આપણે ઘણીવાર કફ પિત્ત અને વાત પ્રકૃતિ શબ્દો સાંભળ્યા હશે અથવા તો એમ કહેતા સાંભળ્યા હશે કે આ મારી આ પ્રકૃતિ છે. તો આ પ્રકૃતિ શું છે? તે શા માટે જાણવી જરૂરી છે તે જાણવાથી શું ફાયદા થાય? ઘણીવાર પ્રકૃતિને સ્વભાવ પણ કહેવામાં આવે છે. તો સ્વભાવ શેનાથી બને? દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ અલગ કેમ હોય છે? તે વિશે મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
સૌપ્રથમ આપણે કફ પ્રકૃતિ વિશે જાણવા માટે પ્રયત્ન કરીશુ.
કફ પ્રકૃતિ વાળા વ્યક્તિને ઓળખવો કેવી રીતના?
આપણે કફ પ્રકૃતિ એટલે કે જે લોકોને શરદી અને કફ વધારે થતો હોય તેને કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ કહીએ છીએ. પરંતુ તેવું નથી. કફ પ્રકૃતિવાળા વ્યક્તિને બીજા પણ લક્ષણો હોય. કફ પ્રકૃતિ પંચ મહાભૂત તત્વો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ માંથી પૃથ્વી અને જલ તત્વના મિશ્રણથી બને.
કફ પ્રકૃતિવાળા વ્યક્તિના શારીરિક લક્ષણો.
માથાની અંદર વાળ ભરાવદાર હોય. લીસા હોય. કાળા હોય. તેને મોટાભાગે કફ અને શરદી રહ્યા કરે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું વજન વધારે હોય. બાંધો મોટો હોય. વજન વધારે હોવાના કારણે તેનું કોલેસ્ટ્રોલ વધારે રહે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા હૃદયની બીમારી થવાની સંભાવના વધારે હોય. આ વ્યક્તિને ભૂખ બહુ લાંબા સમય લાગે થોડું ખાય તો પણ પેટ ભરાઈ જાય. ઓછો ખોરાક લે તો પણ વજન વધી જાય. કારણ કે તેનું ચયાપચય મંદ હોય. ચયાપચય નો મતલબ તમે જે કંઈ ખોરાક ખાવ છો તે બરોબર પચી જવો જોઈએ. તે ઉર્જામાં રૂપાંતરિત થઈ જવો જોઈએ. ન થાય તો તે ખોરાક ચરબી રૂપે જમા થાય. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું પેટ સાફ આવે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિની ચામડી સ્મૂધ હોય. ચીકણી હોય. જાડી હોય. કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ વજન કંટ્રોલમાં રાખે તો દેખાવે સુંદર લાગે. તેને કડવા, તૂરા તથા રસદાર તથા ગરમ પદાર્થો ખાવાની ઈચ્છા વધારે થાય. રોગપ્રતિકારક શક્તિ સારી હોય.
માથાની અંદર વાળ ભરાવદાર હોય. લીસા હોય. કાળા હોય. તેને મોટાભાગે કફ અને શરદી રહ્યા કરે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું વજન વધારે હોય. બાંધો મોટો હોય. વજન વધારે હોવાના કારણે તેનું કોલેસ્ટ્રોલ વધારે રહે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર તથા હૃદયની બીમારી થવાની સંભાવના વધારે હોય. આ વ્યક્તિને ભૂખ બહુ લાંબા સમય લાગે. થોડું ખાય તો પણ પેટ ભરાઈ જાય. ઓછો ખોરાક લે તો પણ વજન વધી જાય. કારણ કે તેનું ચયાપચય મંદ હોય. ચયાપચય નો મતલબ તમે જે કંઈ ખોરાક ખાવ છો તે બરોબર પચી જવો જોઈએ. તે ઉર્જામાં રૂપાંતરિત થઈ જવો જોઈએ. ન થાય તો તે ખોરાક ચરબી રૂપે જમા થાય. કફ પ્રકૃતિવાળા વ્યક્તિનું પેટ સાફ આવે. કફ પ્રકૃતિવાળા વ્યક્તિની ચામડી સ્મૂધ હોય. ચીકણી હોય. જાડી હોય. કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ વજન કંટ્રોલમાં રાખે તો દેખાવે સુંદર લાગે. તેને કડવા, તૂરા તથા રસદાર તથા ગરમ પદાર્થો ખાવાની ઈચ્છા વધારે થાય. રોગપ્રતિકારક શક્તિ સારી હોય.
કફ પ્રકૃતિવાળા વ્યક્તિનો સ્વભાવ કેવો હોય?
કફ પ્રકૃતિ વાળો વ્યક્તિ હંમેશા શાંત હોય, આનંદી હોય, આળસુ હોય, ઊંઘ તેને વધારે આવે. દરેક કામ શાંતિથી કરે. કોઈપણ કામ હાથમાં લીધું હોય તો તે પૂરું કરે. ધીમુ પરંતુ અસરદાર બોલે અવાજ તેનો ભારે હોય. ચાલ તેની ધીમી હોય.
કફ પ્રકૃતિને કંટ્રોલમાં રાખવા માટે શું કરવું?
ઉપાયોની અંદર તેમને તીખા, કડવા અને તુરા સ્વાદ વધારે ભાવે. વધારે આપવા. ગરમ મસાલા તેમના માટે બહુ સારા. મધ તેમના માટે બહુ સારું. સુકો નાસ્તો તેમના માટે બહુ સારો. જેમ કે ભેળ, શેકેલા ચણા, શેકેલી ધાણી, શેકેલા જવ. જવ તથા બાજરીનો રોટલો તેમના માટે સારો. કપ પકૃતિ વાળા વ્યક્તિએ ઘઉં ખાવા નહીં ઘઉં ઠંડા અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય. કપ પકૃતિ વાળા વ્યક્તિએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી. વધારે મૈ. શરીર ઉપર ઉબટ્ટન ખાસ કરવું. શરીર ઉપર હલદી, ચંદન કે ચણાનો લોટ ઘસવો તેને ઉબટન કહેવાય. હલ્દી, ચંદન અથવા તો ચણાના લોટ શરીર ઉપર બરોબર ઘસવો જેનાથી તમારી ચરબી ઓછી થાય અને તમારો સેપ જળવાઈ રહે. એક્સરસાઇઝ વધુને વધુ કરવી. તમને ગમતી કોઈપણ એક્સરસાઇઝ કરો. તે કફ પ્રકૃતિ વાળા વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. એક્સરસાઇઝ કરવાથી તમારી ચરબી ઓગળે. વાત પકૃતિ વાળા વ્યક્તિ માટે તેલ તથા તેલની માલિશ જરૂરી છે. પિત્ત પ્રકૃતિવાળા વ્યક્તિને ઘી ખાવું જરૂરી છે અને કપ પ્રકૃતિવાળા વ્યક્તિને મધ ખાવું જરૂરી છે.
કફ દોષમાં શું ખાવું અને શું ટાળવું ?
- ઓછી ચરબીયુક્ત દૂધનું સેવન કરો. દૂધ પીતા પહેલાં હંમેશા ઉકાળો. તેમાંથી મલાઈ કાઢી નાખો. જેથી તે પચવામાં સરળ બને. દૂધ ઉકાળતા પહેલા તેમાં હળદર અથવા આદુ ઉમેરી શકો, જે દૂધના કફ વધારનારા ગુણધર્મોને ઘટાડે છે. ઘણા લોકોને દૂધ પીવાથી કફ થઈ જાય તો તેવા લોકોએ દૂધ પીવું નહીં.
- હલકા ફળ જેમ કે સફરજન અને નાશપતિ ખાઓ. ભારે અને ખાટા ફળ ટાળો, જેમ કે સંતરું, કેળું, ખજૂર, અંજીર, અનાનસ, નારીયેલ, ખરબૂજ અને એવોકાડો, કારણ કે આ ફળ કફ વધારી શકે છે.
- ખાંડના ઉત્પાદનોનું સેવન ઓછું કરો, કારણ કે તે શરીરમાં કફ વધારી શકે છે. મીઠાઈ ઓછી ખાવી. પરંતુ મધ લેવું ઉત્તમ છે, કારણ કે તે કફ સંતુલિત કરવામાં મદદ કરે છે.
- તમામ પ્રકારની દાળ ખાઈ શકાય, પરંતુ ટોફૂ ખાવાનું ટાળવું.
- નટ્સ (શિંગદાણા, બદામ, કાજુ વગેરે) ખાવાનું ટાળવું.
- બધા પ્રકારના અનાજ ખાઈ શકાય, ખાસ કરીને જૌ (બાર્લી) અને બાજરી (મિલેટ). બાજરીની તાસીર ગરમ છે તેથી તે કફ પકૃતિ વાળા વ્યક્તિ માટે સારી. ઘઉં અને ચોખાના અતિસેવનથી બચવું, કારણ કે તે કફ વધારી શકે છે.
- બધા પ્રકારના મસાલા લઈ શકાય, પરંતુ મીઠું ઓછું ખાવું.
- ટમેટાં, ઝુકીની, ખીરા, મીઠા બટાકા (શક્કરિયા) ઓછા ખાવા કારણ કે તે કફ વધારી શકે છે.
કફ પ્રકૃતિ સમસ્યા ઔર સમાધાન માટે નીચેનો વિડીયો જોવા વિનંતી છે.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment