નાકની અંદર ટીપા પાડવાની ક્રિયાને પંચકર્મોની સારવારમાં નસ્ય કહેવાય. કોલરથી મતલબ કે ગળાથી ઉપરના જેટલા પણ પ્રોબ્લેમ છે તેની અંદર નાકની અંદર ટીપા પાડવાથી રાહત થાય. નાક, કાન, ગળા તથા આંખોના રોગોની અંદર ફાયદો થાય. રોગ આવતા અટકે અને રોગ આવ્યા હોય તો જલદી મટી જાય. નાક એક એવી જગ્યા છે કે તેનું ડાયરેક્ટ કનેક્શન મગજ જોડે પણ છે. નાકની અંદર ટીપા નાખવાથી માનસિક રોગોની અંદર પણ ફાયદો થાય. મન શાંત થાય. ડિપ્રેશન, એન્જયટી તથા ગાંડપણ ના રોગો ઓછા થાય. નાકની અંદર રોજ ટીપા નાખવાથી તમારી યાદશક્તિની અંદર વધારો થાય. બુદ્ધિ તેજ બને, કોગ્નિટિવ પાવર એટલે કે વ્યવહારિક રીતે રિસ્પોન્સ આપવાની ક્ષમતા વધે. નાકની અંદર ટીપા નાખવાથી શરદી, સાઈન્યુસાયટીસ એલર્જી નસકોરી ફૂટવી વગેરેની અંદર રાહત થાય. ગળાના રોગ થાયરોડમાં ફાયદો થાય, ગળાની અંદર ખારાશ રહેતી હોય તો ફાયદો થાય. નાકની અંદર એલર્જી રહેતી હોય તો ફાયદો થાય. આંખોની બીમારીની અંદર ફાયદો થાય.
નાકની અંદર કયા તેલ કે ઘીના ટીપા પાડી શકાય?
ગાયનું ઘી હોય તો બહુ સારું પરંતુ ભેસ નું ઘી પણ વાપરી શકાય. ઘી સ્વભાવમાં ઠંડુ છે. જે લોકોને ઘી નાખવાથી તકલીફ પડતી હોય શરદી જેવું થઈ જતું હોય તો તે લોકોને નાકની અંદર સરસવ એટલે કે રાઈના તેલ ના બે ટીપા નાખવા. જે લોકોને વાત પ્રકૃતિ તથા કફ પ્રકૃતિના કારણે ગળાથી ઉપરના પ્રોબ્લેમ થાય છે તે લોકોને સરસવના તેલના બે ટીપા નાખવા સારા કારણ કે સરસવનું તેલ ગરમ અને તીક્ષણ છે તે ઠંડીના કારણે થતા રોગોને દૂર કરવામાં મદદ કરે. પિત્ત એટલે કે ગરમીના કારણે ગળાથી ઉપરના જે કંઈ રોગો થાય તેની અંદર ગાયના ઘીના ટીપા નાખવાથી ફાયદો થાય કારણકે ગાયનું ઘી સ્વભાવમાં ઠંડુ છે.
આ ઉપરાંત ઉનાળામાં નારિયેળના તેલના ટીપા પણ તમે નાખી શકો. શિયાળાની અંદર તલના ટીપા પણ નાખી શકો.
કેટલા ટીપા નાખવા?
બંને નાકની અંદર બે બે ટીપા નાખવા. સવાર બપોર સાંજ તમે નાખી શકો. પરંતુ રાત્રે સૂતી વખતે નાખો તો બહુ સારું. નાકમાં ટીપા ન ફાવે તો આંગળી ઉપર તેલ કે ઘી લઈને ની નાકની અંદર લગાવી શકાય.
નાકમાં નાખેલા ટીપા મગજ ઉપર કેવી રીતના અસર કરે?
નાકની અંદરની ત્વચા ની ચેતાઓનું ડાયરેક્ટ કનેક્શન મગજ જોડે હોય છે.Olfectory nerve કે જે સૂંઘવાનું કામ કરે છે તેનું ડાયરેક્ટ કનેક્શન મગજ જોડે છે. આ ઉપરાંત નાક અને ગળાની તમામ ચેતાઓનું કનેક્શન પણ મગજ જોડે હોય છે. નીચેની આકૃતિમાં સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું છે.

દો બુંદ તેલ બીમારીયા ફેઇલ. તેલના ટીપા નાકમાં શા માટે નાખવા જોઈએ? શું સાવધાની રાખવી તેની સંપૂર્ણ માહિતી નીચેના બે વીડિયોમાં આપી છે તે શાંતિથી જોઈ જવા વિનંતી છે. વિડીયો રજૂ કરનાર પોતે આયુર્વેદિક ડોક્ટર છે. તેમનો શુદ્ધ આશય આયુર્વેદિકને લોકો સારી રીતના જાણે અને તેનો ઉપયોગ કરીને સ્વસ્થ એની નિરોગી રહે તેવો છે.
લેખક ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment