આજકાલ ડિપ્રેશનના કેસ વધતા જાય છે.  બાળકોથી માંડીને મોટાને કોઈને પણ પૂછો તો કોઈકને કોઈક વખત ડિપ્રેશનનો અનુભવ કરતા હોય છે. આ ડિપ્રેશન શું છે? તે કેવી રીતના થાય? તેનું નિરાકરણ કઈ રીતના કરી શકાય? માનસિક રોગીને સમાજ કંઈ નજરે જુવે છે? તે ઉપર  મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

ડિપ્રેશન કોને કહેવાય?

ડિપ્રેશનને ગુજરાતીમાં હતાશા કે નિરાશા કહેવાય. 

તેને અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. પરંતુ તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. તે અમુક અમુક લક્ષણોનો સમૂહ છે. 

મારા મતે જીવનને એક્સપ્રેસ થતા અટકાવતી કોઈપણ વસ્તુ ને ડિપ્રેશન કહેવાય. આપણું જીવન ખુશી, પ્રેમ, ઉત્સાહ, એનર્જી, કર્મ દ્વારા છલકતું હોય છે. આમાં આવતી કોઈ પણ રૂકાવટને ડિપ્રેશન કહેવાય. ડિપ્રેશનને લોકો હતાશા, નિરાશા, frustration ના નામે પણ ઓળખતા હોય છે. 

ડોક્ટરની ભાષામાં ડિપ્રેશન એટલે શું?

Depression in psychology

a mood or emotional state that is marked by feelings of low self-worth or guilt and a reduced ability to enjoy life.

Depression is a constant feeling of sadness and loss of interest, which stops you doing your normal activities.

તો ડિપ્રેશન નો સીધો સાદો મતલબ છે કે તમારો મૂડ વારંવાર બગડેલો રહ્યા કરે. તમને વારંવાર દુખનો અનુભવ થયા કરે. જીવનમાં ઉત્સાહ ઉમંગ ન રહે. જેના કારણે તમારી રોજિંદી જિંદગી પર પણ અસર થાય તેને ડિપ્રેશન કહેવાય.

ડિપ્રેશનમાં કયા કયા લક્ષણો જોવા મળે? 

ડિપ્રેશનમાં વ્યક્તિને નીચે મુજબના  એક કરતાં વધારે લક્ષણો જોવા મળે.

વ્યક્તિ સતત દુઃખી રહ્યા કરે. વારંવાર રડી પડે. જીવનમાં ખાલીપો લાગે. નિરાશા નો અનુભવ કરે. નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય. રોજબરોજની જિંદગીમાં રસ ઓછો થતો જાય. કામકાજ કરવામાં કંટાળો આવે. સેક્સ કરવાની ઈચ્છા ન થાય. પોતાના શોખ પૂરા કરવામાં કે રમતગમતમાં તેને મજા ન આવે. ઊંઘ ઊંઘ કર્યા કરે અથવા તો ઊંઘ ઓછી થઈ જાય. વારંવાર જાગી જાય. કોઈ નાનું કામ કરવામાં પણ થાકનો અનુભવ કરે. કોઈ નવું કામ કરવામાં કે જૂનું કામ કરવામાં રસ ઓછો પડે. ભૂખ ઓછી લાગે અથવા અમુક વખતે વધારે ખાવાની ઈચ્છા થાય. અમુક વખતે વજન વધે પણ ખરું અને ઘટે પણ ખરું. નાની નાની વસ્તુમાં તેને ચિંતા થયા કરે. તેનું મન અશાંત રહ્યા કરે. વિચાર શક્તિ ધીમી થઈ જાય. પોતાની બોડી ની મુવમેન્ટ ઓછી થઈ જાય. એક બાજુ ટૂંટિયું વાળીને પડ્યો રહે. પોતાની જાતને યુઝલેસ માન્યા કરે. ભૂતકાળની નિષ્ફળતાને વાગોળ્યા કરે. પોતાની જાતને બ્લેમ કર્યા કરે. વિચાર શક્તિ ઓછી થઈ જાય કોન્સન્ટ્રેશન ઓછું થઈ જાય. યાદશક્તિ ઓછી થઈ જાય. આપઘાત કરવાના વિચારો આવે. આપઘાત કરવાનો પ્રયત્ન પણ કરે અને આપઘાત પણ કરે. સતત શરીરમાં દુખાવો રહ્યા કરે છે તથા માથું દુખે છે તેવી ફરિયાદ કર્યા કરે. કોઈક વાર વ્યસનનો પણ સહારો લે.

આ ઉપરાંત બાળકોમાં જ્યારે ડિપ્રેશન થાય ત્યારે તેઓ સ્કૂલમાં જવાનું ઓછું કરી દે. ભણવામાં પાછા પડે. યાદ શક્તિ ઓછી થઈ જાય. ધ્યાન રાખીને ભણી ન શકે. વારેવારે ગુસ્સે થઈ જાય. સ્કૂલની અંદર રમત-ગમતમાં ભાગ ન લે તેનું પરફોર્મન્સ ઓછું થતું જાય.

ઉંમર સાથે આવતા ડિપ્રેશનમાં વ્યક્તિને બહાર જવાનું ગમે નહીં. ઘરની અંદર કંટાળો આવે.

ડિપ્રેશન કેટલો ટાઈમ રહે છે અને તેની કેટલી તીવ્રતા છે તે પ્રમાણે તેના ટાઈપ હોય.

ડિપ્રેશન સામાન્યથી વધારે તીવ્રતાનું પણ હોઈ શકે. ડિપ્રેશન ટૂંકા ગાળા થી લાંબા ગાળાનું પણ હોઈ શકે. જેના અંગ્રેજીમાં અલગ અલગ નામ નીચે મુજબ છે. Mild, moderate and severe depression.Major depression, Clinical depression, persistent depression.

કંઈ કંઈ પરિસ્થિતિમાં વ્યક્તિ ડિપ્રેશનનો અનુભવ કરે?

  1. ભગવાને મનુષ્યને એક ઈમોશનલ બ્રેઇન આપ્યું છે. જ્યારે પણ તેના ઇમોશન સાથે ખીલવાડ થાય ત્યારે તે ડિપ્રેશનનો અનુભવ કરે. અમુક પરિસ્થિતિ ટેમ્પરરી હોય તે ટેમ્પરરી ડિપ્રેશન નો અનુભવ કરાવે તે પરિસ્થિતિ જતી રહે ત્યારે વ્યક્તિ તેમાંથી બહાર આવી જાય. જેને રિએક્શનરી ડિપ્રેશન કહેવાય. જેમ કે તમારા બહુ જ નજીકના સંબંધી મા બાપ, બાળક, પતિ અથવા પત્નીનું મૃત્યુ થાય ત્યારે આપણને ડિપ્રેશનનો અનુભવ થાય. પ્રેમી પ્રેમિકાને છોડીને જતો રહે અથવા તો પ્રેમિકા પ્રેમીને છોડીને જતી રહે તો પણ ડિપ્રેશનનો અનુભવ થાય. ધંધામાં ટેમ્પરરી નુકસાન આવે તો પણ ડિપ્રેશનનો અનુભવ થાય. નોકરી છૂટી જાય અથવા નોકરી મળવામાં વિલંબ થાય ત્યારે ડિપ્રેશન નો અનુભવ થાય.તમારી જોડે બધુ જ હોવા છતાં  જ્યારે તમે કંઈ જ કરીન શકો ત્યારે તમને ડિપ્રેશન નો અનુભવ થાય. કોઈ તમારી લાગણીને નુકસાન કરે તમારા વિશે ખરાબ ખરાબ બોલ્યા કરે તો પણ તમને ડિપ્રેશન અનુભવ થાય. પરીક્ષામાં ધાર્યા કરતા ઓછું રિઝલ્ટ આવે અથવા તો નપાસ થવાય તો પણ લોકો હતાશાનો અનુભવ કરતા હોય છે. કોઈ લાંબા ગાળાની માંદગી આવી જાય અથવા તો આપણને કેન્સર કે અસાધ્ય રોગ થાય તો પણ ડિપ્રેશનનો અનુભવ થાય. તમારી જોડે કોઈ ખરાબ વર્તન કરે અને તમે તેનો પ્રતિકાર ન કરી શકો તો પણ ડિપ્રેશન નો અનુભવ થાય.
  2. તમારા ફેમિલીમાં તમારા બ્લડ રિલેશનમાં કોઈને ડિપ્રેશન હોય તો તમને ડિપ્રેશન થવાની શક્યતા વધી જાય છે.
  3. અમુક દવાઓના કારણે તથા અમુક હોર્મોન્સ ની અંદર ઉપર નીચે થાય તો પણ ડિપ્રેશન થવાની શક્યતા વધી જાય. જેમ કે થાઈરોડ હોર્મોન ઘટી જાય તો વ્યક્તિ ડિપ્રેશનનો અનુભવ કરે. 
  4. ચોથું જીનેટીકના કારણે તમારી અંદર ઓછા હેપ્પી કેમિકલ પેદા થતા હોય તો પણ તમને ડિપ્રેશનનો અનુભવ થાય. 
  5. વાતાવરણ બદલાય તો પણ ડિપ્રેશન નો અનુભવ થાય. ચોમાસામાં સુરજદાદા ત્રણ ચાર દિવસ ન ઉગે તો આપણને ડિપ્રેશન જેવું લાગે. 
  6. પ્રેગ્નન્સી દરમિયાન કે ડીલેવરી પછી આપણા હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે ડીલેવરી પછી તમને ડિપ્રેશનનો અનુભવ થાય.

ડિપ્રેશન થવા માટે કયા કેમિકલ જવાબદાર હોય છે?

ડિપ્રેશન નો અનુભવ કરવતા મગજને લીમ્બિક બ્રેન કહેવાય અથવા તો ઈમોશનલ બ્રેન કહેવાય. તેને જ્યારે પણ નુકસાન થાય ત્યારે તમને ડિપ્રેશનનો અનુભવ થાય. 

તમારા મૂડ ને બરોબર રાખવા વાળા ન્યૂરો કેમિકલ ઓછા થાય તો પણ ડિપ્રેશન નો અનુભવ થાય. તેમાં ખાસ કરીને serotonin તે આપણા મૂડ માટે જવાબદાર છે. આ ઉપરાંત  nor adrenaline તથા dopamine નું લેવલ ઘટે તો પણ ડિપ્રેશનનો અનુભવ થાય.

ડિપ્રેશનની સારવાર કેવી રીતના કરી શકાય? 

ડિપ્રેશનની સારવારમાં આપણે એ ધ્યાન રાખવાનું છે કે પહેલા તો આપણને ડિપ્રેશન છે તે આપણે સ્વીકારવું પડે. મોટાભાગના લોકો પોતાને ડિપ્રેશન છે તે સ્વીકારતા નથી તેના કારણે આગળ જતા પ્રોબ્લેમ ઉભા થાય છે. આપણને ડાયાબિટીસ થયો હોય તો આપણે તરત જ સ્વીકારી લઈએ છીએ અને ડોક્ટરની સલાહ લઈએ છીએ. જેમ ડાયાબિટીસ અમુક હોર્મોન્સ ના ફેરફારના કારણે થાય એ જ પ્રમાણે માનસિક રોગ પણ અમુક કેમિકલ ના ફેરફારને કારણે થાય. તે કેમિકલને ઠીક કર દો તો માનસિક રોગ પણ ઠીક થઈ જાય. તમે ગમે તેવા મહાન માણસ કે સેલિબ્રિટીને પણ ડિપ્રેશન થઈ શકે. ડિપ્રેશન મને પણ થાય તમને પણ થાય. કોઈપણ રોગનો આપણે સ્વીકાર કરીએ ત્યારે તેની સારવાર તરફ પણ આપણે ધ્યાન આપતા હોઈએ છીએ. ડિપ્રેશન છે તે લોકો સ્વીકારતા નથી તેનું કારણ તે છે કે તેમના સ્વમાન ઉપર ઘા થાય છે અથવા લોકો શું કહે છે તેનો ડર લાગે છે.

બીજું જ્યારે પણ ડિપ્રેશનના દર્દીને ડિપ્રેશનના લક્ષણો દેખાય ત્યારે તેને કોઈ દિવસ ઉતારી ન પાડો. તને ડિપ્રેશન આવે તે શક્ય જ નથી. તું તો બેકાટ કરે છે.તું તો મર્દ છે તને ડિપ્રેશન ક્યાંથી આવે. મર્દ થઈને ન રડાય. આવા બધા સૂચનો આપવાથી દૂર રહો. મર્દને પણ દર્દ થાય. મર્દ પણ રડી શકે. ડિપ્રેશનમાં દર્દીની વાતને બરોબર સાંભળો. તેની જોડે પ્રેમપૂર્વક તથા સહાનુભૂતિપૂર્વક વહેવાર કરો. તેને તે પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે શક્ય તેટલી મદદ કરો. તેને માનસિક રોગોના ડોક્ટર જોડે લઈ જાઓ. માનસિક રોગોના ડોક્ટર એટલે ગાંડા ના જ ડોક્ટર તેવું માનવાનું બંધ કરો.

ડિપ્રેશનની સારવારમાં નીચે મુજબની સારવાર પદ્ધતિ ઉપલબ્ધ છે.

  1. જો તમને ટેમ્પરરી ડિપ્રેશન હોય કોઈ પરિસ્થિતિના કારણે થયું હોય તો તે પરિસ્થિતિ જતી રહે ત્યારે તે ડિપ્રેશન પણ આપોઆપ જતું રહે. જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તમને આઘાત લાગ્યો હોય તો સમય સાથે તે નોર્મલ થઈ જાય. 
  2. મોટાભાગે ડિપ્રેશન તે આપની ચેતાઓની અંદર થતા કેમિકલ ફેરફારને કારણે હોય છે. જેવા કે serotonin,nor adrenaline કે dopamine.જો આ કેમિકલ નું પ્રમાણ તમારી ચેતાઓની અંદર બરોબર જળવાઈ રહે તો તમને ડિપ્રેશન ન થાય અથવા થયું હોય તો મટી પણ જાય. ડોક્ટરો મોટાભાગની દવાઓ એવી આપે કે જેથી કરીને આ કેમિકલ નું બેલેન્સ જળવાઈ રહે. ડોક્ટરો નીચે મુજબની દવા વાપરતા હોય છે.
    • Selective serotonin reuptake inhibitors (SSRIs): આ દવાઓ ચેતાના અંતિમ ભાગ એટલે કે synaptic cleft  જે  serotonin  રિલીઝ થાય તેને શોષિત થતું અટકાવે. એના કારણે તેનું લેવલ ચેતાના અંતિમ ભાગમાં બરોબર જળવાઈ રહે. તેથી ચેતાઓ વચ્ચે સંદેશા વ્યવહાર બરોબર થાય તથા સર્કિટ બરોબર જળવાઈ રહે.
      • SSRIs include fluoxetine (Prozac), paroxetine (Paxil, Pexeva), sertraline (Zoloft), citalopram (Celexa) and escitalopram (Lexapro).
    • Serotonin and norepinephrine reuptake inhibitors (SNRIs): આ દવાની અંદર serotonin તથા nor epinephrine આ બને કેમિકલ નું શોષણ અટકાવી દે જેના કારણે આ બંને કેમિકલ નું લેવલ જળવાઈ રહે.
      • Examples of SNRIs include duloxetine (Cymbalta, Drizalma Sprinkle), venlafaxine (Effexor XR), desvenlafaxine (Pristiq) and levomilnacipran (Fetzima).
    • Monoamine oxidase inhibitors (MAOIs): આ દવાઓ ઉપરના આ ત્રણ કેમિકલને જે enzyme દ્વારા ત્યાંથી દૂર કરવામાં આવે તે પ્રોસેસને અટકાવી દે. તેથી આ ત્રણે ત્રણ કેમિકલ તમને વધારે પ્રમાણમાં મળી રહે. ટૂંકમાં તેનો નાશ થતો અટકાવે.
    • Atypical antidepressants: trazodone, mirtazapine (Remeron), vortioxetine (Trintellix), vilazodone (Viibryd) and bupropion (Forfivo XL, Wellbutrin SR, others). Bupropion is one of the few antidepressants not frequently associated with sexual side
    • Tricyclic antidepressants: imipramine, nortriptyline (Pamelor), amitriptyline, doxepin and desipramine.ઉપરની તમામ દવાઓનો ઉપયોગ ડોક્ટરના પ્રીસ્ક્રિપ્શન વગર કરવો નહીં. તે ફક્ત તમારી જાણકારી માટે છે.
  3. ત્રીજું છે ઇલેક્ટ્રીક શોક. જેને electro convulsive therapy (ECT)કહેવાય. તેની અંદર ડિપ્રેશનના દર્દીને ઇલેક્ટ્રીકના શોક આપવામાં આવે. પરંતુ તે એકદમ માઈન્ડ પ્રકારના હોય. તે શીશી સુંગાડીને આપવામાં આવે. તેનાથી દર્દીને કંઈ મોટુ નુકસાન ન થાય. પિક્ચરમાં આપણે જેવો ભયાનક સીન જોઈએ છે તેવું કંઈ હોતું નથી. ECT માં તમારા કેમિકલ ઝડપથી નોર્મલ થઈ જાય. જ્યારે દવા  તથા અન્ય પદ્ધતિ તમારા ઉપર અસર ન કરે ત્યારે ડોક્ટરો electro convulsive therapy નો સહારો લે. જે વ્યક્તિને આપઘાતના વિચારો આવતા હોય તેને ઝડપથી સાજો કરવા માટે પણ electro convulsive therapy વપરાય. આ થેરાપી લેવામાં જરાય સંકોચ અનુભવવાની જરૂર નથી કે બીવાની પણ જરૂર નથી.
  4. ડિપ્રેશનના દર્દીને વાતચીત દ્વારા તેને નોર્મલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવે જેને સાયકો થેરાપી કહેવાય. તેનું બીજું નામ છે cognitive behaviour therapy. તેમાં દર્દી માનસિક રોગના ડોક્ટર જોડે શાંતિથી બેસે તેની જોડે વાત કરવામાં આવે. તેના લક્ષણો અને પરિસ્થિતિ પ્રમાણે તેને સલાહ સૂચનો આપવામાં આવે. તેના વિચારો, તેની લાગણીઓ તેના બિહેવીયર ને ધીમે ધીમે ચેન્જ કરવામાં આવે. નાની નાની પરિસ્થિતિમાં તેનો સામનો કેવી રીતના કરવો તેનું શિક્ષણ આપવામાં આવે. ઘણી વખતે સાયકો થેરાપી થી દર્દીને ફાયદો ન થાય ત્યારે દવાનો સહારો લેવામાં આવે છે.
  5. જો તમે નિયમિત એક્સરસાઇઝ કરતા રહો તો તમારા મગજ માંથી હેપી કેમિકલ રિલીઝ થયા કરે તે ડિપ્રેશનને આવતું અટકાવી શકે. નિયમિત સવાસન, ધ્યાન અને યોગ કરો. આ દુનિયામાં રહો પરંતુ દરેક કામ સાક્ષી ભાવથી કરો. કોઈપણ વ્યક્તિ અથવા વિચાર જોડે આપણે એટેચ થઈ જઈએ છીએ ત્યારે પ્રોબ્લેમ શરૂ થાય છે. મનના માલિક બનો નોકર નહીં.

માનસિક રોગ ની સારવાર સાથે કઈ કઈ ખોટી માન્યતાઓ વણાઈ ગઈ છે?

  1. માનસિક રોગ ની ગોળી લેવાથી ટેવ પડી જાય અથવા તો એડિક્શન થઈ જાય. 
    • આ માન્યતા સાવ ખોટી છે. અત્યારે જે કંઈ દવાઓ આવે છે તે બહુ જ સારી આવે છે તેમાં એડિકશન થવાની શક્યતાઓ બહુ જ ઓછી રહે છે. મોટાભાગની માનસિક રોગોની દવાઓ લોબો ટાઈમ લેવાની હોય છે તે લેવાથી તમને ફાયદો છે. તમે તમારું રૂટિન વર્ક સારી રીતના કરી શકો છો તો તેમાં નુકસાન ક્યાં છે.
  2. બીજી માન્યતા માનસિક રોગોની ગોળી લેવાથી ઊંઘ વધારે આવે. 
    • તે બધી જ ગોળી માટે સાચું નથી. અત્યારે જે ગોળીઓ આવે છે તે ઘણી બધી સારી આવે છે. તેમાં તમે આખો દિવસ તમારું કામ પૂરી સ્ફુર્તિ થી કરી શકો તેમ છતાં પણ તમારા ડિપ્રેશનના લક્ષણો કંટ્રોલમાં રહે. જ્યારે પણ મન શાંત થાય ત્યારે તમને શાંતિનો અનુભવ થાય ત્યારે તમને સારી ઊંઘ આવે તે પણ એક બીજું કારણ છે. 
  3. માનસિક રોગ ની ગોળી લેવાથી સેક્સ લાઈફ ઉપર અસર થાય. 
    • માનસિક રોગની અમુક ગોળી તમારી સેક્સ લાઈફ ઉપર અસર કરે પરંતુ બધી જ ગોળી તેવું ન કરે. તે માટે ડોક્ટર તમને ગોળી બદલી આપતા હોય છે.ગોળી દરમિયાન એવું કંઈ પણ થાય તો તમારા ડોક્ટર જોડે તમે વાતચીત કરી શકો છો. 

આશા રાખું છું તે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણ ના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે આપ સ્વસ્થ, રહો નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

તમારો શુભચિંતક,

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.

Leave a comment

Trending