રોજ સવારે ઊઠીને તથા દિવસમાં આપણે બે ત્રણ વાર ચા શા માટે પીએ છીએ? ચા પીવાથી શું ફાયદા થાય? ગ્રીન ટી અને બ્લેક ટી વચ્ચે શું ફરક? ચા ની અંદર દૂધ અને ખાંડ નાખીને પીવાય કે ન પીવાય? વગેરે ઉપર વિચાર કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. ચા પીવા પાછળના સાયન્સનો પણ આ લેખમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌપ્રથમ આપણે ગ્રીન ટી એટલે શું અને બ્લેક ટી એટલે શું તે વચ્ચેનો તફાવત જાણી લઈએ.
ગ્રીન ટી અને બ્લેક ટી બંને ચા જ છે. બંનેમાં લગભગ સરખા જ ફાયદા થાય. ગ્રીન ટી માં થોડા વધારે એન્ટિઓક્સિડન્ટ હોય.પરંતુ તે ઓછી સ્ટ્રોંગ હોય.બંનેના કલર અને બનાવવાની પ્રોસેસમાં થોડો ફરક છે. બ્લેક ટી ને ખુલ્લી હવા માં અથવા કેમિકલથી ઓક્સીડાઇઝ કરવામાં આવે. તેથી તે બ્રાઉન કલરની હોય.
ચા આપણે શા માટે પીએ છીએ?
જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે થોડી સુસ્તી જેવું લાગે અથવા તો લાંબો ટાઈમ કામ કરીએ ત્યારે થાક પણ લાગે, આળસ આવે, બગાસા આવે, ઊંઘ આવે, concentration ઓછું થાય ત્યારે તાજગી મેળવવા આપણે ચા પીએ છીએ.
ચા માં એવા કયા તત્વો હોય જે તમને તાજગીનો અનુભવ કરાવે.
આપણી ચા કે કોફી માં ચાર તત્વો ખાસ હોય જે તમને તાજગીનો અનુભવ કરાવે.
- Caffeine
- Theophylline
- Theobromine
- L-theanine
ઉપરના ચારેય તત્વોમાં સૌથી મહત્વનું તત્વ છે તે કેફિન. તે તમને તાજગીનો અનુભવ કરાવે. ચા કરતા કોફી માં કેફીન ની માત્રા વધારે હોય. કોફી પીવાથી ઝડપથી તથા વધારે તાજગી મળે.
જ્યારે આપણે એકધાર્યું કોઈપણ કામ કરીએ ત્યારે આપણને કંટાળો આવે, બગાસા આવે, ઊંઘ આવે,એકાગ્રતા ઓછી થઈ જાય, થાક લાગે. આપણને થાક અને બગાસા એટલા માટે હવે કે જ્યારે આપણે લાંબો ટાઈમ કામ કરીએ ત્યારે આપણા શરીરમાં એક કેમિકલ વધી જાય જેનું નામ adenosine છે. કેફીન આ adenosine ના લેવલને ઘટાડે અને તમને તાજગીનો અનુભવ કરાવે.
Theophylline અને Theobromine તમારી શ્વાસનરી ને રિલેક્સ કરે. તમે વધુ સારી રીતના શ્વાસ લઈ શકો. તમારા હૃદય ને મજબૂત કરે તેથી તમારા શરીરનું સર્ક્યુલેશન વધે. ચા પીધ્યા પછી અમુક લોકોને વધારે પેશાબ કરવા જવું પડે તે Theobromine નામના તત્વના કારણે થાય. કોકો બિન માં ઉપરના બંને તત્વો વધારે પ્રમાણમાં હોય. કેફિનનું મેટાબોલિઝમ થાય ત્યારે પણ ઉપરના બે તત્વો છૂટા પડે.
L-theanine નામનું તત્વ તમારા બ્રેઇનમાં આલ્ફા વેવ પેદા કરે. તે તમને રિલેક્સ કરવામાં મદદ કરે. આ તત્વ આપણા મગજની અંદર ડોપામીન અને સેરોટોનીન ના લેવલ ને વધારે તેથી તમને આનંદનો અનુભવ થાય અને તે તમારા મૂડમાં વધારો કરે.
ચા કે કોફી પીવાના ફાયદા.
ચા કે કોફી તમને તાજગીનો અનુભવ તો કરાવે તે ઉપરાંત તે શરીરના અન્ય ભાગો ઉપર પણ સારી અસર કરે. તેની અંદર એન્ટિઓક્સિડન્ટ હોય તે તમારા બ્લડ પ્રેશરને ઘટાડે, તે તમારી નળી ને સાંકળી થતા અટકાવે, તે તમારા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે, તમારા હૃદયને મજબૂત કરે, તમારી ખરાબ ચરબીને ઘટાડે, તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે, કેન્સર થતું અટકાવે.
ગ્રીન ટી અને બ્લેક ટી માં કયા એન્ટિઓક્સિડન્ટ હોય?
આપણા શરીરની મેટાબોલિક પ્રક્રિયા દરમિયાન આપણા શરીરની અંદર ખરાબ તત્વો એટલે કે ફ્રી રેડીકલ પેદા થાય. તે આપણા શરીરને નુકસાન કરે. તો તે તત્વોને ન્યુટ્રીલાઈઝ કરવાનું કામ એન્ટિઓક્સિડન્ટ કરે. ગ્રીન ટી અને બ્લેક ટી માં વધારે પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ હોય. તે કયા કયા હોય તે નીચે પેરેગ્રાફમાં આપ્યા છે.
Green tea is an excellent source of the potent antioxidant epigallocatechin-3-gallate (EGCG).
Though green tea contains other polyphenols, such as catechin and gallic acid, EGCG is considered to be the most powerful and likely responsible for many of green tea’s health benefits
Green and black teas are rich in plant compounds called flavonoids. These compounds act as antioxidants to help fight underlying cell damage caused by reactive molecules known as free radicals.Specifically, green teas are rich in flavonoids called catechins, while black teas have high amounts of theaflavins
ગ્રીન ટી અને બ્લેક ટી માં કેફીનનું નું પ્રમાણ કેટલું હોય?
Green tea contains less caffeine than black tea — about 35 mg per 8-ounce (230-ml) cup, compared with 39–109 mg for the same serving of black tea.
શું ચાને દૂધ સાથે મિશ્રિત કરવાથી નુકસાન થાય કે ફાયદો થાય?
અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે ચા ની અંદર દૂધ મિશ્રિત કરવાથી એવું કોઈ મોટું નુકસાન થતું નથી અને આટલા બધા વર્ષોના આપણા અનુભવો પણ સારા જ છે. અમુક રિસર્ચનું એવું કહેવું છે કે ચા ની અંદર દૂધ મિશ્રિત કરવાથી ચા ની અંદર રહેલા એન્ટિઓક્સિડન્ટની અસર થોડી ઓછી થાય છે. પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ પુરવાર થઈ શકતું નથી. ચા ની અંદર દૂધ નાખવાથી તેની પોષણ વેલ્યુ વધે.
ચા ની અંદર ખાંડ નાખવાથી શું નુકસાન થાય?
ચા ની અંદર ખાંડ નાખવાથી ચા ને કંઈ નુકસાન ન થાય. પરંતુ તમારું વજન વધે. ના જરૂરની કેલેરી તમારી અંદર જાય. કારણકે ખાંડની કોઈ પોષણ વેલ્યુ હોતી નથી. તે માત્ર કેલરી વધારે. સવારે આપણે ચા નાસ્તો કરીએ છીએ ત્યારે તાજગીની સાથે આપણને કેલરી પણ જોઈએ છે. એટલા માટે ચામાં આપણે ખાંડ નાખીએ છીએ. બાકી તમારે એકલા ચા ના જ ફાયદા જોવતા હોય તો એકલી ચા જ પીવી જોઈએ. તેમાં દૂધ કે ખાંડ નાખવી ના જોઈએ. ફોરેનમાં એકલી ચા કે કોફી પીવે છે.
જમ્યા પછી તરત ચા પીવાથી શું નુકસાન થાય?
જમ્યા પછી તરત ચા પીવાથી તમારા ખોરાકમાંથી પ્રોટીન અને લોહ તત્વનું શોષણ ઘટે. કારણકે ચા ની અંદર tannic acid નામનું તત્વ હોય તે લોહ તત્વ તથા પ્રોટીન ના શોષણને ઘટાડે. જે લોકોને એસીડીટી વધારે રહેતી હોય તે લોકોએ ચા વધારે પીવી જોઈએ નહીં. કારણ કે ચા એસિડિક છે. ચા પીવાનું વ્યસન થવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે તેમાં જે કંઈ તત્વો છે તે માઈલ્ડ ટાઈપ ના હોય છે. તેથી તેની ચિંતા કરવાની જરૂર નથી. ચા આપણું સામાજિક પીણું પણ છે. આપણે મહેમાનનોનું સ્વાગત ચાથી કરીએ છીએ
આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વધુ ને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
સુવિચાર: કોઈપણ તણાવ ભરી સ્થિતિ માંથી બહાર નીકળવા માટે વ્યસનનો સહારો લેવો તે પર્મનેન્ટ ઈલાજ નથી. કોઈપણ તણાવને દૂર કરવા માટે તમારા વિચારોની ગતિને ઓછી કરો. યોગ મેડીટેશન કે એક્સરસાઇઝ કરો. મગજ બહુ વાપરો નહીં. મગજની જગ્યાએ હૃદય વધારે વાપરો.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment