પંચકર્મ સારવારની અંદર પાંચ વસ્તુ આવે 

વમન,વિરેચન, બસ્તી, નસ્ય અને રક્ત મોક્ષણ. 

વમન ક્રિયા શિયાળા દરમિયાન કફ જામી ગયો હોય ત્યારે તેની બહાર કાઢવા માટે કરવામાં આવે. શિયાળો પૂરો થાય અને ઉનાળો શરૂ થાય તેની વચ્ચે કરવામાં આવે. ખાસ કરીને શરદ ઋતુમાં કરવામાં આવે. માર્ચ એપ્રિલ ની અંદર કરવામાં આવે. વમન ક્રિયાની અંદર મોઢાથી દવા પીવડાવવાની મોઢાથી બહાર કાઢવાની.

વિરેચન ક્રિયાની અંદર તમને અલગ અલગ ઔષધી અથવા ઔષધીયુક્ત ઘી  પીવડાવીને ઝાડા કરાવવામાં આવે. તે તમારા શરીરમાં રહેલા પિત્ત ને દૂર કરવા માટે કરાય. શરીરમાંથી ટોક્સિન્સ બહાર નીકળી જાય. લીવર શુદ્ધ થાય. તે લગભગ ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે. તેમાં દવા મોઢેથી પીવડાવવાની અને ઝાડા દ્વારા બહાર કાઢવાની.

બસ્તી ની અંદર તેલ અથવા અન્ય કાઢાનો નો એનેમાં આપવામાં આવે. તેમાં સંડાસ ભાગમાંથી દવા દાખલ કરવાની અને સંડાસના ભાગથી બહાર કાઢવાની. વાત પ્રકૃતિવાળા વ્યક્તિ ના દોષો દૂર કરવા માટે બસ્તી આપવામાં આવે. 

ગળા થી ઉપર થતા રોગો માટે ,યાદ શક્તિ માટે, વાળ સારા કરવા માટે, કાનના રોગ માટે, માનસિક રોગ માટે, નાક, કાન ગળાના રોગ માટે  નસ્ય ની ક્રિયા કરવામાં આવે. તેમાં નાકની અંદર ગાયના ઘીના બે ટીપા અથવા તો તલના તેલના બે ટીપા અથવા તો નાળિયેરના તેલના બે ટીપા નાખવામાં આવે.

બધી  દવાઓ લેવા છતાં અમુક રોગ કાબુમાં ન આવે ત્યારે  રકત મોક્ષણ ની સારવાર કરવામાં આવે. શરીરમાંથી અશુદ્ધ લોહી બહાર કાઢી નાખવામાં આવે. જે જગ્યાએ અશુદ્ધ લોહી છે ત્યાં જરો ચોંટાડીને ત્યાંથી અશુદ્ધ લોહી દૂર કરવામાં આવે. અથવા તો નીડલ દ્વારા ત્યાંથી લોહીને બહાર કાઢી નાખવામાં આવે.

આયુર્વેદિક ની અંદર બે ટાઈપની ચિકિત્સા પદ્ધતિ ચાલે એકની અંદર રોગને દબાવી દેવામાં આવે તેને સમન કહેવાય અને એકની અંદર રોગને મૂળમાંથી દૂર કરવામાં આવે તેની શોધન કહેવાય. પંચકર્મની સારવાર શોધન ની અંદર આવે.

નીચેના વીડિયોમાં પંચકર્મ સારવાર એટલે શું? પંચકર્મ સારવાર કોને કરાવવી જોઈએ? તેના વિશે સરસ માહિતી આપી છે. માહિતી આપનાર પોતે એમડી આયુર્વેદિક ડોક્ટર છે. તેમનો શુદ્ધ આશય લોકો આયુર્વેદિકને સારી રીતે જાણે અને સ્વસ્થ રહે તે માટેનો છે. 

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ 

Leave a comment

Trending