આપણે ખેંચ આવતી વ્યક્તિને ઘણીવાર જોઈ હશે. હવે તે ખેંચ બે પ્રકારની હોય. એકમાં તેના મગજની અંદર ઈલેક્ટ્રિકલ્સ ડિસ્ચાર્જ વધી જાય જેના કારણે ખેંચ આવે જેને આપણે અંગ્રેજીમાં epilepsy કહીએ. ગુજરાતીમાં વઈ આવે છે તેમ કહેવાય. બીજી માનસિક રોગના કારણે ખેંચ આવે. માનસિક રોગના કારણે જે ખેંચ આવે તેને આપણે હિસ્ટેરીયા કહીએ છીએ. તો આ બંને વચ્ચે શું ફરક છે? હિસ્ટેરીયા અને હિસ્ટેરીકલ પર્સનાલિટી એટલે શું? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
હિસ્ટેરીયા તથા હિસ્ટેરિકલ પર્સનાલિટી એટલે શું?
ડોક્ટરોની વ્યાખ્યા પ્રમાણે આ એક માનસિક રોગ છે. જેમાં મગજમાં કોઈ પણ જાતનું નુકસાન ન હોય પરંતુ મગજના થોડા ઘણા ભાગમાં તેની કાર્યપદ્ધતિમાં ફેરફાર થાય. આમાં વ્યક્તિ પોતાના ઈમોશન એટલે કે ભાવના ઉપર કંટ્રોલ ન રાખી શકે. પરંતુ વધુ પડતો ઈમોશનલ થઈ જાય. વધુ પડતો ડરે. વ્યક્તિ તર્કસંગત ન હોય તેવી વાતો કરે અથવા તો વર્તન કરે. કોઈવાર વધુ પડતું હસે અથવા તો વધુ પડતું રડે. બધાનું ધ્યાન પોતાના ઉપર રહે તે માટે નાટકીય રીતે વર્તે. તે વધુ પડતી કમ્પ્લેન કર્યા કરે. વારંવાર હોસ્પિટલમાં દાખલ પણ થઈ જાય અને ખેંચ પણ લાવે.
Histrionic શબ્દ નો મતલબ નાટકીય થાય. અહીં વ્યક્તિ પોતાની જાતને નાટકીય રીતે રજૂ કરે. તેનું સ્વાભિમાન બીજાઓની સ્વીકૃતી પર આધીન હોય. એ પોતાનું મૂલ્ય પોતાની જાતે ન કરતા બીજા લોકો તેનું મૂલ્ય કરે તેવું ઈચ્છે. બીજા લોકો તેને નોટિસ કરે તેવી તેની તીવ્ર ઈચ્છા હોય. બીજા લોકોનું એટેન્શન પોતાની તરફ મેળવવા માટે તે નાટકીય રીતે વર્તે. તે કપડાં પણ એકદમ ભપકાદાર પહેરે.
આ રોગ અધૂરી રહી ગયેલી કામેચ્છા ના કારણે પણ થાય. તેથી તેનું નામ પહેલા હિસ્ટેરીયા હતું. તેનો સીધો સંબંધ ગર્ભાશય જોડે હતો. અત્યારે ડોક્ટરો હિસ્ટેરીયા શબ્દ ન વાપરતા તેનું નવું નામ નીચે મુજબ છે.
Functional neurologic disorder અથવા conversion disorder. એનો મતલબ બ્રેઈન માં કોઈ પ્રોબ્લેમ ન હોય પરંતુ બ્રેઇનની કાર્ય પ્રણાલીમાં પ્રોબ્લેમ હોય.
ancient Egyptians first described the condition as “spontaneous uterus movement.”1 It was also known as “wandering uterus.” To treat it, Egyptians placed bad-smelling or other scented substances near the woman’s vulva or face.
Some of the hysteria symptoms that he named included: “a swollen abdomen, suffocating angina [chest pain] or dyspnea [shortness of breath], dysphagia [difficulty swallowing], […] cold extremities, tears and laughter, oscitation [yawning], pandiculation [stretching and yawning], delirium, a close and driving pulse, and abundant and clear urine.”
હિસ્ટેરીકલ પર્સનાલિટી વાળા વ્યક્તિમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે.
તે દરેક ઉત્સવ કે પ્રસંગમાં પોતાની જાતને સેન્ટરમાં રાખવા પ્રયત્ન કરે. લોકો તેની ખાસ નોંધ લે તેવો પૂરેપૂરો પ્રયત્ન કરે. તેના ઈમોશન એકદમ સીસરા હોય અને વારંવાર બદલાયા કરે. ઘણીવાર એટલું બધું નાટકીય રીતે ઈમોશનલ થઈ જાય કે આજુબાજુ વાળાને પણ તકલીફ પડે.
પોતાના દેખાવ પ્રત્યે વધુ પડતો સભાન હોય. બીજા લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટે તે કલરફુલ તથા સેક્સી કપડાં પહેરે. પોતાનો દેખાવ બરોબર ન હોય તો પણ તે પોતે વધુ સેક્સી છે તેવું બતાવવા પ્રયત્ન કરે. ગમે ત્યારે કોઈના પણ પ્રેમમાં પડી જાય. તે પોતાનો મત સ્ટ્રોંગલી રજૂ કરે પરંતુ તે તથ્યો આધારીત ન હોય. જો કોઈ વ્યક્તિ થોડા પણ તેના વખાણ કરે તો તે તેનાથી ઇમ્પ્રેસ થઈ જાય. પોતાની જાતને પણ સોપતા અચકાય નહીં. કોઈપણ વ્યક્તિ જોડે પોતાના સંબંધો એકદમ ઘાટ છે તેવું બતાવવા પ્રયત્ન કરે વાસ્તવમાં તેવું હોય નહીં. તેની લાગણીને તરત સંતોષી શકે તેવા વ્યક્તિઓ જોઈએ. તેવું ના થાય ત્યારે તે એકદમ કંટાળો તથા નિરાશા નો અનુભવ કરે. પોતાની જાતને હંમેશા બીમાર રાખવા માટે પ્રયત્ન કરે. શરીરમાં રોગ ના હોય તો પણ અલગ અલગ જગ્યાએ દુઃખે છે તેવું બતાવ્યા કરે અથવા તો મલ્ટીપલ કમ્પ્લેન કર્યા કરે જેથી કરીને આજુબાજુવાળા તેમના સંબંધી કે ફેમિલીનું ધ્યાન તેના ઉપર રહે.
કોઈ કોઈ વાર તો હાર્ટ એટેક ના આવ્યો હોય તો પણ હાર્ટ એટેક ના લક્ષણો લઈને દવાખાને દાખલ થઈ જાય. તેને ડોક્ટરો પેનિક એટેક કહે છે.
હિસ્ટેરીયાના કારણો.
ચોક્કસ કારણ કોઈ જાણી શકાયું નથી. મોટાભાગે આ રોગ સ્ત્રીઓમાં જોવા મળે 18 થી 20 વર્ષની ઉંમરે લગભગ શરૂ થાય. પુરુષોમાં ભાગ્યે જ આ રોગ જોવા મળે.
પરંતુ જીનેટીક કારણ હોઈ શકે ફેમિલીમાં જેની પર્સનાલિટી હિસ્ટેરીકલ હોય તો તેમના બાળકોમાં પણ તે પર્સનાલિટી આવવાની શક્યતા રહે.
બાળપણમાં તેના ઉપર કોઈએ અભદ્ર વ્યવહાર થયો હોય તો અથવા તો તેનું બાળપણ બરોબર વીત્યુ ના હોય. બાળપણમાં તેને પ્રેમ કે સંભાળ બરોબર મળી ન હોય તો આવું થવાની શક્યતા વધી જાય.
સારવાર શું કરી શકાય.
આની અત્યારે હાલ કોઈ સારવાર નથી પરંતુ તેની અંદર સાયકો થેરાપી એટલે કે વાતચીત દ્વારા કે હિપનો થેરાપી દ્વારા સારવાર કરી શકાય. જે લોકોને આની જોડે એન્જોયટી અથવા ડિપ્રેશન હોય તો એન્જોયટી અથવા ડિપ્રેશનની દવાઓ આપવાથી ફાયદો થાય. હિસ્ટેરીકલ ખેંચ આવે તો ડોક્ટર તેને Diazepam કે lorazepamનું ઇન્જેક્શન આપે. તેને શાંત કરે પછી તેની જોડે શાંતિથી વાતચીત કરે.
સાયકો થેરાપીમાં અલગ અલગ સાયકો થેરાપી આપવા માટે ડોક્ટરો પ્રયત્ન કરે. ખાસ કરીને તેના વિચારો ઉપર, તેની લાગણીઓ ઉપર, તેની ભાવના ઉપર, તેના વ્યવહાર ઉપર કામ કરવામાં આવે અને તેની અંદર સુધાર કરીને તે સમાજની અંદર સારી રીતના રહી શકે તેવો પ્રયત્ન કરવામાં આવે.
સાચી ખેંચ એટલે કે epilepsy અને હિસ્ટેરીયા વચ્ચે શું ફરક?
સાચી ખેંચનો મતલબ કે મગજ માંથી નીકળતા ઇલેક્ટ્રિકલ્સ ઇમ્પલ્સમાં વધારો થવાના કારણે તે ખેંચ આવે. તેમાં વ્યક્તિ કોઈ પણ જગ્યાએ પડી જાય. આગમાં પણ પડી શકે. અથવા તો રસ્તામાં જતા પણ પડી શકે. તેમ જ તેને વાગવાની શક્યતા પણ રહે. તેના બંને દાંત વચ્ચે જીભ આવી જાય તો જીભ કચડાઈ જવાની સંભાવના પણ રહે. કોઈ વખત તે વ્યક્તિ ઉલટી કરે તો તેના શ્વાસ નળીમાં જવાની શક્યતા પણ રહે. તેમાં વ્યક્તિ તદ્દન બેભાન અવસ્થામાં હોય. બહાર આવ્યા પછી તેને ખબર ન હોય કે મને ખેંચ આવી હતી. ખેંચ આવ્યા પછી તે અર્ધ બેભાન અવસ્થામાં હોય. કોઈ તીવ્ર વાસવાળી વસ્તુ સૂંઘાડવાથી આ ખેચમાં ફાયદો ન થાય. આ વ્યક્તિમાં ખેંચ આવતી હોય ત્યારે કોઈપણ વ્યક્તિએ તેને પાણી કે કોઈપણ દવા પાવી નહીં. ખેંચ પતી ગયા પછી તેને કોઈપણ એક પડખે સુવાડી દેવો. મોઢામાં કોઈપણ પાણી કે ઉલટી થઈ હોય તો સાફ કરી દેવી. વારંવાર ખેંચ આવે તો ડોક્ટરને જાણ કરવી અથવા એમ્બ્યુલન્સને બોલાવવી. આ ખેચમાં ચમચી ભરાવીને દાંત ખોલવા પ્રયત્ન કરવો નહીં અથવા તમારે આંગળી ભરાવવી નહીં. નહિતર તમારી આંગળી પણ કપાઈ જવાની શક્યતા રહે.આ ખેચમાં દર્દી નું માથું તથા હાથ પગ સીધા કરવા પ્રયત્ન કરવો નહીં. ખેંચ બંધ થઈ જાય દર્દી ઓટોમેટીક હાથ પગ સીધા કરી દેશે.પછી દર્દીને કોઈ એક પડખે સલામત જગ્યાએ સુવાડી દેવો તેના કપડાં ઢીલા કરી દેવા.
જ્યારે માનસિક ખેંચની અંદર જેને આપણે હિસ્ટેરીયા કહીએ છીએ તેમાં મગજ ની અંદર કોઈ નુકસાન ન હોય પરંતુ મગજના અમુક ભાગની અંદર વૈચારિક ફેરફાર થાય તેના કારણે વ્યક્તિને ખેંચ આવે. તેના આંખના ડોળા એક બાજુ ફિક્સ થઈ ગયા હોય. તેના શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ હોય. તેના હૃદયની ગતિ વધી ગઈ હોય. તેનું મોઢું ફરી ગયું હોય. આ ખેચ ગમે તેટલી વાર આવે તો પણ વ્યક્તિ પોતાની જાતને નુકસાન ન કરે. તેને કોઈક તીવ્ર વાસવાળી વસ્તુ સુંઘાડવામાં આવે દાખલા તરીકે સ્પીરીટ અથવા તો ડુંગળી કે જૂત્તું સુંગાડવામાં આવે અથવા તેના કાને ચૂંટલી ભરવામાં આવે તો તરત તે જાગી જાય અને નોર્મલ થઈ જવા પ્રયત્ન કરે. શક્ય હોય ત્યાં સુધી spirit નાકમાં ન જાય તેનું ધ્યાન રાખવું કારણ કે તેનાથી દર્દીને નાકની અંદર ખૂબ જ બળતરા બળે. આ રોગમાં દર્દીના સગા વહાલા જેટલું તેને પંપાળે તેટલું તે વધે. સગા વહાલા ની હાજરીમાં તેમનું ધ્યાન ખેંચવા માટે તે વધારે ખેંચ લાવે. તેથી વધારે સગા વાલા એ ભેગું થવું નહીં. તેની જોડે સમજદારી પૂર્વક, પ્રેમપૂર્વક તથા સહાનુભૂતિપૂર્વક વહેવાર કરવો. દર્દી આવું કેમ કરે છે તે દર્દીને પણ ખબર હોતી નથી. તેથી દર્દી બેકાટ કરે છે તેવું માનવું નહીં.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોકકલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
સુવિચાર: પર્સનાલિટી એટલે બાહ્ય દેખાવ. ચારિત્ર એટલે અંદરનો દેખાવ. લોકોની ગેરહાજરીમાં તમે તમારી જાત જોડે કેવી રીતના વર્તન કરો છો તેનાથી તમારું ચારિત્ર એટલે કે તમારું કેરેક્ટર નક્કી થાય.
કોઈપણ માનસિક રોગનું દર્દી પોતાની જાતે પોતાનું દર્દ ઊભું કરતું નથી પરંતુ તેવું તેને થાય છે. તો તેની જોડે સહાનુંભૂતીપૂર્વક વહેવાર કરવો તેને શક્ય હોય તેટલી મદદ કરવી. માનસિક રોગ ના દર્દમાં ભૂત ભુવાડા ન કરતા માનસિક રોગના ડોક્ટરને બતાવવું.
મારું કામ આપણી આજુબાજુ જોવા મળતા કોમન રોગો વિશે તમને માહિતગાર કરવાનો છે અને તેની પાછળના સાયન્સને સમજવાનો છે. તો આ બધા લેખ વધુને વધુ લોકોને ફોરવર્ડ કરવા વિનંતી છે. હું મારો ટાઈમ વેસ્ટ ન કરતા ઇન્વેસ્ટ કરું છું જેથી કરીને સમાજને પણ ફાયદો થાય.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a reply to spirosrumble Cancel reply