ઉપવાસ એટલે શું? ઉપવાસ કરવાથી શું ફાયદા થાય? 

ઉપવાસ શબ્દ આપણે ઘણી વખત સાંભળ્યો છે. ઘણા લોકો ઉપવાસ પણ કરે છે. તો આ ઉપવાસ શું છે? તે શબ્દનો અર્થ શું થાય? તે કરવાથી શું ફાયદા થાય? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

ઉપવાસ શબ્દનો અર્થ. 

ઉપવાસ શબ્દનો અંગ્રેજીમાં અર્થ થાય ફાસ્ટિંગ એટલે કે ખોરાક થોડા ટાઈમ માટે ન ખાવો. આધ્યાત્મની દ્રષ્ટિએ ઉપવાસ નો મતલબ થાય ભગવાનની નજીક વાસ. મન એટલે સંસાર. સંસારના આકર્ષણથી દૂર થવું અને ભગવાનની નજીક એટલે કે અમનની સ્થિતિએ પહોંચવા પ્રયત્ન કરવો. આપણા માટે ઉપવાસ એટલે ભગવાનની નજીક બેસવું. અમનની સ્થિતિ ધારણ કરવી. શાંતિની સ્થિતિ ધારણ કરવી. અંતર મુખ થવું વગેરે કરી શકાય.

ઉપવાસ શા માટે કરવો જોઈએ?

આપણે આપણા જીવન દરમિયાન નજર કરીશું તો આપણા શરીરની અંદર જે કંઈ રોગ પેદા થયા છે અથવા તો મનની અશાંતિ પેદા થઈ છે તે આપણા ખોરાકના કારણે છે. વધુ પડતો ખોરાક ખાવાથી, વારંવાર ખોરાક ખાવાથી, શરીરને અનુકૂળ ન હોય તેવો ખોરાક ખાવાથી, ક ટાઈમે અથવા ક મોસમનો ખોરાક ખાવાથી, તમારી પ્રકૃતિ વિરુદ્ધનો ખોરાક ખાવાથી, આપણે જ્યારે બીમાર હોય ત્યારે ખોરાક ખાવાથી વગેરે કારણોથી આપણા શરીરની અંદર રોગ પેદા થાય છે. વધુ પડતો ખોરાક ખાવાને કારણે એસીડીટી, અપચો, ગેસ, કોલેસ્ટ્રોલ, ડાયરિયા, વોમિટિંગ, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ઓબેસિટી, આળસ, જોઈન્ટ પેન, શરીરનો દુખાવો તથા કેન્સર જેવા રોગો પેદા થાય છે. તો કોઈપણ વસ્તુની અતિ સારી નહીં. જે ખોરાક તમારા શરીરનું પોષણ કરે છે તે જ ખોરાક જો વધારે પ્રમાણમાં લેવામાં આવે તો તે ઝેરનું પણ કામ કરે. જો ઉપરના રોગ ના થવા દેવા હોય તો અથવા તો થયા હોય તો તેને રીવર્સ કરવા હોય તો વ્યક્તિએ રેગ્યુલર ઉપવાસ કરવા જોઈએ. ઉપવાસ ન થઈ શકે તો કંઈ વાંધો નહીં પણ તમારા શરીરની જોઈએ તેટલી જ કેલરી આપવી જોઈએ. તેનાથી વધારે કેલેરી આપવાથી ઉપરના તમામ રોગ થવાની સંભાવના વધી જાય. અગાઉ જે ખાધેલું છે પૂરેપૂરું પચી જાય પછી જ બીજું ખાવું તો પણ રોગ ન થાય.

જુદા જુદા ઉપવાસ કેવી રીતના કરી શકાય?

ઉપવાસનો સીધો મતલબ છે ખોરાક ન લેવો અથવા તો ઓછો લેવો. આપણે જુદી જુદી રીતે ઉપવાસ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. 

એક ઉપવાસ કે જે ભગવાન તમને કમ્પલસરી કરાવે છે. દાખલા તરીકે તમે જ્યારે બીમાર પડો છો ત્યારે તમારી ભૂખ સાવ જતી રહે, તમારી જઠરા અગ્નિ મંદ પડી જાય છે. તમે તે દરમિયાન કંઈ પણ ખોરાક ખાવ તો તે કડવો લાગે. ભૂખ લાગી ન હોય એને જો તમે ખાવા જાઓ તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરે. મોટાભાગના પ્રાણી તથા મનુષ્ય જ્યારે વધારે બીમાર હોય ત્યારે ઓટોમેટીક તેનું ખાવાનું બંધ કરી દેશે. તેનો મતલબ કુદરત તમને ઉપવાસ કરાવે છે. તે એટલા માટે કરાવે છે. તમારા શરીરની અંદર જે ટોક્સિન્સ ઘૂસી ગયા છે જેના કારણે તમે બીમાર પડ્યા છો તેનું પાચન કરવું જરૂરી  છે. તે ટોક્સિનને શરીરની બહાર ફેંકી દેવા મહત્વના હોય છે. તે શુદ્ધિની પ્રક્રિયા દરમિયાન તમારા શરીરને ઓજળી સિવાય બીજા અંગોને લોહીના સપ્લાયની જરૂર પડતી હોય છે . મેં મારી જાત ઉપર નોંધ્યું છે કે જ્યારે હું બીમાર પડું કે તાવ આવે ત્યારે એક બે દિવસ ખોરાક એકદમ ઓછો કરી કાઢું અથવા સાવ ન ખાવ તો મારું બોડી ઓટોમેટીક સારું થઈ જાય છે. આપણું શરીર કહે તે પ્રમાણે વર્તવું.

આપણે ઉપવાસ અલગ અલગ રીતના કરી શકીએ છીએ. 

તમે રોજ ત્રણ ટાઈમ ખાતા હોવ તો તે ખાવાની કોન્ટીટી ઓછી કરી કાઢો તેને પણ ઉપવાસ કહેવાય. જો તમે ત્રણ ટાઈમ આખું ભાણું જમતા હોવ  તમે અડધું અડધું ભાણું જમો તો તે પણ ઉપવાસ કહેવાય. જો તમે ત્રણ ટાઈમ જમવાની જગ્યાએ બે ટાઈમ જમો. તમે જે કંઈ ખોરાક ખાવ છો તેની અંદર હેવી ખોરાકની જગ્યાએ હલકો ખોરાક લો. જેમકે તે દરમિયાન તમે લીંબુનું પાણી નાળિયેરનું પાણી ફળફળાદી લો તો તેને પણ ઉપવાસ કહેવાય. 

Intermittent fasting એટલે શું? 

આજકાલ ઘણા બધા લોકોએ ઉપરનો શબ્દ સાંભળ્યો છે તો તે શું છે તેની પણ ચર્ચા કરીશું. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે ૧૬ કલાક કંઈજ ન ખાવું અને બાકીના આઠ કલાકમાં બે ટાઈમ ખાવુ તેને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય. વચ્ચેના ગાળામાં તમે પાણી પી શકો. કોઈપણ ઉપવાસ કરો ત્યારે પાણી ખાસ લેવું જરૂરી છે નહિતર ડી હાઇડ્રેશન થવાની શક્યતા રહે. દાખલા તરીકે તમે રાત્રે 6:00 વાગે જમ્યા હોવ તો બીજા દિવસે સવારે 10:00 વાગે જમો. તો તમે 16 કલાક ફાસ્ટિંગ કર્યું કહેવાય અને દિવસ દરમિયાન તમે આઠ કલાકના અંતરે બે વખત ખાવાનું ખાધું કહેવાય. આપણા ઋષિમુનીઓ અથવા તો યોગની અંદર પણ દિવસમાં બે જ વખત ખાવા ની સલાહ આપેલ છે. આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાથી તમારા શરીરની અંદર જે ટોક્સિન ઘૂસી ગયા છે તેનું પાચન થઈને તે તમારા શરીરમાંથી નીકળી જાય તમારું શરીર એકદમ હળવું ફૂલ થઈ જાય. જેનું વજન વધારે છે તે વ્યક્તિનું વજન પણ કંટ્રોલમાં આવી જાય. તદ ઉપરાંત જે વ્યક્તિઓને બ્લડ પ્રેશર ની બીમારી છે. કોલેસ્ટ્રોલ છે તે પણ કંટ્રોલમાં આવી શકે. ઇન્ટરમીટન્ટ ફાસ્ટિંગ ના કારણે કેન્સર જેવા રોગો આવતા અટકે અને અમુક કેન્સરના રોગો ની અંદર ફાયદો પણ થાય. તમારી બુદ્ધિ શાર્પ થાય તમારી કાર્યક્ષમતામા વધારો થાય.

પરંતુ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બધાને જ અનુકૂળ આવે તેવું જરૂરી નહીં. વ્યક્તિએ પોતાની પ્રકૃતિ પ્રમાણે ફાસ્ટિંગ પસંદ કરવા. જે લોકોની કફ પ્રકૃતિ છે. જેનું વજન વધારે છે તે લોકોને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવાથી બહુ ફાયદો થાય. પરંતુ જેની પિત્ત પ્રકૃતિ છે જેને વારંવાર ખાવા જોઈએ ન ખાય તો એસિડિટી થાય તથા જેની વાત પ્રકૃતિ છે જેનું વજન ઓછું છે તે લોકોએ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ બને ત્યાં સુધી કરવા નહીં. જેનું વજન એકદમ ઓછું છે તે વ્યક્તિએ પણ આ ઉપવાસ કરવા નહીં. 

અમુક લોકો 24 કલાકમાં એક જ વખત જમે છે તે પણ ઉપવાસ કહેવાય..

અમુક લોકો અઠવાડિયામાં બે વખત સાવ ન જમે મતલબ કે બે દિવસ ફાસ્ટિંગ કરે તે પણ ઉપવાસની એક રીત છે. 

આપણા શરીરને 24 કલાકથી વધારે ફાસ્ટિંગ કન્ડિશનમાં રાખવું સારું નહીં ફાયદાની જગ્યાએ નુકસાન થવાની સંભાવના વધી જાય. ભારતીય લોકોને સાયન્સ કરતા ધર્મમાં વધારે આસ્થા છે. ભારતીય લોકોને ઉપવાસ કરાવવા હોય તો તે ઉપવાસને ધર્મ સાથે જોડી દેવાથી વધારે અસરકારક રીતે કરી શકે છે. તેથી આપણા શાસ્ત્રોમાં એકાદશી, શનિવાર, નવરાત્રીના ઉપવાસ, શિવરાત્રીના ઉપવાસ વગેરે ઉપવાસનું મહત્વ છે તથા મુસ્લિમ લોકોમાં રોજા ના ઉપવાસનું મહત્વ છે. જૈન લોકોમાં છ વાગ્યા પહેલા જમી લેવાનું જેને ચો વિહાર ની પ્રથા છે.

ઉપવાસ કરવાથી શું ફાયદા થાય?

વધારે પડતું ખાવાના કારણે અથવા તો ત્રણ ટાઈમ ખાવાના કારણે શરીરને જે  નુકસાન થયું છે તે ઉપવાસ કરવાથી મોટાભાગે રિવર્સ થઈ શકે. 

1. સપ્રમાણ ઉપવાસ કરવાથી તમારી યાદશક્તિ તથા કોન્સન્ટ્રેશન વધે. તમારી એનર્જી વધે. બુદ્ધિ શાર્પ થાય. કોગ્નિટિવ લેવલ વધે. આળસ ઓછી થાય. તામસીક વિચારો ઓછા થાય અને સાત્વિક પ્રવૃત્તિ માં વધારો થાય. તમે જ્યારે વધારે ખોરાક ખાઈ જાવ છો તો તેને પચાવવા માટે હોજરી તરફ લોહીનો સપ્લાય વધારે જતો રહે તેથી મગજને સપ્લાય ઓછો મળે તેથી જમ્યા પછી ઊંઘ આવે. આળસ આવે.

2. ઉપવાસ કરવાથી વજન ઘટે. જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે આપણું શરીર પ્રથમ લોહીની અંદર જે કંઈ ગ્લુકોઝ હોય તેનો એનર્જી તરીકે ઉપયોગ કરે. તે પતી જાય પછી આપણા શરીરમાં લીવર તથા મસલ્સની અંદર સ્ટોરેજ સ્વરૂપે ગ્લાયકોજન જે પડ્યો છે તેને ગ્લુકોઝમાં રૂપાંતર કરીને વાપરે. તે પતી જાય પછી આપણી બોડી આપણી ફેટનો એનર્જી તરીકે ઉપયોગ કરે. એટલે તમારા શરીરમાંથી ફેટ ઓછી થાય અને વજન ઘટે. ગ્લુકોઝનું લેવલ ઘટવાથી ડાયાબિટીસ પણ  કંટ્રોલમાં રહે ઇન્સ્યુલિનનું લેવલ ઘટે. આપણે વધારે ખોરાક ખાઈએ ત્યારે આપણા શરીરમાંથી વધારે ઇન્સ્યુલિન છૂટું પડે તે ઇન્સ્યુલિન કોલેસ્ટ્રોલને પણ વધારે. ઉપવાસ કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે, હૃદયની બીમારીમાં ઘટાડો થાય.

3. ઉપવાસ કરવાથી તમારી જઠરાગની તેજ થાય. 

4. ઉપવાસ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે. બીમાર પડવાની શક્યતા ઘટી જાય.  કેન્સરનો રોગ થતો હોય તો અટકી જાય. વધારે પડતું ખાવાના કારણે આપણા સેલની અંદર કચરો જામી જાય. તેના કારણે સેલને નુકસાન થાય. તેના જીનેટીક બંધારણ ની અંદર ફેરફાર થાય જેના કારણે કેન્સર થવાની શક્યતા રહે. જો તમે ઉપવાસ કરો તો આપણું શરીર તમારા સેલમાં રહેલા કચરાને દૂર કરે તે કચરામાંથી આપણા શરીરને જરૂર હોય તેવા સ્પેરપાર્ટ બનાવે  અને તે સેલ ને બરોબર કામ કરતો કરે.તેને અંગ્રેજી ભાષામાં auto phagy કહેવાય. Lysosomal activity વધી જાય.

જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણી અંદર આકાશ તત્ત્વનું નિર્માણ થાય છે. ખાલી જગ્યા પડે છે. તમારું શરીર હળવું ફુલ બને છે. તમારૂ મન એકદમ શાંત અને શાર્પ બને છે. યાદશક્તિમાં વધારો થાય છે. આપણે નોંધ્યું હશે કે જ્યારે આપણે મળ ત્યાગ  કરીએ છીએ ત્યારે પેટ એકદમ હળવું ફૂલ લાગે છે. મન પણ શાંત થાય છે. જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણો ન પહોંચેલો ખોરાક પણ પચી જાય છે. 

વધારે લાંબા ઉપવાસ કરવાથી શું નુકસાન થાય.

કોઈપણ વસ્તુની અતિ સારી નહીં. અમુક લોકો લાંબા ટાઈમ ના ઉપવાસ કરે તો તે લોકો ને નુકસાન થવાની સંભાવના વધી જાય. ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધારે થાય.. 

આપણું શરીર ખોરાક વગર વધુને વધુ ત્રણ અઠવાડિયા જીવી શકે. કોઈક કોઈક કિસ્સામાં બે થી ત્રણ મહિના પણ જીવી શકે. શરીરને ખોરાક અને પાણી બંને ન આપો તો પાંચથી સાત  દિવસ જીવી શકે. કોઈપણ ઉપવાસ કરો પરંતુ તેની જોડે પાણી લેવાનું ચાલુ રાખો. જો તમે લાંબા ટાઈમ ના ઉપવાસ કરો તો તમારા શરીરની અંદર એસિડ વધી જાય જેને આપણે કીટો એસીડોસીસ કહીએ છીએ. લાંબા સમયના તમે ઉપવાસ કરો તો તમારું શરીર તમને જ ખાવા માંડે. આપણું શરીર સૌપ્રથમ એનર્જીના સોર્સ તરીકે ગ્લુકોઝ નો ઉપયોગ કરે તે ગ્લુકોઝ પતી જાય પછી ગ્લાયકોજન ના સ્વરૂપમાં જે ગ્લુકોઝ આપણા લીવર તથા મસલ્સની અંદર સંગ્રાયેલો છે તેનો ઉપયોગ કરે. તે પતી જાય પછી આપણું શરીર આપણા ઉપર જમા ચરબી ને એનર્જી તરીકે વાપરે. તે જ્યારે ચરબીનો એનર્જી તરીકે ઉપયોગ કરે ત્યારે પ્રથમ કીટોસીસ થાય અને પછી કીટો એસીડોસીસ થાય. એ પતી જાય પછી આપણા શરીરની અંદર પ્રોટીન માંથી તે એનર્જી મેળવવા પ્રયત્ન કરે. આપણા શરીરના તમામ મસલ્સ તથા અંગો પ્રોટીનના બનેલા છે. તેથી લાંબો ટાઈમ ઉપવાસ કરવાથી તમારા તમામ અંગો તથા મસલ્સનો નાશ થવા માંડે. તેથી માણસ મૃત્યુ સમયે ખાવા પીવાનું બંધ કરી દે ત્યારે તેના હાડકા દેખાવા માંડે છે. જ્યારે શરીર પ્રોટીન માંથી એનર્જી નો ઉપયોગ કરવા માટે ત્યારે હૃદયના મસલ્સને નુકસાન થાય   તે વ્યક્તિનું હૃદય બરોબર ધબકી ન શકે તેથી બ્લડપ્રેશર ઘટી જાય ધબકારા ઘટી જાય અને પછી અંતે હૃદય બંધ થઈ જાય અને વ્યક્તિ મૃત્યુ પામે. પાણી તથા ખોરાકના અભાવને કારણે કિડનીનું ફિલ્ટરેશન અટકી જાય. શરીરનો કચરો બહાર ન ફેકાય તેથી વ્યક્તિ મૃત્યુ પામે. મગજને પાણી તથા ખોરાક ન મળે ત્યારે મગજ બરોબર કામ ન કરે કોન્સન્ટ્રેશન બરોબર ન રહે. ખેંચ આવે. વ્યક્તિ કોમા માં જતો રહે. આપણું મગજ મોટાભાગે પોતાના એનર્જી સોર્સ તરીકે ગ્લુકોઝને વાપરે ગ્લુકોઝ ન મળે ત્યારે તે કીટોન બોડીનો ઉપયોગ કરે. આપણા ગ્લુકોઝનો મોટાભાગનો જથ્થો આપણું મગજ વાપરે. ઉપવાસ કર્યા પછી જ્યારે તમે ઉપવાસ છોડો ત્યારે જે રૂટીન ખાતા હોય તે ખાવાનું ચાલુ રાખવું એકદમ હેવી કેલરી વાળુ  ખાવાનું ટાળવું. નહીંતર તે નુકસાન કરી શકે છે. લોબા ટાઇમના ઉપવાસ કરવાથી ઇલેક્ટ્રોલાઇટ ઇમ બેલેન્સ થાય.

કીટો ડાઈટ એટલે શું? 

અમુક લોકો વજન ઘટાડવા માટે keto diet  નો ઉપયોગ કરે તેની અંદર તેઓ કાર્બોહાઈડ્રેટ ખૂબ જ ઓછી માત્રામાં લે અને ફેટ તથા પ્રોટીન વધારે માત્રામાં લેતા હોય છે. આપણું શરીર પ્રથમ એનર્જીના સોર્સ તરીકે ગ્લુકોઝને વાપરે જ્યારે ગ્લુકોઝ ન મળે ત્યારે તે ફેટમાંથી એનર્જી મેળવવા પ્રયત્ન કરે. જ્યારે ફેટ બળે ત્યારે  કીટોન બોડી પેદા થાય છે જેને આપણે કીટોસીસ કહીએ છીએ. આપણું મગજ જ્યારે ગ્લુકોઝ ન મળે ત્યારે આ કીટોન બોડી નો એનર્જી સોર્સ તરીકે ઉપયોગ કરે. ઘણીવાર કિટોસીસ નો ઉપયોગ epilepsy ના રોગના નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. કીટોસીસ અને કીટો એસિડોસીસ વચ્ચે ફરક. કીટો એસીડોસીસ ની અંદર લોહીની અંદર એસીડીટી વધી જાય. વ્યક્તિ કોમા માં જતો રહે. કીટો એસિડોસીસ મોટાભાગે ટાઈપ વન ડાયાબિટીસમાં થાય જેની અંદર ગ્લુકોઝ તો હોય પરંતુ ઇન્સ્યુલિન ન હોવાના કારણે ગ્લુકોઝનું દહન ન થાય તેથી આપણું બોડી ફેટમાંથી એનર્જી મેળવવા પ્રયત્ન કરે તેની બાય પ્રોડક્ટ તરીકે કીટો એસિડ પેદા થાય. ઉપવાસની સ્થિતિમાં કીટોસીસ થાય અને starvation એટલે કે ભૂખમરાની સ્થિતિમાં કીટો એસીડોસીસ થાય.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નીરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

4 responses to “ઉપવાસ એટલે શું? ઉપવાસ કરવાથી શું ફાયદા થાય? ”

  1. very good sirji

    Like

    1. very useful information💐🙏💐

      Like

  2. Thank you vary much sir

    for this useful information

    Like

  3. adorable! Analysis: Experts Weigh In on [Current Affair] 2025 thrilling

    Like

Leave a reply to Anonymous Cancel reply

Trending