અસલી દૂધ એટલે શું અને નકલી દૂધ એટલે શું? નકલી દૂધ કેવી રીતના બનાવવામાં આવે છે? નકલી દૂધ પીવાથી શું નુકસાન થાય?  નકલી  દૂધની પરખ કેવી રીતના કરવી? નકલી દૂધની આવશ્યકતા કેમ ઊભી થઈ? વગેરે પ્રશ્નો ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. નકલી દૂધ જાણતા પહેલા અસલી દૂધની અંદર શું શું હોય તે જાણી લેવું જરૂરી છે.

અસલી દૂધ એટલે શું? તેમાં કયા કયા ઘટકો હોય?

મોટાભાગે ઇન્ડિયા ની અંદર ભેંસનું  કે ગાયનું દૂધ પીવાય છે. ગાય તથા ભેંસના દૂધમાં કયા ઘટકો હોય તે નીચેના કોષ્ટકમાં આપેલ છે.

કોઈપણ દૂધની અંદર ત્રણ વસ્તુ ખાસ હોય એક પાણી, બીજું ફેટ, ત્રીજું સોલિડ નોન ફેટ. સોલિડ નોનફેટ એટલે દૂધમાં ફેટ અને પાણી સિવાયનો જે જથ્થો છે તેને કહેવાય. તેને અંગ્રેજીમાં SNF કહેવાય.

ટોટલ સોલિડ એટલે ફેટ પ્લસ સોલિડ નોનફેટ. Total Ash એટલે  મિનરલ્સ. મતલબ કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે વગેરે. સોલિડ નોનફેટ માં કયા ઘટકો આવેલા છે તે નીચે આપ્યા છે. 

SNF It consists of protein (primarily casein and lactalbumin), carbohydrates (primarily lactose), and minerals (including calcium and phosphorus

નકલી દૂધ એટલે શું? 

નકલી દૂધ બનાવવું હોય તો સ્વાભાવિક છે કે તે ગાય અથવા ભેંસના દૂધના જેવું જ લાગવું જોઈએ. આવું કરવા માટે તે લોકો નેચરલ દૂધની અંદર આવતા જે કંઈ ઘટકો છે તે બહારથી એડ કરે હુબહુ ગાય કે ભેસના જેવુંજ દૂધ બનાવે.  જેથી તેમને કોઈ પકડી ન શકે. નકલી દૂધ અને અસલી દૂધ વચ્ચે શું ફરક હોય તે નીચેના કોષ્ટકમાં જોઈ શકાય છે. 

નકલી દૂધ બનાવવા  માટે કયા ઘટકો વપરાય? 

નકલખોળો નકલી દૂધ બનાવીને તેને અસલી દૂધની અંદર ભેળશેર કરે.

કોઈપણ દૂધ બનાવવા માટે બેઝિક ઘટક છે પાણી.

1.પાણી.પાણી બીજા બધા તત્વો ઓગાળવા માટે વપરાય.પાણી દૂધનો જથ્થો વધારવા માટે પણ વપરાય. ઘણા બધા લોકો અસલી દૂધમાં પાણી પાણી વેડીને ને વેચે છે. દૂધમાં પાણી છે કે નહીં તે જાણવું હોય તો દૂધને જોઈને જ ખબર પડી જાય. પાણીવાળું દૂધ પાતળું હોય તથા  તેને લીસી સરફેસ ઉપર સરકાવો તો તે ઝડપથી સરકી જાય અને સરફેસ ઉપર ડાઘો ઓછો પડે. પાણી સારી ક્વોલિટીનું હોય તો કંઈ વાંધો ન આવે પરંતુ ખરાબ ક્વોલિટીનું હોય તો તે દૂધ પીવાથી કોલેરા, ટાઇફોડ તથા ઝાડા ઉલટી થાય.પાણી ઉમેરવાથી દૂધની ન્યુટ્રિશનલ વેલ્યુ ઘટે.

2. નકલી દૂધમાં બીજું તત્વ ઉમેરવામાં આવે છે તે છે ગ્લુકોઝ અથવા તો શેરડીમાંથી બનાવેલી ખાંડ જે આપણી નોર્મલ ખાંડ છે. તેનાથી તેની સ્વીટનેસ જળવાઈ રહે. નેચરલ દૂધની અંદર સ્વીટનેસ જાળવવા માટે ભગવાને લેક્ટોઝ મૂક્યો છે.લેક્ટોઝ ના કારણે દૂધ તમને મધુર લાગે. અસલી દૂધમાંનો લેક્ટોઝ ડાયાબિટીસ ન કરે પરંતુ આ જે બહારથી નાખેલી ખાંડ અથવા તો ગ્લુકોઝ ડાયાબિટીસ કરે. 

3. સ્ટાર્ચ. નકલી દૂધમાં સ્ટાર્ચ નાખવાથી તે દૂધની કન્સીસ્ટન્સી એટલે કે દૂધ જાડું બને. દૂધની અંદર સ્ટાર્ચ છે કે નહીં તે જાણવું હોય તો ગરમ દૂધની અંદર આયોડિન નાખવાથી તે દૂધનો કલર વાદળી થઈ જાય. 

4.  અસલી દૂધમાં  થોડા પ્રમાણમાં યુરિયા હોય. તે તેના નાઇટ્રોજન ઘટક ઘટકથી જાણી શકાય. નકલી દૂધ બનાવવા માટે નકલખોર બહારથી યુરીયા દૂધની અંદર નાખે. નકલી દૂધ થોડું પીળાશ પડતું હોય તે યુરિયાના કારણે હોય છે. નેચરલ દૂધ કરતાં નકલી દૂધની અંદર યુરિયા વધારે પ્રમાણમાં નાખવામાં આવે. નકલી દૂધની અંદર યુરિયા એટલા માટે આ લોકો ઉમેરે કે જેના કારણે તે  દૂધ લાંબો ટાઈમ બગડે નહીં. તથા તેનો નાઇટ્રોજન ઘટક જળવાઈ રહે. આ નાઇટ્રોજન ઘટક દૂધમાં કેટલું પ્રોટીન રહેલું છે તે નક્કી  કરવા માટે વપરાય. યુરિયાની અંદર પણ નાઇટ્રોજન હોય પરંતુ પ્રોટીન ન હોય. નકલી દૂધમાં પ્રોટીન ન હોવા છતાં પ્રોટીન વધારે છે તેવું બતાવવા માટે યુરિયા વપરાય. નકલી દૂધની અંદર યુરિયા નાખવાથી નોન પ્રોટીન નાઇટ્રોજનનું લેવલ વધી જાય તથા દૂધની અંદર સોલિડ નોનફેટ ઘટક પણ વધી જાય. તેથી નકલી દૂધની અંદર અસલી દૂધના ઘટકો જ દેખાય પરંતુ તેની ન્યુટ્રીશનલ વેલ્યુ ન હોય. નકલી દૂધમાં નાખતા યુરિયાના કારણે કેન્સર જેવા રોગો થવાની સંભાવના વધે તથા ઝાડા ઉલટી તથા પેટમાં દુખાવો થાય.

4.  ડિટરજન્ટ. દૂધની અંદર થોડું ફીણ લાવવા માટે આ લોકો ડિટર્જન્ટ નો ઉપયોગ કરે. ડિટર્જન્ટ ની અંદર dioxane તથા sodium Lauryl sulfate હોય. નકલી દૂધમાં ડિટર્જન્ટને કારણે વોમીટીંગ થાય, પેટમાં દુખાવો થાય, ડાયરિયા થાય, યાદશક્તિમાં ઘટાડો થાય, ચેતાતંત્રને નુકસાન થાય, વંધત્વના રોગ આવે, શુક્રાણુ ઓછા થાય, લીવર તથા કિડની ડેમેજ થાય, સ્કીન ની અંદર ખંજવાળ આવે, બળતરા થાય, લાલ લાલ ચકામાં નીકળે વગેરે પ્રોબ્લેમ થઈ શકે. આંખને ડેમેજ કરે તથા કેન્સર જેવા ભયાનક રોગ પણ થાય. નકલી દૂધમાં ડિટર્જન્ટ છે કે નહીં તે જાણવું હોય તો દૂધને બાટલીમાં ભરીને ખૂબ હલાવો જો વધારે ફીણ વળે તો સમજવાનું કે તેની અંદર ડિટરજન્ટ છે. અસલી દૂધમાં એટલું બધું ફીણ ન વળે. નકલી દૂધમાં ડિટર્જન્ટના કારણે સાબુ જેવી સ્મેલ આવે. યુરિયા તથા ડિટર્જન્ટ ના કારણે દૂધનો ટેસ્ટ થોડો કડવો અથવા તો તીખો લાગે.

5. ન્યુટ્રીલાઈઝર. નકલી  દૂધની એસીડીટી ને દૂર કરવા માટે વપરાય. તે એડ કરવાથી દૂધનો બીટર ટેસ્ટ ઓછો થાય. ન્યુટ્રીલાઈઝર ઉમેરવાથી દૂધ લાંબો ટાઈમ ચાલે. અસલી દૂધમાં રહેલા બેક્ટેરિયાના કારણે તે બેક્ટેરિયા દૂધમાં રહેલા લેકટોઝ ને લેક્ટિક એસિડ ની અંદર કન્વર્ટ કરે એટલે દૂધનું દહીં થઈ જાય એટલે કે દૂધ ખાટું થઈ જાય. તે લેક્ટિક એસિડ ના કારણે તે દૂધ જલ્દી બગડી જાય અથવા તો તે દહીં થઈ જાય. તે બગડી ગયેલા દૂધની આપણે ચા બનાવીએ છીએ ત્યારે તે ચા ફાટી જાય છે. મતલબ ફોદા ફોદા થઈ જાય છે. નકલી દૂધ લાંબો ટાઈમ ચાલે ફાટી ન જાય તેના માટે આ લોકો ન્યુટ્રીલાઈઝર નો ઉપયોગ કરે. ન્યુટ્રીલાઈઝર તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ કાર્બોનેટ એટલે કે ધોવાના સોડાનો ઉપયોગ થાય. જેના કારણે તમને ચામડી ની અંદર બળતરા થાય.

6. નકલી દૂધમાં ફેટ ઉમેરવા માટે વનસ્પતિ ઓઇલ અથવા તો પામોલીન ઓઇલ નો ઉપયોગ થાય.

દૂધ અસલી છે કે નકલી ખબર કેવી રીતના પડે? 

નકલી દૂધની અંદર ડિટરજન્ટને કારણે ફીણ વધારે વળે. નકલી દૂધ યુરિયાના કારણે થોડું પીળું વધારે હોય. નકલી દૂધની અંદર આયોડિન નાખવામાં આવે તો તે દૂધ વાદળી કલરનું થઈ જાય. નકલી દૂધનો ટેસ્ટ થોડો કડવો તથા તીખો હોય. અસલી દૂધ મધુર લાગે. નકલી દૂધ ની અંદરથી સાબુના જેવી સ્મેલ આવે.

લોકો નકલી દૂધ શા માટે બનાવે છે? 

આમ જોવા જાવ તો પુરા વિશ્વમાં દૂધના ઉત્પાદન ની અંદર ઇન્ડિયા નો પહેલો નંબર છે. પરંતુ ઇન્ડિયા જેટલું દૂધ પેદા કરે છે તેના કરતાં તેની વપરાશ વધારે છે. લોકોની વપરાશને પહોંચી વળવા માટે તથા વધારે પૈસા કમાવવા માટે લોકો આવું કરે છે. આવું નકલી દૂધ તમારા બાળકોને પીવડાવવામાં આવે તો બાળકના વિકાસમાં પણ અસર થાય. નાની ઉંમરે રોગો થવાની સંભાવના વધી જાય. નાના બાળકોને વારંવાર ઝાડા તથા ઉલટી થાય.

હંમેશા દૂધ બ્રાન્ડેડ કંપનીનું વાપરવું. Amul નું દૂધ તથા પાવડર સારો આવે છે. અત્યાર સુધીમાં કોઈ ખરાબ રિપોર્ટ નથી. બ્રાન્ડેડ વસ્તુ ઉપર FSSAI નંબર લખેલો હોય છે. તે ખાસ ચકાસવું.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

Leave a comment

Trending