મોટાભાગના ઘરોમાં તથા ઓફિસમાં તથા બગીચામાં મચ્છરોનો ત્રાસ વધારે હોય છે અને ચોમાસામાં તે ત્રાસ વધી જાય છે. તો આ મચ્છરોના ત્રાસથી બચવા માટે ઘરેલુ ઉપચાર કયા કયા છે. તેના ઉપર મનન ચિંતન કરતાં આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

મચ્છર આપણને કરડે શા માટે? 

મચ્છર ને લોહી પીવા જોઈએ. એ તેનો ખોરાક છે. ખાસ કરીને ફીમેલ મચ્છર આપણને કરડે જ્યારે તે પ્રેગ્નેન્ટ હોય ત્યારે તેને પ્રોટીન્સ અને લોહતત્વોની જરૂર હોય ત્યારે તે આપણું લોહી વધારે પીવે. આપણા શ્વાસમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ, આપણી ચામડીમાંથી નીકળતો પરસેવો તથા ચામડીમાંથી નીકળતી સુગંધ તથા શરીરની ગરમીને તે મચ્છર જલ્દી પારખી લેશે. તેને ભગવાને સૂંઘવાની શક્તિ તથા દૂરથી સુગંધ પારખી શકે તે માટે એન્ટેના આપ્યો છે તેથી તેને ખબર પડી જાય કે મારો ખોરાક કઈ જગ્યાએ છે. તે એન્ટેના ઉપર સેન્સર ગોઠવેલા હોય છે તેથી તે મનુષ્ય તરફ આકર્ષાય છે અને પોતાનો ખોરાક ગોતવા પ્રયત્ન કરે. મચ્છર પહેલા તમારી ચામડી પર બેસે પછી તે ચામડીમાંથી લોહી ચૂસે.

નેચરલ કે સિન્થેટિક મોસ્કીટો રિપેલેન્ટ કેવી રીતના કામ કરે?

મોસ્કીટો રીપેરન્ટ નું કામ મચ્છરને દૂર રાખવાનું છે. આ રિપેલેન્ટ મોટાભાગે તીવ્ર ગંદ વાળા હોય તેથી તે મચ્છરને કન્ફ્યુઝ કરી નાખે તેથી તે તમારી જોડે ન આવે. રિપલન્ટની તીવ્ર ગંધ ના કારણે તે તમારા શરીરની ગંધને પારખવામાં થાપ ખાઈ જાય. ઇન્સેક્ટિસાઇડ અને રિપલન્ટ વચ્ચે ફરક. ઇન્સેક્ટિસાઇડ મચ્છર ને મારી નાખે રિપેલેન્ટ મચ્છર ને દૂર રાખે.

🔬 Mechanism of Mosquito Repellents:

1. They confuse or block mosquito sensors:

  • Repellents contain chemicals like DEET, Picaridin, or natural ingredients like citronella, neem oil, or lemongrass oil.
  • These chemicals interfere with the mosquito’s ability to detect human scent, especially CO₂ and sweat odor.

2. They create a protective barrier on the skin:

  • When applied to the skin, the repellent forms a layer that deters mosquitoes from landing or biting.
  • Even if the mosquito comes close, it cannot recognize the person as a target.

3. Air-based repellents work through vapor:

  • Devices like liquid vaporisers or mosquito sprays release chemicals into the air.
  • These vapors spread and create an environment that disorients mosquitoes and drives them away 

મચ્છરોને દૂર ભગાડવા માટેના ઘરેલુ ઉપચાર. 

મચ્છર ન કરડે તેના માટે કેટલાક અસરકારક અને કુદરતી (નેચરલ) ઉપાયો નીચે આપેલા છે:


🪰 મચ્છરો ભગાડવા માટે કુદરતી ઉપાય:

1. નિમનું તેલ (Neem Oil):

  • મચ્છરો ભગાડવા માટે સૌથી અસરકારક છે.
  • ૧ ભાગ નિમ(લીમડો) તેલ + ૨ ભાગ નાળિયેર તેલ મિક્સ કરી ત્વચા પર લગાડો.

2. લેમનગ્રાસ તેલ (Lemongrass Oil):

  • લેમનગ્રાસમાં સિટ્રોનેલ્લા હોય છે જે મચ્છરોને દૂર રાખે છે.
  • એન્જ કેરિયર ઓઈલ (જેમ કે કોપરાના તેલ) સાથે મિક્સ કરીને ત્વચા પર લગાડો.

3. મીઠું અને સાદા પાણીને મિક્સ કરીને જ્યાં મચ્છરો રહેતા હોય ત્યાં છાંટવુ

4. તુલસીના છોડ:

  • તુલસી મચ્છરોને સહન થતી નથી. બારણાં કે ખિડીકી પાસે તુલસીનો છોડ રાખો.

5. લવિંગ (Clove) અને લેમન:

  • ૧ લીંબૂને બે ભાગમાં કાપી તેના પર ૪-૫ લવિંગ વીંટાડી દીધાં પછી રૂમમાં મૂકો.

6. લાવેન્ડર તેલ (Lavender Oil):

  • લાવેન્ડરની સુગંધ મચ્છરોને પસંદ નથી.
  • થોડું લાવેન્ડર તેલ કપડાંમાં રાખો અથવા ખૂણે છાંટો.

7. મીણબત્તી કે દીવો જેમાં યુકલિપ્ટસ / નિમ / તુલસી હોય:

  •  હોમમેડ મચ્છર રિપેલન્ટ બનાવો જેમા તુલસી, લવિંગ, અને લેમનગ્રાસના તેલ હોય.

⚠️ ટિપ્સ:

  • પાણી ભેગું ન થવા દો.
  •  પૂરું શરીર ઢંકાય તેવા કપડાં પહેરો.
  • દરરોજ દરવાજા-ખિડીકી બંધ રાખો ખાસ કરીને સાંજના સમયે.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ  તેવી શુભકામના સાથે તમાતો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

3 responses to “મચ્છર ને દૂર ભગાડવા માટે શું કરવું? ઘરેલુ ઉપચાર. ”

  1. very nice

    Like

  2. Nice Article Sir 🙏

    Like

  3. કપૂર ની ગોટી સરગવવાથી મત્સર દૂર રાખી શકાય Thankyou

    Like

Leave a comment

Trending