સમાજમાં ઘણા બધા પાગલ માણસો જોવા મળતા હોય છે. તો આ વ્યક્તિ પાગલ શા માટે થઈ જાય છે? તેના માટે કયા કેમિકલ જવાબદાર છે?તેનું જીવન કેવું હોય છે? તેની સારવાર શક્ય છે કે નહીં વગેરે ઉપર વિચાર કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આપને આ લેખ પસંદ આવશે.
પાગલપન અથવા તો schizophrenia એટલે શું?
પાગલ વ્યક્તિને સમાજના કે સરકારના કોઈપણ નિયમો તેની આડે ન આવે. પોતાની જાતને સ્વસ્થ રાખવી પડે, સમાજના નિયમોનું પાલન કરીને જીવવું પડે તેવી તેને ખબર જ ન હોય. તેને આપણે પાગલ કહીએ છીએ. તેના વિચારો, તેની લાગણીઓ, તેની ફીલિંગ્સ, તેની વર્તણુક સમાજથી સાવ અલગ હોય. તેને આપણે અલગ અલગ નામોથી ઓળખીએ છીએ જેવા કે પાગલ, ગાંડો, ચિત્ત ભ્રમ, સાયકોસીસ, વિચાર વાયુ અથવા ચસકી ગયું છે તેમ કહીએ છીએ. તેને અંગ્રેજીમાં schizophrenia કહેવાય. તે વ્યક્તિ પોતાની જ દુનિયામાં જીવતો હોય પોતાની જ કલ્પનામાં કે પોતાના જ વિચારોમાં જીવતો હોય.
ડોક્ટરની ભાષામાં સિઝોફેનીયા એટલે
જે વ્યક્તિનું રિયાલિટી એટલે કે વાસ્તવિકતા જોડે કનેક્શન છૂટી ગયું હોય તેને સિઝોફેનિયા કહેવાય. તેને કાનની અંદર ભણકારા વાગ્યા કરતા હોય, કોઈ વસ્તુ હાજર ન હોય તો પણ તેને દેખાયા કરતી હોય જેમ કે માતાજી દેખાય છે પરંતુ માતાજી હોય નહિ. તેની અમુક બાબતની અંદર ફિક્સ ખોટી માન્યતા બંધાઈ ગઈ હોય જેના કારણે તેની રોજિંદી જિંદગી પર અસર થતી તેને સિઝોફેનિયા કહેવાય.
સિઝોફેનીયા એ જટિલ બીમારી છે પરંતુ તેમની સારવાર શક્ય છે. 100% મટાડવી મુશ્કેલ છે પરંતુ કંટ્રોલ કરી શકાય.
સિઝોફેનીયા ની અંદર કયા લક્ષણો જોવા મળે?
મોટાભાગે પુરુષોમાં પાગલપન 15 વર્ષથી 25 વર્ષની ઉંમરે શરૂ થાય સ્ત્રીઓમાં 25 વર્ષથી 35 વર્ષની ઉંમરે શરૂ થાય. સ્ત્રી અને પુરુષની પાગલ થવાની શક્યતા લગભગ સરખી છે.
પાગલ વ્યક્તિમાં મુખ્ય પાંચ લક્ષણો જોવા મળે.
- Delusion: આની અંદર વ્યક્તિ ખોટી માન્યતા ધરાવે વાસ્તવમાં તેવું હોય નહીં. જેમ કે ફલાણો વ્યક્તિ મને હેરાન કરે છે મને મારવા આવે છે.મારા વિચારો સેટેલાઈટ દ્વારા કંટ્રોલ થઈ રહ્યા છે. આવી ઘણી બધી માન્યતાઓ તેની અંદર હોય. તેમાં તેને સમજાવવા છતાં માને નહીં. વાસ્તવમાં કોઈ તેને કંટ્રોલ કરી રહ્યું ન હોય. કોઈ તેનો દુશ્મન ન હોય તો પણ તેને એવું લાગ્યા કરે. તે તેની કલ્પનામાં જ જીવ્યા કરે
- Hallucination: આમાં તેની પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો અથવા તો કોઈ પણ એક જ્ઞાનેન્દ્રિય માં માં તેને તે વસ્તુ હાજર ન હોવા છતાં તે વસ્તુ હાજર છે તેવો આભાસ થાય. મોટાભાગના કેસમાં તેને કાનની અંદર કોઈ આવીને કહી જાય છે અથવા કાનની અંદર અલગ અલગ અવાજો સંભળાય છે વાસ્તવમાં તે અવાજ હોય નહીં. તે આંખેથી અલગ કાલ્પનિક ચિત્રો જુએ જે વાસ્તવમાં હોય નહીં. ફલાણી વ્યક્તિ અહીંયા કચરો નાખી ગઈ વાસ્તવમાં તે વ્યક્તિ કચરો નાખવા આવી ન હોય. ફલાણી માતાજી દેખાય છે. અહીંયા મને ગંધ આવે છે વાસ્તવમાં ગંધ આવે તેવી કોઈ વસ્તુ હોય નહીં. મારા શરીર ઉપર કીડીઓ અથવા મકોડા ફરે છે વાસ્તવમાં મકોડા કે કીડીઓ હોય નહીં. તેને તીખું કે કડવું લાગે છે વાસ્તવમાં તેવું હોય નહીં.
- Disorganized or incoherent speaking: તેના વિચારો અને તેની વાતચીત વચ્ચે કનેક્શન ન હોય. તે બોલે શું અને કરે શું. તે કોઈ એક ટોપીક ઉપર કાયમ રહી શકે ન શકે.તેની વાત ઉપરથી આપણે કોઈ નિષ્કર્ષ ન કાઢી શકીએ. તે આખો દિવસ બબડ્યા કરે. મતલબ વગરની વાતો કર્યા કરે.
- Disorganized or unusual movements: આ વ્યક્તિ જરૂર કરતાં વધારે હલનચલન કરે. એક જગ્યાએ બેસી ન શકે. ફર હર કર્યા કરે. જરૂર કરતાં વધારે હલનચલન કરે અથવા તો સાવ હલનચલન કર્યા વગર એક જગ્યાએ બેસી રહે. ટ્રાફિક સિગ્નલ ક્રોસ ન કરવાનું હોય તો પણ ક્રોસ કરી દે.
Negative symptoms:
આપણી ધારણા પ્રમાણે જે કામ કરવું જોઈએ તે પ્રમાણે તે ન કરી શકે.
ઘણી વખત આ વ્યક્તિ એકદમ એક્સપ્રેશન લેસ થઈ જાય. મોઢા ઉપર કોઈ હાવ ભાવ ના હોય. આજુબાજુની વસ્તુને એન્જોય ન કરી શકે. સમાજમાં ભળવાનું ટાળે.
કોઈપણ જાતનું મોટીવેશન તેને અસર ન કરે.
ઘણીવાર વ્યક્તિ ટોટલ પાગલ ના થયો હોય પરંતુ તેનો સ્વભાવ શંકાશીલ થઈ જાય તેની મેડિકલ ની ભાષામાં પેરાનોઈડ સીઝોફેનીયા કહેવાય.
તે દરેક વાતમાં શંકા કર્યા કરે તેની પત્ની બીજા જોડે વાત કરતી હોય તો તેને એવું લાગે કે તેનું ચક્કર તેની જોડે ચાલે છે. ઘણીવાર તો દવાખાનામાં પત્નીના કપડાં લઈને આવે અને ડોક્ટર ને પૂછે જુઓ તો સાહેબ આની અંદર વીર્યની ગંધ આવે છે. તેનું લગ્નજીવન દામાડોળ થઈ જાય.
આ ઉપરાંત તેને ડર વધારે લાગે.તે પોતાની જ દુનિયા અને વિચારોમાં ખોવાયેલો રહે. અજીબ અજીબ હરકતો કરે. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. ડિપ્રેશનનો અનુભવ કરે.
આવી વ્યક્તિ પોતાની સંભાળ ખુદ રાખી ન શકે. નિયમિત બ્રશ ન કરે. સારા કપડાના ન પહેરે, નિયમિત નહાય નહીં. ઘણીવાર સાવ કપડાના પહેરે. લગર વગર ફર્યા કરે. પેન્ટ ની ચેન ખુલ્લી હોય તો ખુલ્લી જ રાખે. ગમે ત્યાં પેશાબ સંડાશ કરે.
આ ઉપરાંત તેને સાયકોસીસ ની સાથે ડિપ્રેશન અને એન્જોયટી પણ હોય તથા તેને આપઘાત કરવાના વિચારો પણ આવે. તે આપઘાત પણ કરી કાઢે. તેના આ લક્ષણોને ભૂલવા માટે
તે દારૂના રવાડે કે ડ્રગ્સના રવાડે ચડી જાય ગાંજો પીવા માંડે.
સિઝોફેનિયા ને કારણે તેની પત્ની સાથેના કે પતિ સાથેના રિલેશન ખરાબ થઈ જાય. કામકાજના સ્તરે બરોબર કામ કરી ન શકે. સમાજની અંદર કોઈ સારું કામ ન કરી શકે. તેની જોબ છીનવાઈ જાય.
તેની યાદ શક્તિ ઓછી થઈ જાય. ગેસ ચાલુ કર્યો હોય તો બંધ કરવાનું ભૂલી જાય.તેનો વ્યવહાર ઘણીવાર આક્રમક થઈ જાય.કોઈની હિંસા પણ કરી કાઢે. જ્યારે તે હિંસક થઈ જાય ત્યારે તેને કંટ્રોલ કરવો બહુ જ ડીફીકલ્ટ હોય. તેને પોતાને આ રોગ થયો છે તેની તેને ખબર ન હોય તેથી તેને ટ્રીટમેન્ટ લેવાનું કહેવામાં આવે તો પણ તે ટ્રીટમેન્ટ ન લે. કારણકે તેનો રિયાલિટી જોડે સંબંધ કપાઈ ગયો છે. રીયાલીટી મતલબ વાસ્તવિકતા મતલબ કે સચ્ચાઈ ની સાથેનો તેનો સંપર્ક છૂટી જાય.જ્યાં શાંતિ રાખવાની હોય ત્યાં ધમાલ કરે. જ્યાં ન હસવાનું હોય કે ન બોલવાનું હોય ત્યાં હસે અથવા બોલે.
સિઝો ફેનિયા થવાના કારણો.
સીઝોફેનીયા કેમ થાય છે તેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ નીચેના કારણો હોઈ શકે તેવું માનવામાં આવે છે.
- આપણી ચેતાઓમાં થતા કેમિકલ ફેરફારો ને કારણે સેલ ટુ સેલ ટ્રાન્સફર થતા સંદેશાઓમાં ગરબડ ઊભી થાય. ખાસ કરીને ડોપામીનનું લેવલ વધી જાય ત્યારે સીઝોફેનિયા થવાની શક્યતા વધી જાય.
- જીનેટીક: મા-બાપને કે તેમના ફેમિલીમાં કોઈને સીઝોફેનીયા હોય તો તે વ્યક્તિને સીઝોફેનીયા થવાની શક્યતા વધી જાય.
- લોબો ટાઇમ સ્ટ્રેસફૂલ કન્ડિશનમાં રહે તો પણ તેને સિઝોફેનીયા થવાની શક્યતા વધી જાય.
- માતાના ગર્ભમાં હોય ત્યારે તથા જન્મ સમયે તેના મગજને નુકસાન પહોંચ્યું હોય તો સીઝોફેનીયા થવાની શક્યતા વધી જાય. જેમકે માતાના ગર્ભ દરમિયાન માતાને બ્લડ પ્રેશર હોય, માતા વ્યસન કરતી હોય, માતા તણાવમાં રહેતી હોય, માતાને ખાવા પીવાનું બરોબર ન મળતું હોય. માતાને ડાયાબિટીસ હોય, વિટામીન ડી ની ઉણપ હોય કે કોઈ વાયરલ ચેપ લાગવાના કારણે બાળકના મગજને નુકસાન પહોંચે તો પણ સીઝોફિનિયા થવાની શક્યતા વધી જાય. જન્મ પછી તેની બરોબર સારવાર કરવામાં ન આવી હોય. વારંવાર બીમાર પડે તો. તેને ખેંચ આવી હોય તો સીઝોફેનીયા થવાની શક્યતા વધી જાય.
- કોઈ કારણસર આપણા મગજને નુકસાન પહોંચે તો પણ સીઝોફેનીયા થવાની શક્યતા વધી જાય.
- અમુક દવાઓ તથા વ્યસનના હાયર ડોઝ ના કારણે તથા નાનપણથી વ્યસન કરતા હોય તો સિસોફેનીયા થવાની શક્યતા વધી જાય.
સિઝોફેનીયા ની સારવાર
સો એ સો ટકા ક્યોર કરી શકાતું નથી. પરંતુ તેના લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે. તેમાં દવાઓ લાંબો ટાઈમ લેવી પડે.
તેને સારું થઈ જાય પછી પણ ફરી તેવું થવાની શક્યતા રહે. ડોક્ટરની સલાહ વગર દવા બંધ કરવી નહીં. તેમો નીચે મુજબની સારવાર કરવામાં આવે છે.
- Anti psychotic drugs:
- મોટાભાગે સીઝોફેનીયા ડોપામીનનું લેવલ વધી જવાના કારણે થાય છે. તો તે કેમિકલ માપનું રહે અથવા તેને ઘટાડવા માટેની દવાઓ આપવામાં આવતી હોય છે.
- એન્ટીસાઇકોટિક દવામાં બે ટાઈપની હોય ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશન.
- ફર્સ્ટ જનરેશન એન્ટી સાઇકોટિક ની અંદર chlorpromazine અથવા તો helloperidol આપવામાં આવે. અમુક લોકો ગોળી લેવામાં કો ઓપરેટ ન કરે તો તેને હેલો પેરિડોલના ઇન્જેક્શન આપવામાં આવે જેની અસર મહિનો બે મહિના રહે.
- સેકન્ડ જનરેશન એન્ટીસાયકોટીક ની અંદર olenzapine તથા respiridone જેવી દવાઓ આપવામાં આવે. તેની સાઇડ ઇફેક્ટ પ્રમાણમાં ઓછી હોય પરંતુ કિંમત વધારે હોય.
- મોટાભાગે આ દવાની સાઈડ ઇફેક્ટ માં એક્સ્ટ્રા પિરામિડલ સિન્ડ્રમ આવે તેની અંદર માણસની બોલતી બંધ થઈ જાય, મોઢું એક તરફ ખેંચાઈ જાય, હાથ પગમાં ધ્રુજારી આવે. મોઢામાંથી લાળ પડે જ્યારે આપણને કોઈ વસ્તુ ન ગમે ત્યારે કેવું આપણે મોઢું મચકોરી કાઢીએ છીએ તેવું થાય. ડોક્ટર ગોળી કે ઇન્જેક્શન આપે એટલે ઠીક થઈ જાય.
- આ ઉપરાંત સિઝોફેનિયા ડિપ્રેશન જોડે હોય તો એન્ટી ડિપ્રેશન્ટ પ્લસ એન્ટીસાયકોટિક દવાઓ આપવી પડે. એન્જોયટી જોડે હોય તો એન્ટિએન્ઝાઇટી ડ્રગ્સ આપવી પડે. જે મનને શાંત કરે.
- જો ઉપરની દવાઓ કામ ન કરે તો તેને ઇલેક્ટ્રો કન્વલર્ઝિવ થેરાપી આપવી પડે એટલે કે મગજના શોટ આપવા પડે. તેનાથી તેના કેમિકલ ઝડપથી નોર્મલ થાય. તેમાં ખાસ કોઈ નુકસાન થતું નથી.
- અમુક કિસ્સામાં સાયકો થેરાપી કામ કરે વ્યક્તિ વાતને સમજી શકે તેમ હોય તો તેને કોગ્નિટિવ બિહેવિયર થેરાપી આપવામાં આવે. તેમાં તેના વિચારોને, તેની લાગણીઓ અને તેના વ્યહવારને ચેન્જ કરવામાં આવે.
ડોક્ટરના મતે સાયકોસીસના અલગ અલગ પ્રકાર હોય પણ તે આપણા માટે જરૂરી નથી. આપણા માટે ઉપરના પાંચ લક્ષણો માંથી કોઈપણ બે લક્ષણો હોય એક મહિનાથી લોબો ટાઈમ તે લક્ષણો રહે જેના કારણે તમારી રોજિંદી લાઈફ ડિસ્ટર્બ થાય તો તેને સીઝોફેનીયા કહેવાય.
ડોક્ટરના મતે સાયકોસીસના અલગ અલગ પ્રકાર છે. રૂટિનમાં આપણે જાણવા જેવા જે છે તે નીચે મુજબ છે.
- Mania: આની અંદર વ્યક્તિમાં કંઈક સુપર પાવર આવી ગયો હોય તેવું ફિલ કર્યા કરે. એના વિચારોની ગતિ ફાસ્ટ ચાલતી હોય. તે વધુ પડતો ઉત્સાહી થઈ જાય. ઉન્માદ માં આવી જાય. વધુ પડતી ઈચ્છાઓમાં ખોટા નિર્ણયો લઈ લે. જે વસ્તુની જરૂર ના હોય તે વસ્તુને પણ ઘરમાં વસાવવા માંડે. ઘણીવાર રેલવેના પાટા બાઈકથી કૂદી જવા પ્રયત્ન કરે અને પછી પાટા માં જઈને પડે. વધારે પડતી સેખાઈઓ મારવા માંડે. પોતાની જાતને સુપરમેન માનવા માંડે. પૈસા ના ધુમાડા કરે. જરૂર ના હોય તેવા ખર્ચા કરે. ઘણી વખત વ્યક્તિ એન્ટી ડિપ્રેશન ની દવાઓ લેતું હોય ત્યારે કેમિકલ નું લેવલ વધી જાય ત્યારે પણ તેને મેનિયા જેવું વર્તન કરે.
2. Historical personality: આની અંદર વ્યક્તિ બીજા ઉપર ડિપેન્ડન્ટ રહ્યા કરે. હંમેશા બીજાનું એટેન્શન પોતાના ઉપર રહે તેવો પૂરેપૂરો પ્રયત્ન કરે. તે માટે ખોટી ખોટી ખેંચ પણ લાવે. દવાખાને દાખલ થઈ જાય. આખો દિવસ કમ્પ્લેન કર્યા કરે મને આજે અહીં દુખે છે મને આજે અહીં દુખે છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment