આજકાલ વિટામિન B12 વિશે ઘણી બધી ચર્ચાઓ ચાલે છે. તે લેવું જોઈએ કે ના લેવું જોઈએ? ના લઈએ તો શું થાય? વિટામીન B12 શેમાંથી મળે? વગેરે ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
વિટામીન B12 એટલે શું?
વિટામીન B12 B વિટામીન ની કેટેગરીમાં આવે. તે વોટર સોલ્યુબલ વિટામિન છે. પાણીમાં નાખતા ઓગળી જાય. B12 નું બીજું નામ છે cobalamin. આ વિટામીન આપણું શરીર બનાવતું નથી એ વિટામિન આપણે બહારથી મેળવવું પડે. તે મોટાભાગે માંસાહારી ખોરાકમાંથી મળે. જેવા કે માંસ, મચ્છી, ઈંડા, દૂધ તથા દૂધની બનાવટોમાંથી મળે. શાકાહારી ખોરાકમાં વિટામીન બી12 બહુ જ ઓછી માત્રામાં હોય અથવા ન હોય. જેના કારણે જે લોકો નોનવેજ નથી ખાતા તે લોકોને B 12 ની ઉણપ થવાની શક્યતા વધારે રહે છે. વેજિટેરિયન લોકોને દૂધમાંથી વિટામીન બી12 મળી રહે. આપણી વિટામીન બી12 ની ડેઇલી રિક્વાયરમેન્ટ 1.5 માઇક્રોગ્રામ છે.
250ml દૂધ ની અંદર 1 માઈક્રોગ્રામ મળે જો. તમે 250 થી 500 એમએલ દૂધ રોજ લેતા હોવ તો તમારી બી12 ની રિક્વાયરમેન્ટ પૂરી થઈ જાય. પરંતુ આપણે એટલું રોજ દૂધ લેતા નથી.
બી12 ઓછું હોય તો આપણા શરીર ઉપર કઈ કઈ અસરો થાય?
- યાદશક્તિ ઓછી થઈ જાય. કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય તથા કન્ફ્યુઝન નો અનુભવ થાય. તમને વારંવાર થાક લાગે. ડિપ્રેશન નો અનુભવ થાય. હાથ પગની અંદર નાની નાની સોય ભોંકાતી હોય તેવું લાગે. મોઢામાં વારંવાર ચાંદા પડે.
- આંખની પાછળની ચેતા(optic nerve)ને નુકસાન થાય દેખવામાં તકલીફ પડે.
- વિટામીન બી12 ઓછું હોય તો જીભ લાલ થઈ જાય અને મોઢામાં ચાંદા પડે. બી12 ની સાથે ફોલિક એસિડ પણ ઓછું હોય તો વધારે ચાંદા પડે. તમારા હાથના નખ ખરબચડા થઈ જાય. વાદળી કલરના થઈ જાય. તમારા માથાના વાળ ગળવા માંડે.
- લોહીની ટકાવારી ઓછી થઈ જાય. આપણા શરીરમાં રક્ત કણો બનવા માટે બી12 અને ફોલીક એસિડ પર્યાપ્ત માત્રામાં હોવા જરૂરી છે. બી 12 ઓછું હોય તો રક્તકણો બરોબર બને નહીં અથવા મોટી સાઈઝ ના બને તેથી હિમોગ્લોબિન ઓછું થઈ જાય. તેથી ઓક્સિજનનું વહન બરોબર થાય નહીં તેથી થાક લાગે.
- લોહીની ટકાવારી ઓછી થવાના કારણે હૃદયને પણ ઓક્સિજન ઓછો મળે તેથી હૃદય પણ થાકે. હૃદયના ધબકારા વધી જાય.
- બી12 તથા ફોલિક એસિડ ઓછું હોય તો આપણી ચેતાઓને નુકસાન થાય. તમારા હાથ પગ ની અંદર સોય ભોંકાતી હોય તેવું લાગે અથવા તો કીડીઓ કરડતી હોય તેવું લાગે. જો તેની લાંબો ટાઈમ સંભાળ રાખવામાં ન આવે તો હાથ પગ શુન થઈ જાય. બી12 ની કમી ના કારણે ચેતાઓ ઉપરનું ઇન્સ્યુલેશન જતું રહે. જો આ કમીને પૂરી ન કરવામાં આવે તો કાયમી ધોરણે પણ નુકસાન થઈ શકે.
- વિટામીન બી12 ની કમીને કારણે વ્યંધત્વની બીમારી આવે.
- પ્રેગ્નન્સી દરમિયાન વિટામીન બી 12 તથા ફોલિક એસિડ ઓછું હોય તો કસુવાવડ થવાની શક્યતા વધી જાય. બાળક ખોડ ખાપણ વાળું આવે. ઘણીવાર કમળના મણકા નો ભાગ ન હોય (spina bifida) અથવા તો મગજની ખોપડી કે મગજનો વિકાસ ન થાય (anencaphaly).. તેને અંગ્રેજીમાં નીરોલોજીકલ ડિફેક્ટ કહેવાય.
- વિટામીન બી12 ઓછું હોય તો સેક્સ પાવર ઘટે તેથી વિટામીન બી12 નો ઉપયોગ સેક્સ પાવર વધારવા માટે પણ થાય છે.
વિટામીન બી12ઓછું થવાના કારણો.
- તમે જે ખોરાક લો છો તેમાં બી12 પર્યાપ્ત માત્રામાં ન હોય તો વિટામીન બી12 ઓછું થઈ જાય. વિટામીન બી12 હંમેશા નોન વેજીટેરિયન સોર્સ માંથી મળે.
વિટામીન બી12 માંસ, મચ્છી, ઈંડા તથા દૂધ અને દૂધની બનાવટોમાંથી મળે.
જે લોકો શુદ્ધ શાકાહારી હોય જે લોકો દૂધ પણ ન પીતા હોય તેમને વિટામીન બી12 ઓછું થવાની શક્યતા વધી જાય જેથી તેમને વિટામીન બીટ12 ની ગોળી લેવી આવશ્યક છે. - અમુક લોકોને તેમના જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઓછો નીકળતો હોય તથા બીજું એક ઇન્ટ્રેન્સિક ફેક્ટર ઓછું નીકળતું હોય તો તેમને બી12 ની ઉણપ થવાની શક્યતા વધી જાય. હાઇડ્રોક્લોરિક એસિડ તથા intrinsic factor (IF)તે બંને વિટામિન b12 ના શોષણ માટે જવાબદાર છે. હાઇડ્રોક્લોરિક એસિડ તે ખોરાકમાં પ્રોટીન જોડે જોડાયેલા વિટામીન બી12 ને જુદુ પાડવામાં મદદ કરે. જ્યારે ઇન્ટ્રિનસિંગ ફેક્ટર તે જુદુ પાડેલા વિટામીન બી12 ને આંતરડા દ્વારા શોષવામાં મદદ કરે. જો તમારા જઠરના પરાઈટલ સેલ ઉપર ઉંમર સાથે તથા અન્ય કોઈ કારણોથી નુકસાન પહોંચે તો હાઇડ્રોક્લોરિક એસિડ તથા ઈન્ટ્રીસિંગ ફેક્ટર બરોબર નીકળે નહીં તેથી વિટામીન b12 ની ઉણપ થવાની શક્યતા વધી જાય જેના કારણે તમારી લોહીની ટકાવારી પણ ઘટી જાય. જેને અંગ્રેજીમાં pernicious anaemia કહેવાય.
- ત્રીજું તમારા જઠર ઉપર કે આંતરડા ઉપર કોઈ સર્જરી હોય અને તે ભાગ કાઢી નાખ્યો હોય તો પણ વિટામીન બીટ12 ની કમી થવાની શક્યતા વધી જાય. જે લોકોને આંતરડાનો રોગ હોય તે લોકોને પણ બી12 ઓછું થવાની શક્યતા વધી જાય.
- ઉંમર સાથે તમારા જઠરમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ ઓછો નીકળે તથા તમે એસિડિટી ઓછી કરવા માટેની ગોળી લેતા હોવ તો પણ તમારી બી12 ની કમી થવાની શક્યતા વધી જાય.
બી12 નું નોર્મલ લેવલ કેટલું હોવું જોઈએ?
160 થી 950 Picogram per ml વચ્ચે હોવું જોઈએ.
160 થી નીચે હોય તો ઓછું કહેવાય.
બીટવેલ ઓછું હોય તો તેની સારવાર કેવી રીતના કરવી.
જે લોકોના ખોરાકમાં બી 12 ઓછું હોય તો તેમને બી12 સપલમેન્ટ વાળો ખોરાક આપવો પડે. જે લોકો વેજીટેરિયન છે તે લોકોએ દૂધ વધારે પીવું જોઈએ. જે લોકોના આંતરડામાં વિટામીન બી12 બરોબર સોસાય છે તે વિટામીન બી12 ની ગોળી લઈ શકે. વિટામીન બી12 ની ગોળી ચોકલેટ કે આઈસ્ક્રીમ જેવી આવે. મોઢામાં મમરાવવાની હોય. તે 750 માઇક્રોગ્રામ થી 1500 માઇક્રોગ્રામ સુધીની આવે. જે તમને મેડિકલ સ્ટોરમાંથી કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી મળી શકે. જે લોકોના આંતરડામાં વિટામીન બી12 સોષાઈ શકતું નથી તે લોકોને વિટામીન બી12 ના ઇન્જેક્શન લેવા પડે.
શરૂઆતમાં ઇન્જેક્શન લેવા સારા તમારું વિટામીન બી12 નું લેવલ બરોબર થઈ ગયા પછી તમે ગોળી લઈ શકો છો. જે લોકો વેજીટેરિયન હોય છે તેમના બ્લડની અંદર વિટામીન બી12 ઓછું જ હોય છે તેથી તેમને રોજ એક નિયમિત ગોળી લઈ લેવી સારી જેના કારણે બી12ની કમીને કારણે થતા નુકસાનથી બચી શકાય. બી 12 ની ઉણપની શક્યતા ઓછી રહે તે માટે બી12 નો સ્ટોરેજ આપણા લીવરની અંદર થાય અને તે લાંબો ટાઈમ ચાલી શકે તેવી વ્યવસ્થા ભગવાને કરી છે. લીવર 2000 થી 4,000 માઇક્રોગ્રામ વિટામીન b12 સ્ટોર કરી શકે. જો તમે સાવ વિટામીન બી12 ન લો તો પણ તેની ઉણપ થતા ત્રણથી પાંચ વર્ષ લાગે. જે લોકો નોન વેજીટેરિયન છે તે લોકોને વિટામિન બી 12 તેમના ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે તેમને બહારથી લેવાની જરૂર ન પડે.
What is intrinsic factor?
A special protein, called intrinsic factor (IF), binds vitamin B12 so that it can be absorbed in the intestines. This protein is released by cells in the stomach. When the stomach does not make enough intrinsic factor, the intestine cannot properly absorb vitamin B12.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
પ્રશંસા થી મોટું કોઈ વિટામિન નથી. પ્રશંસા થી વગર વિટામીને માણસની અંદર શક્તિનો સંચાર થાય.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a reply to Anonymous Cancel reply