મોટાભાગના લોકોને વર્ષમાં બે ત્રણ વખત શરદી તો થાય જ છે. તો આ શરદી શું છે? તે શેના કારણે થાય? Common cold, sinusitis, એલર્જી તથા ફ્લુ એટલે શું?
તેના ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
Difference between common cold, sinusitis, allergy and flu?
શરદી નું અંગ્રેજી નામ એટલે કોમન કોલ્ડ
તે એક વાયરસથી થતું ઇન્ફેક્શન છે. તે Rhinovirus વાયરસ થી થાય.
સાઈન્યુસાઇટીસ જેને ગુજરાતીમાં સરેખમ કહેવામાં આવે છે. ભગવાને આપણા નાકની આજુબાજુ હાડકાની અંદર પોલાણ મૂક્યા છે. તેની અંદર ચેપ લાગવાના કારણે થાય. તે વાયરસના કારણે પણ ચેપ લાગી શકે અથવા તો બેક્ટેરિયાના કારણે પણ લાગી શકે અને એલર્જીના કારણે પણ થાય.
એલર્જી એટલે કોઈપણ બાહ્ય પદાર્થ એટલે કે ધૂળના રજકણો કે ધુમાડાથી આપણા નાકની અંદર સરવાળ પેદા થાય તેના કારણે થાય.
Flu તે influenza virus ને કારણે થાય.
ઉપરની ચારે કન્ડિશનમાં લગભગ લક્ષણો એક જ સરખા જોવા મળે તેમાં થોડો ઘણો ફેરફાર હોય.
આજે આપણે ખાસ કરીને કોમન કોલ્ડ અને સાઈન્યુસાયટીસ વિશે વાત કરીશું.
સાઈન્યુસાયટીસ ની વાત કરતા પહેલા આપણે તે સાઇનસ ની એનેટોમી નીચેની આકૃતિ દ્વારા જાણી લઈએ.
આપણા નાકની આજુબાજુ ચાર મુખ્ય સાઇનસ આવેલા છે. તે નાકની બંને બાજુ જોડીમાં હોય. Frontal sinus કપાળ ની અંદર હોય આંખની ઉપરના ભાગમાં.
Ethmoid sinus તે બે આંખની વચ્ચે નાકની આજુબાજુ હોય. ત્રીજું Sphenoid sinus નાકના મૂળમાં અંદરની સાઈડમાં હોય તેના ઉપર પિચ્યુટરી ગ્રંથિ આવેલી છે. Maxillary sinus તે નાક ની બાજુમાં ગાલની અંદર આવેલ છે.
શરદી માં કયા કયા લક્ષણો હોઈ શકે?
મોટાભાગની શરદીમાં વાયરસ આપણા શરીરમાં ઘૂસે પછી એક થી ત્રણ દિવસ પછી તેના લક્ષણો શરૂ થાય. તેમાં નીચે મુજબના લક્ષણો હોઈ શકે. નાકમાંથી પાણી પડવાનું શરૂ થઈ જાય. કોઈપણ વાયરસ કે કોઈપણ વસ્તુ આપણા નાકની અંદર જાય ત્યારે નાક તેની સામે રિએક્શન પેદા કરે જેના કારણે તે નાકની અંદરની ત્વચાના સ્ત્રાવને વધારી દે જેથી કરીને તે પ્રવાહી દ્વારા બહાર નીકળી જાય તે વાયરસને તે છીંક દ્વારા અથવા ઉધરસ દ્વારા બહાર ફેંકી દે અથવા તો મોઢાની અંદર ગળી જવાના કારણે જઠરમાં એસિડના કારણે તે મરી જાય. નાકની અંદરની ત્વચા તથા તેની કેપીલરી ફુલવાના કારણે નાક બંધ થઈ જતા હોય તેવું લાગે. જો તે ઇન્ફેક્શન ગળામાં જાય તો ગળાની અંદર પણ બળતરા કરે. તે સ્ત્રાવ ગળામાં જવા ને કારણે ગળા ની અંદર ચીકાશ જેવું લાગે. તે ઇન્ફેક્શન શ્વાસનળીમાં જાય તો તેને ઉધરસ એટલે કે કફ દ્વારા બહાર ફેકવા આવે. શરદીના દર્દીને છીંકો બહુ આવે એ છીંક દ્વારા તે વાયરસને બહાર ફેંકવા માટે પ્રયત્ન કરે. નાકની અંદર ઇરીટેશન થવાના કારણે છીંક આવે. શરદીમાં વ્યક્તિને સારું ન લાગે. શરદીમાં વ્યક્તિને માથાનો થોડો દુખાવો થાય અને શરીરમાં થોડો તાવ પણ આવે. શરદી થાય ત્યારે શરૂઆતમાં સફેદ પાણી બહાર નીકળે પછી ધીમે રહીને પીરું કે લીલું પ્રવાહી બહાર નીકળે. જેમ શરદી મટતી જાય તેમ પ્રવાહી ઘટ્ટ થતું જાય. મોટાભાગની શરદી માં ટ્રીટમેન્ટ કરવાની જરૂર ન પડે તે મોટાભાગે સાતથી દસ દિવસની અંદર મટી જાય. જો શરદી ના કારણે સાઇનસનો રસ્તો બ્લોક થાય તો સાઈન્યુસાઇટીસ થાય. સાઈન્યુસાયટીસ માં કયા લક્ષણો જોવા મળે તે આપણે નીચે જોઈએ.
સાઈન્યુસાયટીસ માં કયા લક્ષણો જોવા મળે?
સાઈન્યુસાયટીસ એટલે માથાના હાડકાના પોલાણ નું ઇન્ફેક્શન અથવા સોજો. તેમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે. આપણા માથાના હાડકામાં કેટલા પોલાણ મૂક્યા છે તે અગાઉ આપણે જોયા. ભગવાને આપણા મસ્તિષ્કના હાડકાની અંદર પોલાણ એટલા માટે મૂક્યા છે કે તેમાંથી કન્ટિન્યુઅસલી પ્રવાહી જર્યા કરે અને નાકને ભીનું રાખ્યા કરે. નાકને ગરમ અને ભેજવાળું રાખે જેથી કરીને બહારની કોઈપણ ઠંડી હવા આપણા નાકની અંદર જાય તો તે ગરમ અને ભેજવાળી થઈને આપણા ફેફસામાં જાય. જેના કારણે ફેફસાને નુકસાન ન થાય. તથા આપણા માથાના હાડકાની અંદર પોલાણ એટલા માટે મૂકવામાં આવ્યા છે કે તમે જ્યારે બોલો ત્યારે તમારો અવાજ રણકાદાર હોવો જોઈએ. તમને શરદી કે સાઇન્યુસાયટીસ થાય ત્યારે તમારો અવાજ બદલાઈ જાય છે.
જ્યારે સાઈન્યુસાયટીસ થાય ત્યારે તમારા નાકમાંથી ઘટ્ટ પ્રવાહી નીકળે તે પીળા કલરનું કે લીલા કલરનું હોય. જે લોકોને સાઈન્યુસાઇટીસ થાય ત્યારે આ પ્રવાહી આપણા ગળાની અંદર પણ જાય જે ત્યાંની માસ પેશીઓને ઇરીટેટ કરે એટલે તમને નાકની પાછળ કંઈક ચોંટતું હોય એવું લાગ્યા કરે. સૂકી ઉધરસ આવે. નાકની અંદરની ત્વચા ઉપર સોજો આવવાના કારણે તમને નાક થી શ્વાસ લેવામાં તકલીફ પડે. એટલે ઘણી વખતે મોઢું ખોલીને શ્વાસ લેવો પડે. સાઈન્યુસાયટીસ માં તમારા મગજના પોલાણ ની અંદર પ્રવાહી ભેગું થવાના કારણે તમારી આંખની આજુબાજુ તમને દુખે. કપાળમાં દુખે તથા આંખની નીચે ગાલ ઉપર દુખે. કોઈક વખત દાંતમાં પણ દુખે. ખાસ કરીને આગળ વાંકા નમવાથી તે વધારે દુખે. નાકની આજુબાજુ થોડો સોજો આવી ગયો હોય તેવું લાગે. જે લોકોના નાકની અંદર પડદો ખસી ગયો હોય અથવા તો નાકની અંદર મસા હોય તેવા લોકોને શરદી તથા સાઈન્યુસાઇટીસ ના લક્ષણો વધુ જોવા મળે. જે લોકોને વારંવાર શરદી થતી હોય અથવા સાઈન્યુસાઇટીસ થતું હોય તો તે પડદાને ઠીક કરવો પડે તથા મસાને દૂર કરવા પડે જે નાક કાન અને ગળાના ડોક્ટર કરી શકે.
સાઈન્યુસાઇટીસ ના બીજા લક્ષણોની અંદર કાનની અંદર પણ દુખાવો થાય. સૂંઘવાની શક્તિ ઓછી થઈ જાય. ઉધરસ આવે. શ્વાસની અંદર વાસ આવે. કોઈ વાર થાક પણ લાગે અને સામાન્ય તાવ પણ આવે.
એલર્જીના કારણે શરદી થાય તો કયા લક્ષણો જોવા મળે.
ઉપર મુજબના શરદી ના તમામ લક્ષણો જોવા મળે પરંતુ તેની અંદર નાકની અંદર ખંજવાળ આવે. છીંકો વધારે આવે. ધૂળ કે ધુમાડાને કારણે સિક્કો આવવાની શરૂ થઈ જાય. સોફા કે પડદા જાપટતી વખતે કે કચરો વાળતી વખતે તમને થઈ જાય. આ પરિસ્થિતિમાં મોઢા ઉપર સામાન્ય ભીનું માસ્ક લગાવવાથી અથવા ભીનો રૂમાલ બાંધવાથી આમ થતું અટકી જાય. તેમાં તાવ અને બીજા બધા લક્ષણો બહુ ઓછા હોય.
ઇન્ક્લુએન્ઝા એટલે કે ફ્લુમાં કયા લક્ષણો જોવા મળે.
ઇન્ફ્લુએન્ઝા એ ઈન્ફ્લુએન્ઝા નામના વાયરસથી થતો રોગ છે. તેમાં શરદીના જેવા જ લક્ષણો હોય. પરંતુ તેમાં તાવ આવવાની શક્યતા વધી જાય. આખું શરીર તૂટે. મસલ્સની અંદર વધારે દુખાવો થાય. ઉલટી ઉબકા પણ થાય. માથું દુખે શરીર દુખે. તેમાં ઇન્ફ્લુએન્જાની રસી લેવાથી તે વારંવાર થતું હોય તો ઓછું થાય.
શરદી હંમેશા ઠંડા વાતાવરણમાં કેમ થાય છે?
શરદી ના વાયરસ ને ઠંડુ વાતાવરણ અનુકૂળ આવે છે. ઠંડા વાતાવરણની અંદર હવા એકદમ શુષ્ક હોય છે. વાતાવરણમાં ભેજ હોતો નથી તેથી જ્યારે આપણે છીંક કે ઉધરસ ખાઈએ છીએ ત્યારે તે વાયરસ હવાની અંદર લોબો ટાઈમ રહે છે. તેથી બીજા લોકોને પણ ચેપ લાગવાની શક્યતા વધી જાય. ઠંડીની સિઝનમાં આપણા નાકની અંદર નાના વાળની રુવાટી જેવું સ્ટ્રક્ચર મૂક્યું છે જેની હલન ચલનની શક્તિ ઓછી થઈ જાય છે તથા શિયાળામાં નાકની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે.
શિયાળામાં આપણે મોટાભાગે ઘરની અંદર રહેતા હોઈએ છીએ. તેથી એકબીજાના વાયરસ ટ્રાન્સફર થાય છે.
ઠંડી હવા લાગવાથી નાકમાં પાણી કેમ આવે છે?
નાકમાં સૂકી અને ઠંડી હવા જાય ત્યારે નાક તે સૂકી અને ઠંડી હોવાને ગરમ તથા ભેજવાળી કરવા માટે નાકની અંદરની ત્વચા વધુને વધુ પાણી છોડે જેના કારણે તમારા નાકની અંદર પાણી વહેવા માંડે છે. તે ઠંડી હવા ના કારણે આપણા શરીરમાં આવતો ફેરફાર છે.
શરદીમાં સારવાર શું કરી શકાય?
મોટાભાગે શરદી સાતથી દસ દિવસની અંદર મટી જાય તેની સારવાર કરવાની જરૂર ન પડે. પરંતુ શરદી ના કારણે જે લક્ષણો પેદા થાય તેની સારવાર કરવી પડે. બાકી શરદીના વાયરસ માટે કોઈ એન્ટિવાયરલ દવા નથી. શરદીના કારણે આવતા લક્ષણોને આપણે કંટ્રોલ કરી શકીએ. માથું તાવ કી ગળામાં દુખે તો તો પેરાસીટામોલ કે બ્રુફેન લઈ શકાય.નાકનીની અંદર પાણી વધારે આવતું હોય તો ડીકંજીસ્ટન્ટ લઈ શકાય પરંતુ તે વધારે પ્રમાણમાં લેવા હિતાવવા નથી. તે બંધ કર્યા પછી ફરી થવાની શક્યતા વધી જાય. ઉધરસ આવતી હોય તો કફ સીરપ વાપરી શકીએ. એલર્જીના કારણે નાકમાંથી પાણી આવતું હોય તો તમે સ્ટીરોઈડ અથવા તો એન્ટીહિસ્ટામિનિક ગોળી ના રૂપમાં અથવા તો નેસલ સ્પ્રે ના રૂપમાં લઈ શકો. તમારા નાકની અંદર મસા હોય અથવા તો નાકનો પડદો ખસી ગયો હોય અથવા નાકની અંદર બહારથી કોઈ પદાર્થ ઘૂસી ગયો હોય તો નાક કાન ગળા ના ડોક્ટર દૂરબીન નાખીને તે તપાસ કરીને તેને દૂર કરવા પ્રયત્ન કરે.
શરદી ની અંદર ઘરગથ્થુ ઉપાય
મોટાભાગના કેસમાં શરદી સાતથી દસ દિવસની અંદર મટી જાય શરદી મટ્યા પછી અમુક લોકોને થોડો કફ લોબો ટાઈમ રહેતો હોય છે.
શરદી થાય ત્યારે આરામ કરવો. સામાન્ય ગરમ પાણી વધારે પીવું. જ્યાં પબ્લિક ભેગી થતી હોય તેવી જગ્યા એ જવાનું ટાળવું કારણ કે આપણો ચેપ બીજાને લાગે અને બીજાનો ચેપ આપણને પણ લાગે. વારંવાર તમારા હાથ નાક મોઢા કે આંખ આગળ લઈ જવા નહીં. વારંવાર તમારા હાથને ધોવાનું રાખો. ગરમ પાણીનો નાશ લેવો. નાક તથા સાઇનસ ને સામાન્ય ગરમ અને મીઠાવાળા પાણી થી ધોઈ શકાય તેને નેતિ કહેવાય. નેતિ હંમેશા એક્સપોર્ટ યોગ ટીચર ના ગાઈડન્સમાં કરવી અથવા તો નાક કાન ગળાના ડોક્ટરના ગાઈડન્સ માં કરવી.
નાક બંધ થઈ ગયા હોય તો સલાઈન ડ્રોપ નો ઉપયોગ કરી શકો.
ખાસ કરીને નાના બાળકોની જ્યારે ઇન્ક્લુન્જા કે ચિકન પોક્સ કે શરદી થાય ત્યારે એસ્પિરિન નામની ગોળી આપવી નહીં. કારણથી તેનાથી એક રે નામનો સિન્ડ્રોમ પેદા થવાની શક્યતા વધી જાય છે. જેના કારણે તેની ગંભીર અસર મગજ ઉપર કિડની ઉપર અને લીવર ઉપર થાય ઘણીવાર બાળકનું મૃત્યુ પણ થઈ શકે
જો તમારી શરદી લાંબો ટાઈમ રહે અને ન મટે તો એન્ટીબાયોટિક ની જરૂર પડે તો એન્ટિબાયોટિક પણ આપવામાં આવે. મોટાભાગે વાયરસના કારણે શરદી થાય તેમાં એન્ટિબાયોટિક નો કોઈ રોલ નથી.
આયુર્વેદિક ની અંદર શરદી એ કફ પ્રકૃતિવાળા વ્યક્તિને વધારે થાય તો આદુ, સૂંઠ, મરી, તજ, લવિંગ, મધ કે લીંબુ શરબત વધારે લઈ શકાય.
ભસ્ત્રિકા કપાલભાતિ વગેરે પ્રાણાયામ કરવાથી શરદી ઓછી થાય.
શરદી થઈ હોય ત્યારે ખાસ કરીને ઠંડા પીણા કે ઠંડી વસ્તુ કે મીઠાઈવાળી વસ્તુ ખાવી નહીં. ખાંડ તે કફ પેદા કરે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના. ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે. મારું કામ જે રોગો વારંવાર થતાં હોય તે રોગોના સાયન્સને તમારી સમક્ષ રજૂ કરવાનો છે.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment