આજકાલ ઘણા બધા લોકોને પથરીની સમસ્યા હોય છે તો આ પથરી છે શું? તે કેવી રીતના બને? તેમાં કયા કયા લક્ષણો જોવા મળે? તેની સારવાર શું છે? તેને કેવી રીતના રોકી શકાય? તેના ઉપર મનનચિંતન કરતાં લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
પથરી છે શું તે જાણતા પહેલા કિડની અને કિડનીના માર્ગને જાણી લઈએ જેથી કરીને પથરી કયા સ્થાને છે તેની ખબર પડે. નીચેની આકૃતિમાં આપ્યું છે તે મુજબ પથરી કિડનીમાં પણ હોઈ શકે. કિડની અને પેશાબની કોથળી ને જોડતો ભાગ જેને આપણે ureter કહીએ છીએ તેમાં પણ હોઈ શકે અથવા તો પેશાબની કોથળી એટલે કે bladder માં પણ હોઈ શકે.
પથરી શા માટે થાય છે તેના કારણો.
કિડનીમાં પથરી શા માટે થાય છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ નીચેની પરિસ્થિતિની અંદર પથરી થવાની શક્યતા વધી જાય છે.
કિડનીમાં પથરી થવાના બે મેઈન કારણો માં સ્ફટિક એટલે કે ક્રિસ્ટલ બનાવતા તત્વો વાળો ખોરાક વધારે લેવામાં આવે તો અથવા તો તેની સાથે પૂરતા પ્રમાણમાં પાણી પીવામાં ન આવે તો. દાખલા તરીકે કેલ્શિયમ, ઓક્સેલેટ અને યુરિક એસિડ. આ ત્રણે ત્રણ પદાર્થ એવા છે કે જો પાણી ઓછું પીવામાં આવે તો તે પદાર્થના ક્રિસ્ટલ કિડનીમાં ભેગા થઈને પથરી બની જાય. બીજું કારણ એવું પણ છે કે તમારા પેશાબ ની અંદર ઉપરના પદાર્થોને ઓગાળવાવાળા તત્વો ઓછા હોય તો પણ પથરી થવાની સંભાવના વધી જાય. પથરીના દર્દીએ વધારે પાણી એટલા માટે પીવું જોઈએ કે આ ઉપરના ક્રિસ્ટલ એક જગ્યાએ સ્થિર ન થાય. પેશાબના પાણી દ્વારા તે બહાર નીકળી જવા જોઈએ.
જે લોકો દિવસ દરમિયાન ઓછું પાણી પીતા હોય અથવા તે જે લોકો ઉનાળામાં પરસેવામાં કામ કરતા હોય ત્યારે તેમના શરીરનું પાણી પરસેવા દ્વારા ઉડી જાય તેવા લોકોને પથરી થવાની સંભાવના વધારે રહે. દિવસનું મિનિમમ અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ. એટલીસ્ટ બે લીટર જેટલો પેશાબ દિવસ દરમિયાન થાય તો પથરીના દર્દીને પથરી થવાની સંભાવના ઘટી જાય છે.
પથરીના અલગ અલગ પ્રકાર કયા કયા?
પથરીના અલગ અલગ ઘણા બધા પ્રકાર હોઈ શકે પરંતુ આપણે જે સામાન્ય રીતે જોવા મળતી પથરી ના પ્રકાર વિશે વાત કરીશું.
Calcium stones.
કેલ્શિયમ સ્ટોન મોટાભાગે તમારા પેશાબમાં જ્યારે કેલ્શિયમનું તથા ઓક્ઝિલેટ નું લેવલ વધી જાય ત્યારે થાય અને તમે જ્યારે પાણી ઓછું પીવો ત્યારે તે થાય. તે બે પ્રકારના હોય calcium oxalate અને calcium phosphate.
મોટાભાગના કેલ્શિયમ સ્ટોન ની અંદર કેલ્શિયમ ઓક્ઝિલેટ પ્રકારના સ્ટોન વધારે હોય. આ ઓક્ઝિલેટ એ આપણું લીવર બનાવે અથવા આપણે ખોરાકમાં ઓક્ઝિલેટ તત્વ ધરાવતો ખોરાક વધારે લઈએ ત્યારે થાય.
જે ખોરાકની અંદર કેલ્શિયમ વધારે હોય તેવા પદાર્થો વધારે લેવાથી તેને કેલ્શિયમનો સ્ટોન થવાની શક્યતા વધારે રહે. જેવું કે દૂધ અને દૂધની બનાવટો, વિટામિન ડી વધારે ડોઝમાં લેવામાં આવે અથવા તો જે લોકોને હાઇપર પેરાથાયરોડિઝમ એટલે કે પેરાથાઇરોઇડ હોર્મોનનું લેવલ વધી જાય ત્યારે પણ તે કેલ્શિયમનું લેવલ લોહીની અંદર વધારી જાય.
આ ઉપરાંત જેની અંદર oxalate વધારે હોય તેવો ખોરાક લેવામાં આવે જેમકે કે સ્પીનાચની ભાજી, બીટ, બટાકા કે શક્કરિયા, સૂકો મેવો ચોકલેટ, ચા, કોફી વગેરે વગેરે.
કેલ્શિયમ ફોસ્ફેટ નામનો સ્ટોન બહુ ઓછા કેસમાં બને. જ્યારે આપણા શરીરની અંદર મેટાબોલિક એસીડોસીસ થાય ત્યારે બને અથવા તો અમુક દવાઓ જ્યારે આપણે લેતા હોય ત્યારે થાય. જેવી કે માઈગ્રેન અથવા તો ખેંચની દવા લઈએ ત્યારે થાય.દાખલા તરીકે Topiramate.
આ ઉપરાંત જે લોકો વધારે પ્રમાણમાં પ્રોટીન, મીઠું એટલે કે સોલ્ટ તથા સુગર લે તે લોકોને પણ સ્ટોન થવાની શક્યતા વધી જાય. મીઠું એટલે કે સોલ્ટ તે તમારા પેશાબ ની અંદર કેલ્શિયમનું લેવલ વધારી દે.
જે લોકોનું વજન વધારે હોય તેને પણ સ્ટોન થવાની શક્યતા વધી જાય.
જે લોકોને આંતરડામાં તકલીફ હોય અથવા તો આંતરડાની સર્જરી કરાવવી હોય તે લોકોને પણ calcium oxalate તથા અન્ય સ્ટોન થવાની શક્યતા વધી જાય.
જે લોકોને metabolic disease હોય જેવું કે renal tubular acidosis, Cristineuria, hyperthyroidism તેમને calcium phosphate નામનો સ્ટોન થવાની શક્યતા વધી જાય.
જે લોકો વધુ પડતું કેલ્શિયમ ધરાવતા એન્ટાસિડ કે laxative લે તે લોકોને પણ પથરી થવાની શક્યતા વધી જાય. વધારે પડતું વિટામીન સી પણ પથરી કરે.
Struvite stones.
આ જાતની પથરી તમારા પેશાબના માર્ગમાં જ્યારે ચેપ લાગે ત્યારે થાય તે ઝડપ થી મોટી થાય.
Uric acid stones.
આ જાતની પથરી જે લોકો વધુ પડતું પ્રોટીન ખાતા હોય, જેમને ગાઉટ નામનો રોગ થયો હોય તેને થાય. જે લોકોના બ્લડ ની અંદર યુરિક એસિડ વધારે હોય તે લોકોને થાય. જે લોકો ના શરીરમાંથી પાણી વધારે ઉડી જાય તેવા લોકોને થાય જેમ કે વધારે ડાયરીયા થયા અથવા તો ગરમીમાં પરસેવામાં કામ કરવું પડતું હોય અને આપણે પાણી ઓછું પીએ ત્યારે થાય. અમુક લોકોને જીનેટીક ના કારણે પણ થઈ શકે. મા બાપને પથરી ની સમસ્યા હોય તો તેમના સંતાનને પણ થવાની શક્યતા વધી જાય. આ જાતનો સ્ટોન આપણને એક્સરે ની અંદર જોઈ ન શકીએ. સીટી સ્કેન કરાવવું પડે.
Cystine stones.
આ ટાઈપ ની પથરી જે લોકોને જન્મજાત આ પ્રોટીન તેમના પેશાબમાં વધુ જતું તેને થાય.
જુદાજુદા સ્ટોનનો દેખાવ કેવો હોય?
પથરીના દર્દીને કયા કયા લક્ષણો હોય?
મોટાભાગે પથરી કિડનીમાં હોય ત્યારે બહુ હેરાન ન કરે. પરંતુ તે કિડનીમાંથી સટકીને પેશાબના માર્ગમાં એટલે કે યુરેટરમાં આવે ત્યારે તે જોરદાર દુખાવો કરે. પથારીમાં ઊંચા નીચા કરી નાખે. આંખમાંથી પાણી લાવી દે.
જો પથરી સ્થિર એમના એમ પડી રહેતો બહુ દુખાવો ન કરે. પરંતુ જ્યારે તે ત્યાંથી ગતિ કરે ત્યારે તે દુખાવો કરે. તે પેશાબના માર્ગમાં જ્યારે આવીને અટકી જાય ત્યારે તે જગ્યાએ જોરદાર મસલ્સ સ્પાઝમ થાય તથા તે પેશાબના માર્ગમાં અટકી જવાના કારણે કિડની ઉપર સોજો પણ આવે તથા પથરી વાળા લોકોને પેશાબની અંદર ચેપ લાગવાની શક્યતા પણ વધી જાય.
મોટાભાગે કિડનીની પથરીનો દુખાવો તમારી કિડની પેટની અંદર જે જગ્યાએ સ્થિત છે તે જગ્યાએ થાય. જેમ કે તમારા પીઠના પાછળના ભાગે પોસડી થી નીચેના ભાગમાં દુખાવો થાય. તે દુખાવો પેઢા તરફ આગળ જાય. તેની સાથે કોઈ વખત પેશાબ લાલ આવે. પેશાબ ની અંદર ખૂન પડે. પેશાબ ડોળાયેલો આવે. પેશાબ વાસ મારે.ઠંડી લાગીને તાવ આવે વગેરે લક્ષણો જોવા મળે. આ ઉપરાંત ઉલટી ઉબકા પણ થાય.
પથરી નું નિદાન કેવી રીતના કરી શકાય?
પથરી નું નિદાન મોટાભાગે આપણે ઉપર જોયા તે પ્રમાણેના લક્ષણો ઉપરથી કરી શકીએ.
આ ઉપરાંત પેટનો એક્સરે કરીને પણ કરી શકાય. પરંતુ તે એક્સરે માં અમુક નાના સ્ટોન તથા અમુક જે રેડિયો ઓપેક સ્ટોન તે ન પણ દેખાય. એક્સરે ની અંદર યુરિક એસિડ અને cysteine સ્ટોન ઘણી વખત ન પણ દેખાય.
બીજું સોનોગ્રાફી દ્વારા પણ સ્ટોન નું નિદાન થઈ શકે.
ત્રીજું સિટી સ્કેન દ્વારા તેનું નિદાન કરી શકાય. સીટી સ્કેન માં મોટાભાગના સ્ટોન સારી રીતના દેખી શકાય. જે સ્ટોન સોનોગ્રાફી કે એક્સરેમાં ન દેખાય તે સીટી સ્કેનમાં દેખાય.
આ ઉપરાંત તમારા પેશાબ નો ટેસ્ટ કરવામાં આવે. પેશાબમાં કયા પથરી બનાવતા તત્વો વધારે છે અને કયા પથરી ઓગાળવા વાળા તત્વો ઓછા છે તેનું નિદાન કરવામાં આવે.
આ ઉપરાંત જ્યારે પણ તમારા પેશાબમાંથી પથરી બહાર આવે ત્યારે તે પથરી લઈને ડોક્ટરને બતાવો તે પથરીનું એનાલિસિસ કરીને તે પથરી કયા તત્વોથી બનેલી છે તેનું નિદાન થાય અને તે પ્રમાણે તમારા ખોરાક ની અંદર ફેરફાર કરવામાં આવે.
પથરીની સારવાર કેવી રીતના કરી શકાય?
મોટાભાગની નાની પથરી કોઈપણ જાતની સારવાર કર્યા વગર એની મેળે નીકળી જાય. ચાર મિલિમિટર થી નાની પથરી માટે વધારે સારવાર કરવાની જરૂર ન પડે. કોઈક વખત ચાર થી છ મિલિમિટર સુધીની પથરી પણ ઈઝીલી નીકળી જાય. પરંતુ છ મિલિમિટરની ઉપરની પથરી હોય તો તેની સારવાર કરવી પડે ત્યારે તે નીકળે.
નાની પથરી હોય તો પાણી તમારે વધારે પીવાનું. મિનિમમ અઢીથી ત્રણ લિટર પાણી પીવું જોઈએ.જેના કારણે પેશાબ ની અંદર વધારે પેશાબ બનવાથી તે પેશાબના ફ્લો સાથે બહાર નીકળી જાય. દિવસ દરમિયાન તમારો પેશાબ એકદમ ક્લિયર રહે તેટલું પાણી તો અવશ્ય પીવું જોઈએ. લગભગ બે લીટર જેટલો રોજનો પેશાબ આવે તો ઘણું સારું.
તે ઉપરાંત જ્યારે પથરી પોતાની જગ્યાએથી ખસે ત્યારે તમને ત્યાં દુખાવો કરે. તો દુખાવો ન થાય તેના માટે પેન કિલર લેવા પડે. દાખલા તરીકે ibuprofen or naproxen sodium.
આ ઉપરાંત પેશાબના માર્ગને રિલેક્સ કરવા માટેની ગોળી જેને આપણે આલ્ફા બ્લોકર કહીએ છીએ તે નામની ગોળી લેવાથી તે તમારો યુરેટરને રિલેક્સ કરે.
Examples of alpha blockers include tamsulosin (Flomax) and the drug combination dutasteride and tamsulosin (Jalyn).
આ ઉપરાંત high oxalate ધરાવતો ખોરાક જેવું કે સ્પીનાચની ભાજી, બીટ, બટાકા, સૂકો મેવો તથા દૂધ અને દૂધની બનાવટો ઓછી લેવામાં આવે તો સ્ટોન થવાની શક્યતા ઘટી જાય.
લીંબુનું શરબત વધારે પીવાથી ઓક્ઝિલેટ નું લેવલ કંટ્રોલમાં રહે તથા કેલ્શિયમના સ્ટોન તૂટવામાં મદદરૂપ થાય.
ચાર મિલીમીટરથી મોટો સ્ટોન હોય અને તે દવાથી કે પાણી પીવાથી ન નીકળે તો નીચે મુજબની સર્જરી કે પ્રોસેસ દ્વારા તેને દૂર કરી શકાય.
આ ટ્રીટમેન્ટની અંદર લીથો ટ્રીપ્સી મશીન દ્વારા બહારથી સાઉન્ડ વેવ પસાર કરવામાં આવે. તે પથરીને તોડી કાઢે. તે પથરી નાના નાના કણોમાં ફેરવાઈને પેશાબ દ્વારા બહાર નીકળી જાય. આ પ્રોસેસને
extracorporeal shock wave lithotripsy કહેવાય
(Shock wave therapy is used to break up larger kidney stones.)
Surgery:
આની અંદર દૂરબીન દ્વારા કિડની ની આજુબાજુની ચામડીમાંથી દાખલ થઈને કિડની સુધી પહોંચીને તે સ્ટોનને દૂર કરી શકાય. અથવા ઓપન સર્જરી પણ કરી શકાય.
Specially titled, percutaneous nephrolithotomy, this surgery removes the kidney stones using small telescopes and instruments.
આની અંદર એકદમ પાતળું દૂરબીન હોય જેની આગળ કેમેરા હોય તે પેશાબના માર્ગ દ્વારા દાખલ કરવામાં આવે. તે કિડની અને પેશાબની કોથળીની વચ્ચેનો ભાગ જેને આપણે યુરેટર કહીએ છીએ તેની અંદર લઈ જવામાં આવે. અને જ્યાં પથરી હોય તે પથરીને નેટ દ્વારા પકડીને બહાર લાવી શકાય અથવા તો તે પથરીને તોડીને તેના નાના નાના કણોમાં ફેરવી દેવામાં આવે. જે પેશાબ દ્વારા બહાર નીકળી જાય. ત્યાર પછી તે પેશાબના માર્ગમાં સોજો ન આવે તે માટે એક નાની નળી ગોઠવવામાં આવે જેથી કરીને પેશાબ રોકાય નહીં.
વધુ પડતા પેરા થાઇરોઇડ હોર્મોને કારણે સ્ટોન થતા હોય તો, જો પેરા થાઈરોડ ગ્રંથિ ની અંદર ગાંઠ થઈ હોય તો તે ગાંઠને દૂર કરવામાં આવે અથવા તેની ટ્રીટમેન્ટ કરવામાં આવે. જેના કારણે કેલ્શિયમ ફોસ્ફેટ નામનો જે સ્ટોન થાય તે થતો અટકી જાય.
જો કિડની સ્ટોનની સારવાર કરવામાં ન આવે તો તે વારંવાર પેશાબની અંદર ચેપ પેદા કરે, કિડની માં નુકસાન થાય તથા પેશાબમાં ખૂન પડવાની સંભાવના રહે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment