આજકાલ વિટામીન D ની ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય છે તો આ વિટામીન D શું છે? તે શેમાંથી મળે? તે વિટામિન D ની આપણા શરીર ઉપર શું અસર થાય? જો આપણે વિટામીન D ન લઈએ તો શું થાય? વગેરે ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
વિટામીન ડી કોને કહેવાય?
વિટામીન ડી એક વિટામિન છે. જેને ફેટ સોલ્યુબલ વિટામીન પણ કહેવાય છે. ફેટ સોલ્યુબલ નો મતલબ ફેટની હાજરીમાં તેનું શોષણ થાય. તેથી વિટામીન D ની ગોળી હંમેશા ખાધા પછી લેવાની સલાહ આપવામાં આવે છે. વિટામીન ડી કોલેસ્ટ્રોલ માંથી બને. આપણે કોલેસ્ટ્રોલ ને ગાળો દઈએ છે પરંતુ સપ્રમાણ કોલેસ્ટ્રોલ આપણા શરીર માટે જરૂરી છે. તેમાંથી તમારું વિટામિન ડી તથા તમારા સેક્સ હોર્મોન બને છે. વિટામિન ડી ને સમજવું થોડું અઘરું છે. પરંતુ બને ત્યાં સુધી તમને સરળ ભાષામાં સમજાવી શકું તે પ્રમાણે રજૂ કરીશ. વિટામિન ડી નું નામ આવે ત્યારે આટલા આટલા નામ તમારી સામે આવે જેવા કે vitamin D2(ergocalciferol), vitamin D3 (cholecalciferol), 25 hydroxy vitamin D(Calcidiol), 1,25 dihydroxy vitamin D(Calcitriol). વિટામિન D2 જે આપણને વેજીટેરિયન સોર્સ માંથી મળે તેને ergocalciferol પણ કહેવાય. તે આપણને બિલાડીના ટોપમાંથી મળે જેને આપણે મશરૂમ કહીએ છીએ.લીલા પાંદડા વાળા શાકભાજી માંથી ખાસ કરીને સ્પીનાચ માંથી મળે.મોસંબીમાંથી મળે. તોફુ માંથી મળે. તથા વનસ્પતિજન્ય દૂધમાંથી મળે.
બીજું વિટામીન D3 જે સૂર્યપ્રકાશની હાજરીમાં કોલેસ્ટ્રોલમાંથી બને તે વિટામીન D3ને cholecalciferol કહેવાય. તે વિટામિન D3 પ્રાણીજન્ય સોર્સમાંથી પણ મળે. એટલે કે ફેટી માછલી, લાલ માંસ, ઈંડાનો પીળો ભાગ, દૂધ અને દૂધની બનાવટો માંથી મળે, જે ગોળી ની અંદર ડી થ્રી અથવા તો જે સપલમેન્ટની અંદર D3 નાખ્યું હોય તેમાંથી પણ મળે. હવે આ ખોરાક દ્વારા લીધેલું વિટામિન D2 જે આંતરડામાં સોસાઈને લીવરમાં જાય તથા ચામડીમાંથી મળેલું D 3 પણ લીવર માં જાય. લીવરની અંદર 25 hydroxy vitamin D બને તે ઇનએક્ટિવ ફોર્મમાં હોય. તેનું બીજું નામ એટલે calcidiol. તે ત્યાંથી કિડનીમાં જાય અને કિડની ની અંદર 1,25 dihydroxy vitamin D બને તે એક્ટિવ ફોર્મ માં હોય. જેનું બીજું નામ એટલે calcitriol.આ calcitriol તે વિટામિન ડી નું એક્ટિવ ફોર્મ છે.તે શરીરના જુદા જુદા રિસેપ્ટરો ઉપર કામ કરીને તે કેલ્શિયમનું શોષણ કરવામાં મદદ કરે અને ડાયરેક્ટ પણ કામ કરે.
વિટામીન ડી ઓછું હોય તો આપણા શરીર ઉપર કઈ કઈ અસરો થાય?
વિટામીન ડી જ્યારે પણ આપણા શરીરમાં ઓછું હોય ત્યારે આપણા શરીરમાં કેલ્શિયમ બરોબર સોસાય નહીં. મોટાભાગના જે લક્ષણો દેખાય તે ઓછા કેલ્શિયમના કારણે થાય. કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. આપણા મગજની, ચેતાઓની, હૃદયની, મસલ્સની, હાડકાની કામગીરી બરોબર ચાલે તે માટે કેલ્શિયમ તે અગત્યનું ખનીજ તત્વ છે. આપણી મોટાભાગની ચયાપચયની ક્રિયાઓ પણ કેલ્શિયમ ને આભારી છે.
મોટાભાગના લક્ષણો કેલ્શિયમ ઓછું થવાના કારણે આવે. વિટામીન D તથા કેલ્શિયમ ઓછું હોય ત્યારે થાક વધારે લાગે, મસલ્સ બરોબર કામ ના કરે, મસલ્સમાં દુખાવો થાય, મસલ્સ નબળા પડી જાય, સ્નાયુમાં ખેંચ આવે. મસલ્સ spasm થાય, બંને સાથળમાં તથા હાથ પગના બાવળામાં દુખે તથા તેના મસલ્સ નબળા પડે. હાડકામાં દુખાવો થાય, હાડકા નબળા પડે, હાડકા પોચા થઈ જાય, હાડકા વળી જાય, હાટકા તૂટી જાય. મગજ બરોબર કામ ન કરે ચિંતા તથા નિરાશા નો અનુભવ થાય. ચેતાઓની અંદર તકલીફ થવાના કારણે હાથ પગની અંદર સોય ભોકાતું હોય તેવું લાગે.
વિટામિન ડી ઓછું હોય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. વારંવાર તમને ફેફસામાં ચેપ લાગે. વારંવાર વ્યક્તિ બીમાર પડે.
વિટામિન ડી ઓછું હોય તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય.
વિટામીન ડી તથા કેલ્શિયમ ઓછું હોય તો હૃદય બરોબર કામ ન કરે.
વિટામિન ડી ઓછું હોય તો કેન્સર થવાની શક્યતા પણ વધી જાય.
વિટામીન ડી વગર આપણે કેલ્શિયમ લઈએ તો આંતરડાની અંદર 10% તેનું શોષણ થાય. વિટામિન ડી સાથે કેલ્શિયમ લેવામાં આવે તો કેલ્શિયમનું શોષણ 30 થી 40% થાય.
આપણે વિટામીન ડી લઈએ તેની સાથે સાથે કેલ્શિયમ પણ પૂરતા પ્રમાણમાં લેવું જરૂરી છે. આપણે કેલ્શિયમ ઓછું લઈએ અને વિટામીન ડી બરોબર લઈએ તે પણ બરોબર ન કહેવાય. હવે મોટાભાગની કેલ્શિયમની ગોળીમાં વિટામીન ડી3 એડ કરેલું જ હોય છે.
વિટામીન ડી આપણા શરીરમાં ઓછું કઈ કઈ કન્ડિશનમાં થાય?
જો આપણે નિયમિત સૂર્યપ્રકાશમાં ન બેસીએ તો અથવા તો જે દેશમાં સૂર્યપ્રકાશ બહુ જ ઓછો આવતો હોય તો તેવા લોકોમાં વિટામિન ડી ઓછું હોય. જે લોકોને ચામડી કાળી છે તે લોકોમાં વિટામિન D ઓછું હોય.
જે લોકોના આંતરડામાં લીવરમાં કે કિડનીમાં પ્રોબ્લેમ હોય તે લોકો નો વિટામિન ડી ઓછું હોય. જે લોકો તેમના ખોરાકમાં વિટામિન ડી ઓછું લેતા હોય તે લોકોનું વિટામીન ડી ઓછું હોય.
વિટામીન D નું નોર્મલ લેવલ કેટલું હોવું જોઈએ?
30 થી 50 nmol/L તે નોર્મલ કહેવાય. 30 થી નીચે હોય તે ઓછું કહેવાય. આપણા હાડકાની નોર્મલ હેલ્થ જાળવવા માટે 30 થી 50 વચ્ચે હોવું જોઈએ. 125 નેનો મોલ થી વધારે હોય તેને વધારે કહેવાય. તે હેલ્થ પ્રોબ્લેમ ઊભા કરે.
દિવસ દરમિયાન કેટલું વિટામીન D લેવું જોઈએ.
વિટામીન D ની ડેઇલી રિક્વાયરમેન્ટ નીચે મુજબ છે
એક વર્ષના બાળક માટે રોજનું વિટામિન ડી 400 IU જોઈએ.1 વર્ષથી 70 વર્ષના વ્યક્તિ માટે 600IU જોઈએ. 70 વર્ષથી ઉપરના માટે 800 ઇન્ટરનેશનલ યુનિટ જોઈએ. પ્રેગ્નન્સી તથા ધાત્રી માતાએ માટે 400 થી 600 ઇન્ટરનેશનલ યુનિટ જોઈએ.
વિટામીન D આપણે કેવી રીતના લઈ શકીએ.
જેને વિટામીન D બહુ જ ઓછું હોય તો શરૂઆતમાં 60,000 ઇન્ટરનેશનલ યુનિટ દર અઠવાડિયે લેવું જોઈએ. તેવું દર અઠવાડિયે બે મહિના સુધી લેવાનું. પછી દર મહિને 60000 ઇન્ટરનેશનલ યુનિટ ની એક ગોળી લો તો ચાલે અથવા તો દરરોજ નું 1000 થી 2000 ઇન્ટરનેશનલ યુનિટ વિટામિન ડી લેવું જોઈએ. વિટામિન ડી થ્રી તમને પ્રવાહીના રૂપમાં, ગોળીના રૂપમાં, કેપ્સુલ ના રૂપમાં કે પાવડરના રૂપમાં મળે. એક ચોકલેટ જેવી ગોળી આવે દર મહિને ખાઈ જવાની. આ ઉપરાંત નિયમિત તમારા ખોરાકની અંદર વિટામિન D મળી રહે તેવો ખોરાક લેવો જોઈએ. દૂધ અને દૂધની બનાવટો, મશરૂમ, ઓરેન્જ, ટોફુ, સોયા, આલ્મન્ડ મિલ્ક વગેરે માંથી વિટામિન D મળી રહે. સ્પીનાચની લીલી ભાજીમાંથી વિટામીન D 3 સારું એવું મળે. ઉપરની તમામ વસ્તુ માં દૂધ સિવાય આપણા કામમાં આવે તેવું કઈ છે નહીં. તેથી આપણું વિટામીન ડી3 હંમેશા ઓછું રહ્યા કરે. આપણે સૂર્યપ્રકાશના દેશમાં રહીએ છીએ પરંતુ સૂર્યપ્રકાશ બરોબર બેસતા નથી. ઘરેથી ગાડીમાં ઓફિસ જઈએ છીએ અને ગાડીમાં ઓફિસ થી ઘરે આવીએ છીએ.તેથી વિટામીન D ઓછું પડે છે. સવારના અથવા સાંજના થોડાક કોમળ તડકામાં રોજ 15 મિનિટ થી 30 મિનિટ જો બેસવામાં આવે તો વિટામીન D ના લેવું પડે. પરંતુ આપણે તેવું કરતા નથી. જે લોકો નોન વેજીટેરિયન છે તે લોકો ફેટી ફિશ, લાલ માંસ, ઈંડા નો પીળો ભાગ, દૂધ તથા દૂધની બનાવટો લઈ શકે છે.
આ ઉપરાંત ગવર્મેન્ટ વિટામિન ડી થ્રી બધાને પ્રમાણસર મળી રહે એટલા માટે તે અનાજની અંદર તથા દૂધની અંદર અમુક ટકા વિટામિન ડી થ્રી ઉમેરતી હોય છે તે પણ તમે લઈ શકો.
જે લોકો સૂર્યપ્રકાશના દેશમાં રહે છે તે લોકો નિયમિત રોજ 15 થી 30 મિનિટ શરીરનો મેક્સિમમ ભાગ ખુલ્લો રાખીને તડકામાં બેસે તો તેમને પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મળી રહે. કાચની બારી બંધ કરીને તડકામાં બેસવાથી તે તડકો તમારા કામમાં આવે નહીં. તીખા તડકામાં લોબો ટાઈમ બેસવું નહીં. નહીંતર સ્કિનનું કેન્સર થવાની શક્યતા વધી જાય. જ્યારે પણ તડકામાં બેસો ત્યારે સન પ્રોટેક્શન ક્રીમ લગાવવી નહીં. જે લોકો વેજીટેરિયન છે તે લોકોને વિટામીન ડી અને વિટામિન બી 12 પૂરતા પ્રમાણમાં મળે નહીં તેથી તેને આ બંને ગોળી લેવી જરૂરી છે. વિટામીન ડી કે વિટામીન બી12 હંમેશા ડોક્ટરની સલાહ મુજબ લેવી. વિટામીન D 2 અને વિટામીન D 3 માં વિટામીન D 3 વધારે એક્ટિવ હોય છે તેથી મોટાભાગની ગોળી ની અંદર વિટામીન D 3 હોય છે.
ભૂલચૂક હોય તો સુધારીને વાંચવા વિનંતી છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણમાં આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે. તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
નિયમિત સૂર્યપ્રકાશમાં બેસવું. ખુલ્લામાં નિયમિત ફરવા જવું. કુદરતી વાતાવરણમાં રહેવું તેજ સારામાં સારી દવા છે.
લેખક:ડોક્ટર ચીમનભાઈ પટેલ.




Leave a comment