મોટાભાગના લોકોએ વા શબ્દ સાંભળ્યો હશે. વાના કારણે સાંધા દુખે છે તેવું સાંભળ્યું હશે. તો આ વા શું છે? તે કેવી રીતના થાય? તેમાં આપણે શું સાવધાની રાખવી પડે? તેના ઉપાયો શું છે? તેની સાથે બીજા કયા કયા રોગ આવી શકે? તેના ઉપર મનન ચિંતન કરતાં આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

વા સંધિવા તથા ગઠીયા એટલે શું?

વા શબ્દ કેવી રીતના આવ્યો તે મને ખબર નથી પરંતુ આયુર્વેદિક ની અંદર કફ, પિત્ત અને વાતની અંદર આ વાત સંબંધી રોગ છે. આ વા રોગ મોટાભાગે સાંધા ઉપર અસર કરતો હોવાથી તેને સંધિવા કહેવાય.જો સાંધાના દુખાવાની સાથે સાથે એની આજુબાજુ ગાંઠ પણ થાય તો તેને ગઠિયો વા પણ કહેવાય.તેનું હિન્દી નામ એટલે ગઠીયા. આ વા રોગ એકલા શરીરના જોઈન્ટને જ અસર કરે એવું નથી. શરીરના અન્ય અંગોને પણ અસર કરે આ આ બધાનું ભેગુ નામ એટલે વા. એને અંગ્રેજીમાં rheumatic રોગ કહેવાય. 

મોટાભાગે તે નાના જોઈન્ટથી શરૂ થઈને મોટા જોઈન્ટ ની અંદર તેની અસર કરે. મોટાભાગે બંને બાજુ એક જ સરખા જોઈન્ટ માં તેની અસર જોવા મળે. એક કરતાં વધારે જોઈન્ટ પર તેની અસર થાય તથા તેની સાથે તમારા મગજની ચેતાઓ, આંખ, મોઢું સ્કીન, હૃદય, કિડની, શરીરની ધમનીઓ ને  પણ તે અસર કરે. આ રોગ આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા જ વિરુદ્ધમાં કામ કરવા માંડે ત્યારે થાય. જેને autoimmune disease કહેવાય. આપણી રોગપ્રતિકારક શક્તિ બેક્ટેરિયા કે રોગના સેલને મારવાની જગ્યાએ પોતાના નોર્મલ સેલ ઉપર નુકસાન કરવા માંડે. આ રોગમાં આપણે તેની સત્વરે સારવાર ન કરીએ જોઈન્ટ ની અંદર પરમનેન્ટ ડીફોર્મિટી આવવાની શક્યતા રહે. આ સંધિવા કે ગઠીયા નું અંગ્રેજી નામ એટલે rheumatic arthritis.

આ રોગમાં લક્ષણો શું હોઈ શકે?

આ રોગ મોટાભાગે  હાથ અને પગની આંગળીઓના મૂળના જોઈન્ટ ઉપર પ્રથમ અસર કરે.  પછી ત્યાંથી અન્ય સાંધા ઉપર અસર થાય. આ રોગની બીજી વિશેષતા એ છે કે તે બંને બાજુ થાય અને તે એક જ સરખા સાંધાને અસર કરે.

આ રોગ આપણા સાંધાને કેવી રીતના અસર કરે તેને આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. આ રોગ તે આપણા જોઈન્ટ ની કેપ્સુલ ના અંદરના પડ ઉપર અસર કરે. જેને અંગ્રેજીમાં synovial membrane  કહેવાય. તે પડ ઉપર સોજો આવી જાય. આ પડ આપણા જોઈન્ટ ની અંદર ચિકાસ યુક્ત પ્રવાહી બનાવવા માટે  મહત્વનો ભાગ ભજવે છે. અંદરનું પ્રવાહી પણ દૂષિત થાય. તથા આ રોગમાં આપણા હાડકાનો અંતિમ ભાગ જેને આપણે cartilage કહીએ છીએ. તેની અંદર ખવાણ થાય. આ રોગમાં તે પડ ઉપર સોજો આવવાથી દર્દીને દુખાવો થાય તથા જોઈન્ટ ઉપર સોજો આવે.

સાંધા જકડાઈ જાય. ખાસ કરીને સવારે સાંધા જકડાઈ જાય. થોડી હલનચલન પછી તેમાં રાહત  થાય. આ સાથે વ્યક્તિને વધારે પડતો થાક લાગે. તાવ આવે તથા ભૂખ ઓછી થઈ જાય.

આ રોગમાં અમુક વખતે સાંધાનો દુખાવો તથા સોજો ખૂબ જ વધી જાય જેને આપણે flair up કહીએ છીએ. જ્યારે અમુક ટાઈમે સોજો અને બધું જ ઉતરી જાય દર્દીને કંઈ પણ તકલીફ ન હોય તેવું લાગે. આમ આ રોગ વારંવાર આવે અને વારંવાર જાય. આ આ રોગનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ રોગ સ્ત્રીઓમાં વધારે જોવા મળે. કોઈપણ ઉંમરે થઇ શકે. પરંતુ મિડલ એજમાં વધારે થાય. જે લોકો સ્મોકિંગ કરતા હોય તે લોકોને આ રોગ થવાની સંભાવના વધી જાય છે. જે લોકોનું વજન વધારે છે તે લોકોને પણ આ રોગ થવાની સંભાવના વધી જાય છે. જેના ફેમિલીમાં આ રોગ થયો હોય તો તેને આ રોગ થવાની સંભાવના વધી જાય છે.

આ રોગમાં 40% લોકોને સાંધાની કોઈપણ તકલીફ ન હોય પરંતુ અન્ય તકલીફો હોય જેવી કે સુર્ય પ્રકાશમાં ચામડી પર બળતરા થવી અથવા ચાઠા પડવા, મોઢામાં વારંવાર ચાંદા પડવા, ઠંડીમાં આંગળીના ટેરવાનો રંગ બદલાવો, સ્નાયુનો દુખાવો કે અશક્તિ લાગવી, હિમોગ્લોબીન, ત્રાકકણો કે શ્વેતકણો ઘટવા તેમજ અમુક સામાન્ય લક્ષણો જેમ કે લાંબા સમય સુધી તાવ આવવો, વજન ઘટવું વગેરે પણ હોઈ શકે છે.

રૂમેટીક રોગમાં કયા રોગોનો સમાવેશ થાય?

રૂમેટીક રોગના વિવિધ પ્રકારના સાંધાના વાથી માંડીને ઘણા જટિલ તથા શરીરના એકથી વધુ અવયવોને લગતી ગંભીર પ્રકારની બીમારીઓનો સમાવેશ થાય છે. જેમા ખાસ કરીને રૂમેટોઈડ આર્થરાઈટિસ, સ્પોન્ડીલો આર્થરાઈટિસ, ઓસ્ટીઓ આર્થરાઈટિસ, ગાઉટ, લ્યુપસ, સોગ્રન્સ સીન્ડ્રોમ, સ્કેલેરોડરમા, વાસ્ક્યુલાઈટીસ વગેરેનો સમાવેશ થાય.

સંધિવાના કારણે કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે? 

Osteoporosis.

વાના કારણે તમારા હાડકા પોચા થઈ જાય તથા સંધિવા ની ટ્રીટમેન્ટ ની  અમુક દવાઓ ના કારણે પણ તમારા હાડકા પોચા થઈ જાય. દાખલા તરીકે સ્ટીરોઈડ. જેના કારણે ફ્રેક્ચર થવાની સંભાવના વધી જાય.

 Rheumatoid nodules. 

વાના કારણે તમારા સાંધાની આજુબાજુ ગાંઠો થાય અથવા તો હૃદય અને ફેફસામાં પણ ગાંઠ થવાની શક્યતા વધી જાય. જેને આપણે નોડ્યુલ કહીએ છીએ.

Dry eyes and mouth. 

આમાં તમારા મોઢામાં લાળ પેદા કરતી ગ્રંથિ ને નુકસાન થાય મોઢું સુકાઈ જાય. મોઢામાં ચાંદા પડવાની શક્યતા વધી જાય તથા આંખની અંદર આંસુ બનાવતી ગ્રંથિ ને નુકસાન થાય જેના કારણે આંખો કોરી પડી જાય. તેથી આંખ લાલ થાય. આંખમાં દુઃખે.

Infections. 

આ રોગમાં તમને ચેપ લાગવાની શક્યતા વધી જાય. ખાસ કરીને વાયરસ નો ચેપ લાગવાની શક્યતા વધી જાય. દાખલા તરીકે વારંવાર શરદી થઈ થઈ જાય.

Carpal tunnel syndrome.

આમાં તમારા હાથની કલાઈની અંદરનની માંસપેશી ઉપર સોજો આવે તેથી તેમાંથી નીકળતી ચેતાઓ ઉપર દબાણ આવે. જેના કારણે તમારા હાથ અને હાથની આંગળીઓમાં ચેતના ઓછી થાય હાથ તમરો લાગે અથવા તો જનજનાટી થાય.

Heart problems. 

આ રોગમાં તમને હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય કારણ કે તમારી હૃદયની ધમની ની અંદર ડેમેજ પહોંચવાના કારણે ત્યાં કોલેસ્ટ્રોલ જામી જાય. તથા તમારા હૃદય ની આજુબાજુ આવેલા આવરણ ઉપર પણ સોજો આવે.

Lung disease.

આની અંદર તમારા ફેફસાની માંસ પેશીઓને નુકસાન થવાના કારણે તેની અંદર ફાઇબ્રોસિસ થઈ જાય. તેથી લાંબા ગાળે શ્વાસ લેવામાં તકલીફ પડે.

Lymphoma. 

તમારી લસિકા ગ્રંથિ ની અંદર  કેન્સર થવાની શક્યતા વધી જાય.

આ રોગનું નિદાન કેવી રીતના કરી શકાય? 

આ રોગનો ચોક્કસ નિદાન કરવું થોડું અઘરું છે કારણ કે તે બીજા બધા રોગોને પણ આમંત્રણ આપે છે.

લોહીની અંદર ડોક્ટર નીચે મુજબના ટેસ્ટ કરાવે ઈ એસ આર, સી રીએક્ટિવ પ્રોટીન તથા આ ઉપરાંત ડોક્ટર તમને rheumatoid factor(R A FECTOR)નો  ટેસ્ટ કરાવવાનું કહે. જે એક જાતનું પ્રોટીન છે. જે આપણા શરીરની રોગપ્રતિકારક પ્રક્રિયામાંથી પેદા થાય તે પ્રોટીન પોતાના જ તંદુરસ્ત સેલને નુકસાન કરે. જે વ્યક્તિમાં આર એ ફેક્ટર વધારે હોય તેને વા કે સંધિવા થવાની શક્યતા વધી જાય. પરંતુ અમુક વખતે  તંદુરસ્ત વ્યક્તિમાં પણ તેનું લેવલ વધારે હોઈ શકે.

આ રોગની સારવાર કેવી રીતના કરી શકાય. 

આ રોગ સંપૂર્ણપણે મટી ન જાય પરંતુ સારવાર દ્વારા તેના લક્ષણોને ઓછા કરી શકાય તથા રોગના વિકાસને અટકાવી શકાય. દવા દ્વારા આ રોગ વધારે નુકસાન કરતો હોય તો તેની ગતિ ધીમી પાડી શકાય. દવા દ્વારા જોઈન્ટ ના ડેમેજને અટકાવી શકાય.

આ રોગમાં મોટાભાગે બે જાતની દવા વાપરવામાં આવે. એક તે આ રોગના લક્ષણોને કંટ્રોલ કરે તેવી દવાઓ આપે. તેની અંદર મોટાભાગે ડોક્ટરો તમારો દુખાવો તથા સોજો ઓછો કરે તેવી દવા આપે. જેના કારણે તમારી મુવમેન્ટ વધી શકે. દુખાવો ઓછો થાય. જેમ કે brufen કે naproxen sodium જેવી દવા.

આ ઉપરાંત અમુક કેસમાં સ્ટીરોઈડ પણ આપવામાં આવે. પછી તે ધીમે ધીમે બંધ કરવામાં આવે. 

બીજા ટાઈપ ની ગોળી ની અંદર. રોગ શાંત હોય ત્યારે રોગ શરૂ થાય તે પહેલાં આ ગોળી આપવામાં આવે જેથી કરીને તે રોગના લક્ષણોની તીવ્રતા ઓછી થાય અને તે જોઈન્ટ ને ઓછું નુકસાન કરે. 

તેની અંદર Methotrexate તથા અન્ય ટાઈપની ગોળીઓ આપવામાં આવે.

જેને અંગ્રેજી ખબર પડતી હોય તે નીચેની દવાઓ વાંચી શકે.

NSAIDs. Nonsteroidal anti-inflammatory drugs (NSAIDs) can relieve pain and reduce inflammation. Over-the-counter NSAIDs include ibuprofen (Advil, Motrin IB, others) and naproxen sodium (Aleve). Stronger NSAIDs are available by prescription. Side effects may include stomach irritation, heart problems and kidney damage.

Steroids. Corticosteroid medications, such as prednisone, reduce inflammation and pain and slow joint damage. Side effects may include thinning of bones, weight gain and diabetes. Doctors often prescribe a corticosteroid to relieve symptoms quickly, with the goal of gradually tapering off the medication.

Conventional DMARDs. (Disease-Modifying Antirheumatic Drugs)

These drugs can slow the progression of rheumatoid arthritis and save the joints and other tissues from permanent damage. Common DMARDs include methotrexate (Trexall, Otrexup, others), leflunomide (Arava), hydroxychloroquine (Plaquenil) and sulfasalazine (Azulfidine). Side effects vary but may include liver damage and severe lung infections.

ઉપરની દવાઓથી રોગ કંટ્રોલ ન થઈ શકે અને જ્યારે તે સાંધા ને નુકસાન કરે ત્યારે ડોક્ટર સર્જરીનો સહારો લે. તેની અંદર જોઈન્ટ ની અંદર આવેલી synovial કેપ્સુલને  કાઢી નાખવામાં આવે જેથી કરીને સાંધાનો દુખાવો ઓછો થાય તથા સાંધામાં પાણી ઓછું ભરાય. અમુક ની અંદર સાંધા બદલવા પણ પડે. 

જો તમે ઘરગથ્થુ ઉપચાર તરીકે નિયમિત સૂક્ષ્મ કસરત તથા પ્રાણાયામ કરો તો  આ રોગની અસર ઓછી થાય.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

ભૂલચૂક સુધારીને સમજવા વિનંતી છે. 

આ લેખ લખવાનો આશય એક જ છે કે આપણી આજુબાજુ જોવા મળતા કોમન રોગ પાછળનું સાયન્સ શું છે તે જાણવાનો છે. જેથી કરીને તેના દ્વારા થતા નુકસાન ને અટકાવી શકાય.

લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.

Leave a comment

Trending