હું ડોક્ટર ચીમનભાઈ પટેલ વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ છું. લેખ લખવા તે મારો શોખ છે. આરોગ્ય, આધ્યાત્મ અને મન એ મારા પ્રિય વિષયો રહ્યા છે. મેં મારા ડોકટરના વ્યવસાય દરમિયાન અનુભવ્યું છે કે મોટાભાગના ડોક્ટર રોગની સારવાર કરતા હોય છે. પરંતુ રોગ શાના કારણે થાય છે તેના ઉપર બહુ ઓછું ધ્યાન આપતા હોય છે. આટલા સારા ડોક્ટરો તથા સારી દવાઓ હોવા છતાં આપણે રોગોને કંટ્રોલ કેમ નથી શકતા? તેના ઉપર મનન ચિંતન કરતા મને વિચાર આવ્યો કે રોગની સારવાર કરવા કરતા રોગોને આવતા અટકાવવા તે વધારે ડહાપણ ભર્યું કામ છે. તે વિચારથી પ્રેરિત થઈને વેલનેસ ઓવર ઈલનેસ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. તેના માટે મેં યોગ અને આયુર્વેદિકનો પણ અભ્યાસ કર્યો. તેને જીવનમાં ઉતારવા પ્રયત્ન કર્યો. મને તેમાં સારા પરિણામો મળ્યા. આ ઉપરાંત મેં સામાજિક જીવન ઉપર પણ સારા એવા લેખ લખ્યા છે. લોકો સ્વસ્થ રહે, નિરોગી રહે, ખુશ રહે તેના માટે મે હંમેશા સતત પ્રયાસ કર્યો છે.

Trending