આજકાલ મોટાભાગના લોકોને કમરના દુખાવાની કમ્પ્લેન હોય છે. ખાસ કરીને બહેનોને. તો કમરનો દુખાવો શા માટે થાય છે? તેની પાછળ કયા કારણો જવાબદાર છે? તેને આપણે કેવી રીતના રોકી શકીએ? તેની સારવાર કેવી રીતના કરી શકીએ? તે વિષય ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે. 

કમર નો દુખાવો એટલે શું?

આપણા શરીરની કરોડરજ્જુમાં ફુલ 33 મણકાઓ આવેલા છે. તેમાંના પાંચ મણકાઓ જે કમરના ભાગમાં આવેલા છે તેને આપણે Lumber મણકાઓ કહીએ છીએ. આ lumber મણકાની આજુબાજુ આવેલી માંસ પેશીઓની અંદર કંઈ પણ પ્રોબ્લેમ ઊભો થાય ત્યારે કમરનો દુખાવો થાય. એટલે કે બેક પેઇન થાય છે. લમ્બરના પાંચ મણકા, તેના વચ્ચેની ગાદી, તેના લીગામેન્ટ(શેરડીની છાલ જેવા ફાઇબર વાળી માંસ પેશીઓ) મસલ્સ, ટેન્ડન(મસલ્સ નો અંતિમ ભાગ જે થોડો હાર્ડ અને દોરડી જેવો હોય), ચેતાઓ, કે સ્પાઇન ને નુકસાન થાય ત્યારે કમરનો દુખાવો થાય.

કમરના દુખાવામાં કયા કયા લક્ષણો હોઈ શકે? 

કમરનો દુખાવો કોઈને પણ થઈ શકે. પરંતુ મોટી ઉંમરના લોકોને વધારે  થાય. કમર નો દુખાવો બહેનોને વધારે થાય કારણ કે બહેનોને સવારથી સાંજ સુધી આગળ વાંકા નમીને કામ કરવાનું હોય છે જેના કારણે કમરના મસલ્સ ઉપર ખેંચાણનો અનુભવ થાય. 

કમર નો દુખાવો સામાન્ય હોય તો ડોક્ટરને બતાવવાની જરૂર ન પડે. થોડો આરામ કરવાથી કે દુખાવો બંધ કરવાની ગોળી લેવાથી મટી જાય. પરંતુ નીચેની સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કમર નો દુખાવો આરામ કરવા છતાં કે ગોળી લેવા છતાં ઓછો ન થાય. કમરનો દુખાવો બંને પગની અંદર નીચે સુધી વિસ્તરે ખાસ કરીને ઢીચણની નીચેના ભાગમાં દુખાવો શરૂ થાય ત્યારે ખાસ ડોક્ટરની સલાહ લેવી. કમરના દુખાવાની સાથે બંને પગ અથવા એક પગની અંદર નિષ્ક્રિયતા આવી જાય, પગ નબળો પડી જાય અથવા તો લખવો મારી જાય તેવી સ્થિતિમાં  ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. કમર ના દુખાવા સાથે કમર વાંકી થઈ જાય,વધારે પડતા આગળ નમી જવાય અથવા તો પાછળ નમી જવાય અથવા તો સાઈડમાં નમી જવાય ત્યારે. કમરના દુખાવા સાથે તમને સંડાસ અને પેશાબ કરવામાં પણ તકલીફ પડે તો તે દુખાવાને ગંભીર લેવો. 

મોટાભાગે કમરનો દુખાવો કમરના ભાગમાં હોય તેમાં દુખાવો થાય કાં તો તે જગ્યાએ બળતરા થાય તથા મસલ્સ સ્પાઝમ ને કારણે કમર જકડાઈ જાય તેવો અહેસાસ થાય. પરંતુ તે દુખાવો એકલો કમરમાં ન રહેતા બંને પગની અંદર કે દુખાવો વધતો વધતો જાય તો તેને ગંભીરતાથી લેવો. જેને રેડિએટીંગ પેઈન કહેવાય. 

કમરનો દુખાવો શા કારણથી થાય? 

  1. Muscle or ligament strain: ભારે વજન ઉચકવાના કારણે તથા અસામાન્ય બોડી મુવમેન્ટના કારણે કમરની પાછળના મસલ્સ તથા લિગામેન્ટની અંદર ખેચાણ આવવાના કારણે દુખાવો થાય. આ દુખાવો મસલ્સ  સ્પાઝમ ને કારણે થાય તેમાં આરામ કરવાથી સારું થઈ જાય.
  2. Bulging or ruptured disks: કરોડરજ્જુના બે મણકા વચ્ચેની ગાદી ખસી જાય અથવા તો ગાદી તૂટી જાય તો તે ગાદી કરોડરજ્જુ માંથી નીકળી  ચેતાઓ ઉપર પ્રેશર કરે ત્યારે કમરનો દુખાવો થાય. ગાદી ખસી જાય કે તૂટે ત્યારે દુખાવો ન થાય પરંતુ તે ચેતા ઉપર પ્રેશર કરે ત્યારે દુખાવો થાય. આ ગાદી એ આપણા બે મણકા વચ્ચેનું વાઈસર છે. તે આપણા શરીરમાં આવતા જર્ક ને ઝીલવાનું કામ કરે. આ દુખાવા ને ડોક્ટરો ઓપરેશન દ્વારા ઠીક કરે. ગાદી ચેતાઓ ઉપર દબાણ કરે ત્યારે તમને કમરની સાથે બંને પગમાં અથવા તો એક પગમાં દુખાવો  થાય. ગાદી ચેતાઓ ઉપર કેટલી દબાણ કરે છે તે ડોક્ટર સીટી સ્કેન દ્વારા કે એમઆરઆઇ દ્વારા નક્કી કરે. સીટી સ્કેન અને એમ આર આઈ માં એમઆરઆઈ કરાવવું વધુ સારું. તેમાં વધુ ડિટેલ માહિતી મળે.
  3. Arthritis.આની અંદર કરોડરજ્જુના મણકાના બોડી ભાગ અને સ્પાઇન ભાગની અંદર સોજો આવે તથા તેની ઉપર કવર કરતા cartilage ખવાઈ જાય. તેથી ચેતાઓ જ્યાંથી બહાર નીકળે તે માર્ગ સાંકડો થઈ જાય અને ચેતા ઉપર પ્રેશર આવે જેના કારણે દુખાવો થાય. આની અંદર મણકાની બહારની ધારનું હાટકું પણ વધે જેને bone spor અથવા osteophyte કહેવાય. આ સ્થિતિમાં પણ વધારે દુખાવો થાય તો તેને સર્જરી દ્વારા ઠીક કરવામાં આવે.
  4. Osteoporosis: આમાં કરોડના મણકાનું હાટકું પોચું તથા બરડ થઈ જાય તેથી તે જલ્દી તૂટી જાય તેના કારણે પણ કમરમાં દુખાવો થાય. આ કિસ્સામાં માણસ વાંકો થઈ જાય. તેને  દવાઓ તથા સર્જરી દ્વારા  ઢિક કરી શકાય. 
  5. Ankylosing spondylitis, also called axial spondyloarthritis: કરોડના મણકામાં ઇન્ફ્લામેશન થવાથી હાડકાના બંને મણકા એકબીજા જોડે જોડાઈ જાય ત્યારે પણ ચેતાઓને નીકળવાની જગ્યા ઓછી થઈ જાય તેના ઉપર દબાણ આવે તેથી કમરનો દુખાવો થાય. આમાં માણસનો ઊભા રહેવાનો શેપ બદલાઈ જાય. કમરના ભાગથી તેને આગળ બેન્ડ થવામાં તકલીફ પડે. જેની સારવાર દવા દ્વારા થઈ શકે. 
  6. આ ઉપરાંત ટીબી કે કેન્સર થાય તો પણ કમરના મણકામાં દુખાવો થાય. તેમાં માણસનો શેપ બદલાઈ જાય. તથા કમરનો દુખાવો ઉંમર સાથે વધે જેમ ઉંમર થાય તેમ હાડકામાં ઘસારો પહોંચે તથા આજુબાજુના મસલ્સ અને લિગામેન્ટ નબળા પડે. 

જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ ન કરતા હોય બેઠાડું જીવન જીવતા હોય  તેમને કમરનો દુખાવો થવાની શક્યતા વધી જાય છે. કારણ કે કમરની આજુબાજુના અને પેટની આજુબાજુના મસલ્સ નબળા પડી જાય. રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી કમરની આજુબાજુના મસલ્સ તથા લીગામેન્ટ મજબૂત બને. જેમાં કમરનો દુખાવો ઓછો થાય તેવી કોઈપણ એક્સરસાઇઝ તમે કરી શકો. વોકિંગ સાયકલિંગ કે સ્વિમિંગ કરી શકો. કમરનો દુખાવો હોય ત્યારે ડોક્ટરની સલાહ અનુસાર એક્સરસાઇઝ કરવી.  યોગની અંદર પીઠ ઉપરના અને પેટ ઉપરના આસનો કરવાથી તમારા પેટના અને પીઠના મસલ્સ અને લીગામેન્ટ મજબૂત થાય. ખાસ કરીને પાછળ નમવાના આસનો ખાસ કરવા જેવા કે ભુજંગાસન, ઉસ્ટ આસન, ધનુરાસન, સરપાસન, સલભાસન વગેરે વગેરે. ખાસ કરીને ફોરવર્ડ બેન્ડિંગ એટલે આગળ નમીને કરવાના આસનો કરવા નહીં તેનાથી કમરનો દુખાવો વધે. આગળ નમવાના આસોનોમાં તમારી કમરની ગાદી પાછળ તરફ ખસે તેથી તે ચેતાઓ ઉપર દબાણ કરે.

જે લોકોનું વજન વધારે છે તે લોકોને કમરનો દુખાવો થવાની શક્યતા વધી જાય. કારણ કે તે વધુ પડતું વજન મણકા ઉપર પ્રેશર કરે તેનાથી ગાદી વધારે દબાઈ જવાની તથા તૂટી જવાની શક્યતા રહે. આ દુખાવો રોકવા માટે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરવો. રેગ્યુલર એક્સરસાઇઝ તથા ખોરાક ની અંદર ધ્યાન આપવું.

ભારે વજન ઊંચકવાના કે વજન ઊંચકવાની સાચી પદ્ધતિ ના અભાવના કારણે કમરનો દુખાવો થાય. વજન આગળ વાંકા નમીને કોઈ દિવસ ઉઠાવવું નહીં.  વજન ઉઠાવવું હોય ત્યારે  પહેલા બેસીને જે તે વસ્તુ પકડીને ઊભા થવું જેના કારણે જે પ્રેશર આવે તે તમારા બંને ઢીંચણ ઉપર આવે કમર ઉપર નહી. આગળ વાંકા નમીને વજન ઉપાડવા જાવ તો કમરમાં દુખે. જે પણ વસ્તુ ઉઠાવવાની હોય તે તમારા પગની નજીક હોવી જોઈએ.

એન્જોયટી, ડિપ્રેશન અને તણાવમાં કમરનો દુખાવો વધારે થાય કારણ કે કમરના મસલ્સ હંમેશા ટેન્સ રહ્યા કરે. આવા કિસ્સામાં દર્દી વારંવાર કમરના દુખાવાની કમ્પ્લેન કર્યા કરતી હોય છે. તેની અંદર એન્ટી ડીપ્રેશન્ટ દવા લખવાથી  ફાયદો થાય. દાખલા તરીકે Duloxetine (Cymbalta) and tricyclic antidepressants, such as amitriptyline.

જે લોકોને ધુમ્રપાન કરવાની ટેવ હોય તે લોકોને કમરના દુખાવા વધારે થાય કારણ કે જે લોકો બીડી સિગારેટ પીતા હોય તે લોકોને ઉધરસ વધારે આવે તેથી કમરના મણકાની ગાદી ખસી જાય તથા તેમની  ધમનીઓ સાંકળી થઈ જાય તેથી લોહીનો સપ્લાય ઓછો થઈ જાય તથા તેમના હાડકા પોચા થઈ જાય. આની અંદર ધુમ્રપાન બંધ કરવાથી ફાયદો થાય. તેમના હાડકા પોચા થતા અટકે.

કમના દુખાવાની સારવાર કેવી રીતના કરી શકાય? 

કમરના દુખાવાની સારવાર જુદી જુદી રીતે કરી શકાય. એક તો કમરનો દુખાવો ન થાય તેના માટે આપણે શું શું ધ્યાન રાખવાનું તેની વાત કરીએ પછી આપણે તેની સારવારની વાત કરીએ. 

કમરના દુખાવાને આવતો અટકાવવો હોય તો લોબો ટાઈમ ઉભા રહેવામાં ખુરશીમાં બેસવામાં તથા વજન ઉચકવામાં નીચે મુજબની સાવધાની રાખવી. 

લોબો ટાઈમ ઉભા રહેવાનું થાય તો કમરના પાછલા મસલ્સ અને લીગામેન્ટ ઉપર ટેન્શન આવે તેથી અડધો કલાક કલાકે તમારે તમારો એક પગ નાના ટેબલ ઉપર મૂકીને તેને આરામ આપો. આવું બીજા પગે વારા ફરતી કરો. ઉભા રહો ત્યારે કરોડના મણકાની નેચરલ પોઝિશન જળવાઈ રહે તેનું ધ્યાન રાખો.

ખુરશી કે સોફા ઉપર બેસો ત્યારે એવી ખુરશી કે સોફા પસંદ કરો કે કમરના પાછળના ભાગ ને પૂરેપૂરો સપોર્ટ મળી રહે. કમરનો પાછળનો ભાગ ખુરશીને અડી જવો જોઈએ. થોડા ટટ્ટાર બેસવું. કમરની પાછળ ખુરશી ની વચ્ચે થોડું ઓશીકું રાખવું  જેથી કરીને તમારા કમર નો કર્વેચર જળવાઈ રહે. સાથળ તથા થાપા એક લેવલે રાખવા. થોડી થોડી વારે ખુરશીમાંથી ઊભા થઈને  ફરી આવવું. બેસવાની ખુરશી હંમેશા સરસ રાખો. તે ઈઝીલી આજુબાજુ ફરી શકે તેવી રિવોલલ્વિગ રાખવી. ખુરશી હંમેશા સારી ક્વોલિટીની રાખવી તેમાં કંજૂસાઈ કરવી નહીં. 

વજન ઊંચકો ત્યારે બેસીને વસ્તુ પકડીને ઊભા થવું. આગળ નમીને વસ્તુને ઉચકવા પ્રયત્ન ન કરો.

કમના દુખાવાનું નિદાન કેવી રીતના કરી શકાય? 

કમરના દુખાવાનું નિદાન જુદી જુદી પદ્ધતિથી કરી શકાય. એક તો પેશન્ટના લક્ષણો ઉપરથી કરી શકાય. કમરનો દુખાવો કમર પૂરતો જ મર્યાદિત છે કે બંને પગની અંદર પણ તે જાય છે તે ઉપરથી તેની ગંભીરતા નક્કી કરવામાં આવે. આ ઉપરાંત કમરનો એક્સરે લેવાથી પણ નિદાન થઈ શકે. તેમાં હાડકાની અંદર કોઈ ખવાણ થતું હોય, ઘસારો થતો હોય  હાટકું ભાગી ગયું હોય તો તે વસ્તુ તેમાં સારી દેખાય. પરંતુ ચેતા ઉપરનું દબાણ, ગાદી ખસી જવી તે બધું આમાં ઓછું દેખાય. 

આ ઉપરાંત સીટી સ્કેન કે એમ આર આઈ કરાવવાથી તમારા હાડકાનો ઘસારો, તમારી આજુબાજુની ચેતા ઉપરનું દબાણ, ગાદી ખસી ગઈ હોય તે કેટલી ખસી ગઈ છે, ચેતાનો બહાર નીકળવાનો માર્ગ સાંકડો થઈ ગયો છે કે નહી તે બધો અંદાજ સીટી સ્કેન કે એમ આર આઈ થી આવી શકે. સીટી સ્કેન અને એમઆરઆઇ માં એમઆરઆઇ માં વધુ સારી રીતે દેખાય.

જો તમારા પગના મસલ્સની અંદર વધારે નબળાઈ આવી ગઈ હોય તો ડોક્ટર તમારા ચેતા અને મસલ્સ ની અંદર ચેતના કેવી છે તેના ઉપરથી નિદાન કરે. જેને ઇલેક્ટ્રો માયોગ્રાફી કહેવાય.

આ ઉપરાંત તમને ટીબી છે કે નહિ તે માટે ડોક્ટર કોઈક વખત છાતીનો એક્સ રે તથા લોહીનો રિપોર્ટ પણ કઢાવે.

કમના દુખાવાની સારવાર કેવી રીતના કરી શકાય?

મોટાભાગની સારવારની વાત આપણે તેના કારણો સાથે કરી કાઢેલ છે. 

તે ઉપરાંત નીચેની સારવાર કરી શકાય કમરના દુખાવાનું ચોક્કસ કારણ શું છે તે પ્રમાણે તેની સારવાર થાય. 

કમર નો દુખાવો થોડો ટાઈમ આરામ કરવાથી મોટાભાગે મટી જાય તથા દુખાવાની ગોળી લેવાથી તેમાં રાહત થાય. ગરમ પાણીનો કે ગરમ રૂમાલ નો શેક કરી શકાય. કમરનો દુખાવો હોય ત્યારે ટોટલ આરામ કરવો તેવું જરૂરી નથી. તમને દુખે ત્યાં અટકી જાઓ. પરંતુ તમારી એક્ટિવિટી ચાલુ રાખો. તેનાથી તમારી કમરની આજુબાજુના મસલ અને લીગામેન્ટ મજબૂત થશે. વધુ પડતા આરામને કારણે મસલ્સ તથા લિગામેન્ટ નબળા પડી જાય. તેથી કમરના દુખાવામાં જરૂર પૂરતો જ આરામ કરવો. રૂટિન કામકાજ ચાલુ રાખવું. આરામ કરવાથી કે ગરમ પોતા મૂકવાથી કે ગોળી લેવાથી ફાયદો ન થાય ત્યારે વધારે સારવારની જરૂર પડે.

Medications

Medications depend on the type of back pain. They might include:

  • Pain relievers. Nonsteroidal anti-inflammatory drugs (NSAIDs), such as ibuprofen (Advil, Motrin IB, others) or naproxen sodium (Aleve), might help. Take these medications only as directed. Overuse can cause serious side effects. આ ગ્રુપમાં બ્રૂફેન કે કોઈપણ દુખાવાની ગોળી લેવાથી ફાયદો થાય. તે કમરના મણકાની આજુબાજુના સોજા ને ઓછો કરે 
  • Muscle relaxants. If mild to moderate back pain doesn’t improve with pain relievers, a muscle relaxant might help. Muscle relaxants can cause dizziness and sleepiness. દુખાવા સાથે આજુબાજુ ની કમરના મસલ જકડાઈ ગયા હોય ત્યારે આ ગોળી નો ઉપયોગ કરવો પડે.
  • Topical pain relievers. These products, including creams, ointments and patches. કમરના દુખાવા ઉપર ક્રીમ કે ઓઈંટમેન્ટ લગાવવાથી પણ ફાયદો થાય. ચામડીમાં દવા સોસાઈને જે જગ્યાએ અસર કરવાની હોય તે જગ્યાએ અસર કરે.

Narcotics. Drugs containing opioids, such as oxycodone or hydrocodone, may be used for a short time with close medical supervision.

આમાં ખાસ કરીને કોન્ટ્રામોલ એટલે કે અલ્ટ્રાસેટ ગોળી વપરાય.

Antidepressants. Some types of antidepressants — particularly duloxetine (Cymbalta) and tricyclic antidepressants, such as amitriptyline — have been shown to relieve chronic back pain. જ્યારે ડિપ્રેશન કે એન્ઝાઈટીની સાથે કમરનો દુખાવો થતો હોય તો ઉપર મુજબની ગોળી લેવામાં આવે.

Surgical and other procedure.

કમર ના મણકાની આજુબાજુ સ્ટીરોઈડના (Cortisone) ઇન્જેક્શન આપવામાં આવે જેના કારણે તે ચેતા ઉપરની આજુબાજુ નો સોજો ઓછો થાય. તેથી દુખાવો ઓછો થાય. તે એક કે બે મહિના સુધી તેની અસર રહે તેમ છતાં પણ દુખાવો રહેતો હોય તો આગળની સારવાર કરવી પડે.

Radiofrequency ablation.

આની અંદર એક નાની નીડલ દ્વારા જે જગ્યાએ દુખાવો થાય છે ત્યાં રેડિયો ફ્રિકવન્સી વેવ દાખલ કરવામાં આવે. તેમાં જે ચેતા ના ફાઇબર દુખાવાનું વહન કરતા હોય તે ચેતા ના ફાઇબર નો  નાશ કરવામાં આવે. 

Implanted nerve stimulators.TENS

આમાં આપણા સેલફોન કરતાં પણ નાનું મશીન આવે તેમાંથી ઈલેક્ટ્રિકલ પલ્સ જનરેટ કરવામાં આવે જેના કારણે તમારા ઓરીજનલ દુખાવાને ને તે ઓછું કરી દે. તથા મગજની અંદર એન્ડોરફીન નામનું તત્વ કે જે પેઈન કિલર તરીકે કામ કરે છે તેનું લેવલ વધારી દે. ટૂંકમાં તમને જે દુખાવો કરતો દુખાવાનો માર્ગ હોય તે બ્લોક કરી દે. તે કમરની આજુબાજુ પહેરી શકાય. 

Surgery.

ઉપરની તમામ દવાઓનો ઉપયોગ કરવા છતાં તમને દુખાવો ઓછો ન થાય તો ડોક્ટર ઓપરેશન દ્વારા તેનો ઈલાજ કરે. સર્જરીની ત્યારે જરૂર પડે કે તમારો કમરનો દુખાવો ચેતા ઉપર વધારે દબાણ કરતો હોય જેના કારણે તે દુખાવો તમારા બંને પગની અંદર કે એક પગની અંદર ટ્રાન્સફર થાય. જેના કારણે તમારા પગના મસલ્સ નબળા પડી જાય. જન જનાટી થાય. આ ઓપરેશન ની અંદર ડોક્ટરો જે ગાદી ખસીને ચેતા ઉપર પ્રેશર કરતી હોય તે ખાદીનો અમુક ભાગ દૂર કરે તથા જે કેનાલમાંથી ચેતાઓ નીકળે છે તે ચેતાઓ ઉપરના પ્રેસરને રિલીઝ કરે જેના કારણે તમારો દુખાવો ઓછો થાય અને તે ચેતાને થતું નુકસાન પણ અટકી જાય.

ઉપરની કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહીં. કમરનો દુખાવો હોય તો હાડકાના રોગોના નિષ્ણાતને ખાસ બતાવવું.

આશા રાખું છું કે ઉપરનો લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોકકલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો, તેવી પ્રભુને પ્રાર્થના. ભૂલચૂક હોય તો સુધારીને સમજવા વિનંતી છે.

સુવિચાર: જો તમારા શરીરને સ્વસ્થ રાખવું હોય તો બને તેટલું ગતિશીલ રાખો. મનને સ્વસ્થ રાખવું હોય તો બને તેટલું શાંત રાખો.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ 

One response to “કમરનો દુખાવો શા માટે થાય છે? તેના ઉપાયો.”

  1. Excellent…..

    Like

Leave a comment

Trending