સમાજમાં આપણે જોઈએ છે કે ઘણા લોકોને ગરદન ની અંદર દર્દ હોય છે. ગરદન જકડાઈ જાય છે. મગજને લોહી ઓછું પહોંચે છે. માથાનો દુખાવો થાય છે. તો આ ગરદન દર્દ શા માટે થાય છે? તેની પાછળ શું કારણો છે? તેને આપણે કેવી રીતના આપણે રોકી શકીએ? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. સૌપ્રથમ ગરદન ની અંદર કયા હાડકા આવે તે આપણે જોઈએ. 

ગરદન તે આપણા મસ્તિષ્ક અને ધડને જોડતો મહત્વનો ભાગ છે. તે ગરદન ની અંદર સાત કરોડરજ્જુના મણકા હોય. આપણા શરીરમાં ભગવાને બે જગ્યાએ મણકા આગળ પાછળ, જમણે  ડાબે અથવા તો ગોળાકાર ગુમાવી શકીએ તેવી વ્યવસ્થા મુકેલ છે એક સર્વાઇકલ એટલે કે ગરદનના તથા બીજા છે કમરના એટલે કે લંબરના મણકા . 

આ ગરદનના મણકાની અંદર ઘસારો પહોંચે તથા ગરદનના મણકાની વચ્ચેની ગાદી ખસીને ચેતા ઉપર દબાણ કરે અથવા તો તે ગરદનના મણકાની અંદર હાડકું વધી જાય ત્યારે ચેતા ઉપર દબાણ કરે ત્યારે મોટાભાગે ગરદનની નો દુખાવો થતો હોય છે. આ ઉપરાંત તેની અંદર કોઈ ચેપ લાગે તો પણ દુખાવો થતો હોય છે. આ ઉપરાંત ઉંમર સાથે હાડકાનો ઘસારો વધવાથી તથા હાડકા પોચા થવાથી તથા ભારે વજન ઉચકવાથી પણ ગરદન દર્દ થવાની શક્યતા વધી જાય છે.આ ઉપરાંત આપણે વારંવાર બહુ નીચું જોયા કરીએ અથવા તો બહુ ઊંચું જોયા કરીએ તો આજુબાજુના મસલ્સ તથા લીગામેન્ટ ની અંદર તણાવ પહોંચે જેના કારણે પણ ગરદનનો દુખાવો થતો હોય છે. 

ઉપરની આકૃતિમાં ગરદનનો મણકો બતાવ્યો છે. વાદળી કલરની  ગાદી છે તે ગાદી ખસીને ચેતા ઉપર દબાણ કરે અથવા તો તે મણકાનું હાડકું વધી જાય છે જેના કારણે ચેતા ઉપર દબાણ કરે છે. તે ચેતા તમારા ગરદન તથા બંને હાથને પણ સપ્લાય કરે. તેથી તે ચેતા ઉપર દબાણ આવે ત્યારે તમને ગરદનમાં પણ દુખાવો થાય અને બંને હાથમાં પણ દુખાવો થાય. આ ઉપરાંત ગરદન જકડાઈ જાય. 

ગરદન દર્દના અલગ અલગ નામ કયા. 

ગરદન દર્દને cervical spondylosis  અથવા તો cervical osteoarthritis પણ કહેવાય.

ગરદન દર્દનું નિદાન કેવી રીતના કરી શકાય? 

દર્દીના લક્ષણો ઉપરથી ગરદન દર્દનું નિદાન કરી શકાય. આ ઉપરાંત એક્સરે, સિટીસ્કાન અથવા તો એમઆરઆઇ દ્વારા પણ તેનું નિદાન કરી શકાય. 

ગરદન દર્દમાં સારવાર કઈ કરી શકાય? 

ગરદન દર્દ માં ઘરેલુ સારવારની વાત કરીએ તો આપણે મોટાભાગના કામ ગરદન આગળ નમાવીને કરીએ છીએ જેના કારણે ગરદનની પાછળના મસલ્સની અંદર તણાવ પહોંચે છે. એટલે જ્યારે પણ તમે આગળ નમવાના કામ કરો ત્યારે થોડી થોડી વારે ગરદનને પાછળ તરફ પણ લઈ જાઓ. અથવા તો તમે વધારે ઊંચું રાખીને જોવાની જરૂર પડતી હોય તો તેવા કામની અંદર ગરદન એકદમ સીધી રહે તેવી વ્યવસ્થા કરો. ગરદનને લાંબો ટાઈમ નીચે રાખવી અથવા તો લાંબો ટાઈમ ઉપર રાખવાથી ગરદનની અંદર દર્દ થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત નિયમિત તમે ગરદનની સૂક્ષ્મ ક્રિયાઓ કરો તો પણ ગરદનની અંદર દુખાવો ઓછો થાય. ગરદનની સૂક્ષ્મ ક્રિયાઓ ની અંદર ગરદનને આગળ તથા પાછળ. ગરદનને જમણે તથા ડાભે, ગરદનને ગોળાકાર કલોક વાઈઝ અને એન્ટી ક્લોક વાઇસ ધીરે ધીરે ગુમાવો. જે લોકોને ગરદન દર્દ છે તેને ગરદન આગળ ઝુકાવવી નહીં. ગરદનની સૂક્ષ્મ ક્રિયા કરવાથી ગરદનની આજુબાજુની માંસ પેશીઓ મજબૂત થાય. લીગામેન્ટ મજબૂત થાય તથા બંને ગોટી વચ્ચેના જોઈન્ટ નું પ્રવાહી સમ અવસ્થામાં જળવાઈ રહે. જેને શ્લેષક કફ  કહેવાય.  આ ઉપરાંત ગરદન દર્દ થતું હોય તો ત્યાં ગરમ તલના તેલની  માલિશ પણ કરી શકો. જો ગરદન જકડાઈ ગઈ હોય તો ગરમ પાણીનો શેક કરો જો ગરદન ઉપર સોજો હોય તો ઠંડા પાણીનો શેક કરો. તેમ છતાં વધારે દુખાવો રહે તો દુખાવાની ગોળી લેવી પડે. દુખાવાની ગોળી લેવા છતાં તો ન મટે તો ડોક્ટરને બતાવવું પડે. ડોક્ટર તપાસ કરીને કઈ જગ્યાએ તકલીફ છે તે પ્રમાણે દવા કરે. અમુક વખતે તે ગરદનની અંદર સ્ટીરોઈડના ઇન્જેક્શન આપે અથવા રેડિયો ફ્રિકવન્સી એબલેસન દ્વારા જે નસ દુખાવો કરે છે તે નસ ને બાળી નાખવામાં આવે. આ ઉપરાંત પણ દુખાવો રહેતો ડોક્ટર તમારી ગરદનની ગોટીને ફિક્સ કરે.

આપણે મોટાભાગના કામ ગરદનને નમાવીને કરતા હોઈએ છીએ. મોબાઇલ જોતા હોય. કોમ્પ્યુટર વર્ક કરતા હોય. કોઈ પણ કામ કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે થોડા થોડા અંતરે ગરદનની પાછળ પણ લઈ જાવ. વધારે ગરદનમાં દુખાવો રહેતો હોય તો ગરદન નો પટ્ટો પણ આવે તે પણ તમે લગાવી શકો.

આ ઉપરાંત તમે ગરદનને પાછળ લઈ તથા સાઈડમાં લઈ જતા તમામ આસનો તથા સુક્ષ્મ ક્રિયાઓ કરી શકો. જેમ કે ભુજંગાઆસન, સર્પા આસન, અર્ધ ચક્રાસન, ત્રિકોણાસન, તાડાસન કે તિર્યક તાડાસન વગેરે. બને ત્યાં સુધી ગરદનને આગળ લઈ જતા આસનો કરવા નહીં. 

નિયમિત સૂક્ષ્મ કસરત અથવા તો આસનો કરવાથી તમારા ગરદનની આજુબાજુના લીગામેન્ટ, મસલ્સ મજબૂત થાય તથા સાંધાની અંદરનું પ્રવાહી જેને શ્લેષક કફ કહેવાય તે બરોબર માત્રામાં જળવાઈ રહે. 

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. 

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

One response to “સર્વાઇકલ સ્પોનડાયલોસીસ અથવા તો ગરદન દર્દ એટલે શું? ”

  1. ખુબ સરસ માહીતી આપેલ છે આભાર

    Like

Leave a comment

Trending