબ જ્યાં મનની સત્તા પૂર્ણ થાય તે પછીની સત્તા જોડે જોડાવું એવો થાય. એટલા માટે આપણા શાસ્ત્રોમાં શવાસન, ધ્યાન, ધારણા, સમાધિ, યોગ નિંદ્રા કે ગાઢ નિંદ્રાની વાત કરવામાં આવી છે. મન તમને સંસાર તરફ લઈ જાય. મન સંસાર જોડે જોડાય ત્યારે મન અશાંત થાય. જ્યારે મન અમનની સ્થિતિમાં આવી જાય ત્યારે તે શાંત થઈ જાય. જ્યારે આપણે પોતાની જાત જોડે જોડાઈએ ત્યારે  હંમેશા શાંતિ, ખુશી, આનંદનો અનુભવ થાય. તેથી નિયમિત રોજ અડધો કલાક કે કલાક ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.

પરમાત્મા જોડે જોડાવાનો મતલબ શું? 

મારા મતે પરમાત્મા જોડે જોડાવાનો મતલબ પરમાત્માએ બનાવેલી આ તમામ સૃષ્ટિ જોડે પ્રેમ પૂર્ણ રીતે વર્તવાનો છે. પરમાત્માએ આ સૃષ્ટિમાં જીવજંતુ, પશુ, પક્ષી, મનુષ્ય, સજીવ, નિર્જીવ તમામ વસ્તુઓનું સર્જન કર્યું છે. તો તે તમામ વસ્તુ જોડે પ્રેમ પૂર્ણ વર્તવું તેવો થાય. 

આપણે જાણે અજાણે આ પરમાત્માએ બનાવેલી સૃષ્ટિ જોડે જોડાઈએ છીએ. પરંતુ આપણને તે ખબર હોતી નથી. 

જેમ કે ઘણા બધા લોકો કીડીઓ માટે દાણા નાખે છે. ભાખરીના ટુકડા નાખે છે. તે કીડી કે જીવજંતુની સંભાળ લઈ રહ્યા છે. ઘણા બધા લોકો પક્ષીઓને  ચણ નાખી રહ્યા છે તેના પીવા માટે પાણીના કુંડા લગાવી રહ્યા છે. તે  પક્ષીની સંભાળ લઈ રહ્યા છે  તે પણ એક યોગ જ છે. આપણે અમુક પશુઓને પાળીએ છીએ જેમ કે કૂતરો કે બિલાડી પાળીએ છીએ. ગાય  ભેંસ પાળીએ છીએ તેની સંભાળ લઈએ છીએ આ પણ એક યોગ જ છે.

પરંતુ સૌથી મહત્વની વસ્તુ આપણાથી છૂટી ગઈ છે તે છે મનુષ્ય મનુષ્ય જોડે નો પ્રેમ. વ્યક્તિ વ્યક્તિ જોડે જોડાતો નથી ત્યારે જ પ્રોબ્લેમ શરૂ થાય છે. અત્યારના મોટાભાગના પ્રોબ્લેમનું મૂળ ત્યાં છે. જ્યારે વ્યક્તિ વ્યક્તિ જોડે પ્રેમ પૂર્ણ રીતે જોડાશે ત્યારે હંમેશા તેને સહયોગ કરવા માંડશે. તે કોઈ દિવસ તેનું બુરું નહીં ચાહે. આજકાલ તમે જોશો તો મા-બાપ અને બાળક વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, કુટુંબ કુટુંબ વચ્ચે, જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે, ધર્મ ધર્મ(હિન્દુ મુસ્લિમ) વચ્ચે, દેશ વિદેશ વચ્ચે(યુક્રેન્ડ રશિયા ભારત પાકિસ્તાન), વેપારી અને ગ્રાહક વચ્ચે, નોકરિયાત અને શેઠ વચ્ચે, ગવર્મેન્ટ અને નાગરિકોની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આનું મૂળ માણસ માણસ જોડે જોડાતો નથી તે છે. જ્યારે માણસ માણસ જોડે જોડાશે ત્યારે ઉપરના તમામ ઝઘડાઓ શાંત થઈ જશે. તે એકબીજાને સહયોગ કરવા માંડશે ત્યારે પૂરી દુનિયા શાંત થઈ જશે. તમે ગમે તેટલા શસ્ત્રો વસાવો અને દુનિયાને વશમાં કરવા પ્રયત્ન કરો અથવા તો શાંત કરવા પ્રયત્ન કરો તો તેવું કદાપી બનવાનું નથી. તે ટેમ્પરરી સોલ્યુશન છે. 

પરંતુ વિશ્વમાં રહેતા તમામ માણસો મારા ભાઈ બહેન છે. મારા જ એક ફેમિલી નો ભાગ છે. આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ. તેવો ભાવ આપણા મનમાં જાગશે ત્યારે આ પૂરી દુનિયા શાંત થઈ જશે.ત્યારે આપણે શાંતિનો, ખુશીનો, આનંદનો અનુભવ કરી શકીશું. પૂરું વિશ્વ આપણું એક ફેમિલી થઈ જશે ત્યારે સાચા અર્થમાં વન અર્થ વન ફેમિલી થશે. આ હેતુને ધ્યાનમાં લઈને આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુરા વિશ્વને જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને તેમના મોટા ભાગના પ્રયાસો પૂરા વિશ્વને જોડવાના છે.તે પુરા વિશ્વને તે મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે.

તો આપણે સૌ યોગને સાચા અર્થમાં સમજીએ. સૌની સાથે પ્રેમપૂર્વક વ્યહવાર કરીએ,આપણે સૌ સ્વસ્થ થઈએ, નિરોગી થઈએ તો સાચા અર્થમાં યોગની ઉજવણી કરી કહેવાય. 21 મી જૂન ઇન્ટરનેશનલ દિવસના રોજ બધા ભેગા થાય એક દિવસ યોગ કરે બીજા દિવસે છૂટા થઈ જાય ફરી પાછા આવતા વર્ષે મળીએ તેનો કોઈ મતલબ નથી. આમાં સરકારના પૈસાનો પણ ધુમાડો થાય છે. અને આપણી એનર્જી પણ વેસ્ટ થાય છે. બીજી વસ્તુ મને કહેવાની ઈચ્છા થાય છે. અત્યારે આપણા મોટાભાગના યુવાનો તથા લોકો મોબાઈલ ઉપર પોતાનો એક બે કલાક કાઢે છે. અને તે દરમિયાન તેવો કઈ પ્રોડક્ટિવ કામ કરતા નથી. હું માનું છું કે તે સમયનો દૂર ઉપયોગ કરે છે. હું ઈચ્છું કે તે એક બે કલાક પોતાની જાત માટે કાઢે પોતે સ્વસ્થ અને નિરોગી થાય તે દિશામા પ્રયત્ન કરે તો સાચા અર્થમાં સમયનો સદુપયોગ કર્યો કહેવાય.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો  વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ  શેર લાઈક અને કોમેન્ટ નીચે આપેલી કોમેન્ટ બોક્સમાં કરો તેવી વિનંતી છે.

સુવિચાર 

કરો યોગ રહો નિરોગ  

વન અર્થ વન ફેમિલી.

વન અર્થ વન હેલ્થ. 

યોગ ભગાડે રોગ. 

આજે માણસ મંગળ સુધી તો પહોંચી ગયો છે પરંતુ એકબીજાના હૃદય સુધી નથી પહોંચ્યો.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.

5 responses to “વન અર્થ વન હેલ્થ નો મતલબ શું? 21 જૂન ઇન્ટરનેશનલ યોગ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેની પાછળનો ઉદ્દેશ્ય શું છે?”

  1. Very true 👍🙏🙏👌🏿

    Like

  2. ખુબ સરસ વિચારો અને લખાણ.

    👍🙏

    Like

  3. સરસ વિચારો

    Like

  4. ખુબ જ સારો પેરણાદાયી લેખ છે

    ખુબ ખુબ આભાર

    Like

  5. Very nice and affirmative. Awesome. It’s Very helpful to know What is Real Yog. Thank you very much My Dear Brother. God Bless you. 💐🌅🙏🏼🌹

    Like

Leave a comment

Trending