મોટાભાગના બાળકો સામાન્ય તોફાન કરે તે વ્યાજબી છે. પરંતુ અમુક બાળકો એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી. વારંવાર હલનચલન કરે છે. આવેગશીલ હોય છે. તેમનો વ્યવહાર આપણને પણ અશાંત કરે. તો આવું કેમ થાય છે તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
આપણા શાસ્ત્રો પ્રમાણે આપણા શરીરની અંદર પાંચ કોષ હોય. એક અન્નમય કોષ બીજો પ્રાણીમય કોષ અને ત્રીજો મનોમન કોષ ચોથો વિજ્ઞાનમય કોષ અને પાંચમો આનંદમય કોષ. આ તમામ કોષ આપણી ઉંમર પ્રમાણે ક્રમશ આપણા શરીરની અંદર ડેવલપ થતા હોય છે. અન્નમય કોષનું મેક્સિમમ ડેવલોપમેન્ટ ઝીરો થી પાંચ વર્ષની વચ્ચે થાય. આ દરમિયાન બાળકને ખાવા જોઈએ. પીવા જોઈએ. ઊંઘવા જોઈએ. શી શી કરવા જોઈએ તથા મમ્મી કે કોઈ પણ વ્યક્તિ તેના સતત સંપર્કમાં હોવું જોઈએ તેને પ્રેમ જોઈએ. તેને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ખાવા જોઈએ તરસ લાગે ત્યારે પાણી પીવા જોઈએ તેથી એક થી પાંચ વર્ષના બાળકને આપણે સ્કૂલમાં મૂકતા નથી. પરંતુ અત્યારે માતા પિતા જોડે ટાઈમ ન હોવાને કારણે તેઓ તેમના બાળકને ત્રીજા ચોથા વર્ષે કિંડર ગાર્ડન કે બાલ મંદિરમાં મૂકી દે છે. તેના કારણે તેના ખોરાકમાં અને તેના ડેવલોપમેન્ટમાં પણ ગરબડ ઊભી થાય છે.
6 વર્ષથી 10 વર્ષની વચ્ચે તેનો પ્રાણમય કોષ ડેવલપ થતો હોય છે. જેના કારણે બાળક વધારે હલનચલન કરવા માંડે. બાળક વધુ પડતું એક્ટિવ થઈ જાય. તેની અંદર એનર્જી ઉછાળા મારવા માંડે. એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે. કુદા કૂદ કરે.ઘરેથી સ્કૂલે જાય તો રસ્તામાં થોડું દોડતું કે કુદા કુદ કરતું જાય. કુતરાને પાટુ મારતું જાય. થાંભલો આવે થાંભલા ની આજુબાજુ ચક્કરડી ખાતું જાય. આવું એટલા માટે કરે છે કે તેની અંદર એક્સ્ટ્રા એનર્જી કુદા કુદ કરતી હોય તે તેને ઠેકાણે પાડવા માટે આવું કરતું હોય છે. એટલા માટે જ્યારે પણ આપણે પહેલા સ્કૂલમાં ભણતા હતા ત્યારે તથા ગુરુકુળમાં 6 થી 10 વર્ષના બાળકોને બહારની રમતો રમાડવામાં આવતી જેમકે કબડ્ડી, પોખો, દોડ, લંગડી વગેરે જેના કારણે આ તેની એક્સ્ટ્રા એનર્જી તેની અંદર વપરાઈ જતી હતી તેથી બાળક ઘરે આવે ત્યારે એકદમ શાંત હોય.
11 વર્ષથી 15 વર્ષની વચ્ચે બાળકનો મનોમય કોષ વધારે ડેવલપ થતો હોય છે. તેનું મન ડેવલપ થતું હોવાથી બાળક વધારે ચંચળ બને. તેનો ઈગો વધે. તે સ્વતંત્ર રીતે વિચારી શકે અને તે પ્રમાણે કામ કરવા માટે પ્રયત્ન કરે. પરંતુ તેની સાથે સાથે તેની સમજ અને વિવેક બહુ ઓછો હોય. જ્યારે બાળક મોટું થાય ત્યારે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ડેવલપ થતું હોય છે. તેનો મનોમય કોષ ડેવલપ થતો હોય છે. એટલે તે તમારી વાત માને નહીં મમ્મી કહે તો એનાથી થોડું ઉલટું કર્યા કરે અથવા પોતાની ઈચ્છા પ્રમાણે કરે. આ સ્થિતિમાં મમ્મી પણ ડિપ્રેશન અનુભવે કે મારી છોકરું મારું કીધું માનતું હતું હવે માનતું નથી. આ ઉપરાંત આ દરમિયાન તેની અંદર હોર્મોનલ ફેરફારો થાય બાળક યુવાનીમાં પ્રવેશવા પ્રયત્ન કરે ત્યારે તેને ઓપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણ થવા માંડે. તે ગમે ત્યારે ગમે તે વ્યક્તિના પ્રેમમાં પડી જાય. તેની સમજ અને બુદ્ધિ ઓછી હોવાથી તે તેના પરિણામ વિશે બહુ વિચારી ન શકે. સાયકલ કે કોઈપણ સાધન ફાસ્ટ ચલાવે કોઈક વાર પડે પણ ખરો કોઈ વાર એક્સિડન્ટ પણ કરે.
16 વર્ષથી વીસ વર્ષની વચ્ચે તેનો વિજ્ઞાનમય કોષ ડેવલપ થતો હોય છે. વિજ્ઞાનમય કોષમાં તેની બુદ્ધિ તથા વિવેક ડેવલપ થતો હોય છે. 16 વર્ષે તેને ખબર પડવા માંડે કે સારું શું છે અને ખરાબ શું છે. 16 માં વર્ષે બાળક જોડે મિત્ર જેવો વ્યવહાર કરવો. બાળક 1 થી 15 વર્ષનું થાય ત્યાં સુધી એનું પાલનપોષણ કરવું પડે તેને જરૂર પડે તો થોડો કંટ્રોલ પણ રાખવું પડે તેને આપણે ટાડન કહેતા હતા. 21 વર્ષે પછી તે સંપૂર્ણ મેચ્યોર માણસ થઈ જાય. તેનો ઈગો ઓછો થવા માંડે ત્યારે તે આનંદમય કોષ નો અનુભવ કરે. એટલે મોટાભાગના જે લોકો સંન્યાસી કે સાધુ થઈ ગયા છે તે લગભગ 21 વર્ષ પછી થાય. આપણે 21 વર્ષ પછી મત નો અધિકાર આપીએ છીએ. વ્યક્તિ સંસારની આંટી ઘૂંટી માંથી પસાર થાય તેમ છતાં પણ મન શાંત રાખીને કામ કર્યા કરે. આપણી ગુરુકુળ પ્રણાલીમાં ઉંમર સાથે બાળકોને રમતગમત, સારું સાહિત્ય, કલા વિજ્ઞાન વગેરે શીખવવામાં આવતું હતું. એટલે બાળકોને મજા આવતી હતી બાળક સ્કૂલમાં જવા માટે તૈયાર રહેતું અત્યારે સ્કૂલમાં ના જવું પડે તો સારું તેઓ માહોલ છે.
નોર્મલ બાળક કોને કહેવાય?
જે બાળક શાંત હોય. તમારું કીધું માને. તેને જે કામ આપવામાં આવ્યું હોય તે કામ વ્યવસ્થિત રીતે કરે. ઈમોશનલી સ્ટેબલ હોય. સામાન્ય મસ્તી કરે. કોઈ મહેમાન અથવા બહારની વ્યક્તિ આવી હોય તો શાંતિથી બેસી રહે. તેને આપવામાં આવેલું લેસન વ્યવસ્થિત રીતે કરે તથા સ્કૂલમાં પણ તે વ્યવસ્થિત રીતે વર્તન કરે. બધા જ ની જોડે થોડી મસ્તી મજાક કરે રમતો રમે તે નોર્મલ બાળક કહેવાય.
પરંતુ આપણે જોઈએ છે કે અમુક બાળકો એક જગ્યાએ લોબો ટાઈમ ધ્યાન રાખીને બેસી શકતા નથી. કોઈ એક કામ આપ્યું હોય તો તરત જ એક કામ છોડીને બીજું કરવા માંડે. વધુ પડતું કુદા કુદ કરે. એક જગ્યાએ સ્થિર બેસે નહીં. તેને સાચવવો મુશ્કેલ પડે. કોઈના ઘરે ગયા હોય તો તે ઘરવાળાને લાગે કે કોઈ આતંકવાદી ઘૂસી ગયો હોય તેવું ફિલ થાય. તેને ડોક્ટરની ભાષામાં (Attention deficit hyper activity disorder) એટેન્શન ડેફીશીટ હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર કહેવાય. એટલે કે એડીએચડી (ADHD) કહેવાય.
માનસિક રોગોના ડોક્ટરે નક્કી કરેલા માપદંડ પ્રમાણે એડીએચડી બાળક કેવું હોય તે નીચે મુજબ ના માપદંડ થી નક્કી કરી શકાય.
મોટાભાગે આ રોગ 4 વર્ષની 17 વર્ષની વચ્ચેના બાળકોમાં જોવા મળે. આ રોગ એક માનસિક બીમારી છે. તે કેમ થાય છે તેનું એક્ઝેટ કારણ હજુ સુધી ગોતી શકાયું નથી. પરંતુ જીનેટીક ના કારણે થઈ શકે.
બાળકનું ધ્યાન ડિસ્ટર્બ થાય ત્યારે જે લક્ષણો આવે તે નીચે મુજબના હોય.(Attention deficit)
તેને કોઈપણ વસ્તુને બારીકાઈથી સમજવામાં તકલીફ પડે. તે એક કામમાં પોતાનું મન પરોવી ન શકે.તેને જે કામ આપવામાં આવ્યું છે તે ધ્યાનપૂર્વક કરી ન શકે. તમારી સૂચનાઓનું બરોબર અનુસરણ ન કરે. દીવા સપના જુએ. વારેવારે તેનું ધ્યાન બીજે જતું રહે. તમે જે કંઈ એક્ટિવિટી અથવા પ્રોજેક્ટ આપ્યો હોય હોય તો તે પૂરો કરવામાં તેને તકલીફ પડે. જે કામ મન લગાવીને કરવાનું હોય અથવા બુદ્ધિ લગાવવી પડે તેવા કામથી તે દૂર ભાગે. પોતાની ચીજ વસ્તુઓ વારંવાર ખોઈ કાઢે દાખલા તરીકે પેન્સિલ, કંપાસ વગેરે. તે એક જ ટાઈમે એક જ કામ કરી શકે. તેની યાદશક્તિ ઓછી થઈ જાય. સ્કૂલમાંથી ભણવામાં પાછો પડે.
હલનચલનની દ્રષ્ટિએ તથા આવેગની દૃષ્ટિએ તેનામાં નીચેના લક્ષણો જોવા મળે.(Hyper activity)
તે એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે તેના હાથ પણ હલાવ્યા કરે. વાંકો ચુંકો આઘો પાછો થયા કરે. ફર ફર કર્યા કરે. એક જગ્યાએ શાંતિથી બેસાડીએ તો બેસી ના રહે.જ્યાં દોડવાનું ના હોય ત્યાં દોડવા માંડે. જ્યાં ચઢવાનું ન હોય ચડવા માંડે. સોફા ઉપર ચડી જાય, બારી ઉપર ચડી જાય. દોડીને રસ્તો ક્રોસ કરવા માંડે. આપણને એકસીડન્ટ થઇ જવાનો ભય લાગે. જે શાંતિથી કરી શકાય તેવી એક્ટિવિટીમાં તેનું મન લાગે નહીં. જેમ કે તેને વાંચવા બેસાડો તો તે લોબો ટાઈમ એક જગ્યાએ બેસીને વાંચી ન શકે. ખાવા બેસાડો તો વારંવાર ઊભો થઈ જાય. હંમેશા ભાગવાના જ મૂડમાં હોય. વધુ પડતો વાતોડીયો હોય. વધારે બક બક કરે. કામ વગર પણ બક બક કરે. કોઈ પ્રશ્ન પૂછો તે પહેલા તેનો જવાબ આપવા પ્રયત્ન કરે. મતલબ વાત કરતા હોય ને વચ્ચે ટપકી પડે. બાળકો જોડે રમતી વખતે તેનો વારો મોડો આવે તો તે ધીરજ રાખી ન શકે. બીજાની વાતમાં વચ્ચે ટપકી પડે તથા બીજા લોકો રમતા હોય તો તેની વચ્ચે આવી જાય. સ્કૂલમાંથી ટીચર ની વારંવાર કમ્પ્લેન આવ્યા કરે.
ADHD થવાના કારણો.
કોઈ ચોક્કસ કારણ હજુ સુધી ગોતી શકાયું નથી. મોટાભાગે આ રોગ 4 વર્ષથી 17 વર્ષના બાળકોમાં જોવા મળે. 17 વર્ષ પછી મોટાભાગે મટી જાય અથવા તો બહુ ઓછા કેસમાં યુવાની અવસ્થામાં પણ આ રોગ રહે. મોટાભાગના બાળકો શરૂઆતમાં તોફાની હોય પરંતુ યુવાની અવસ્થામાં એકદમ શાંત થઈ જતા હોય છે. જીનેટીક ના કારણે આ રોગ થઈ શકે.
જો તમારા ફેમિલીમાં આવું કોઈ વધારે પડતું તોફાની બાળક હોય તો બીજું બાળક પણ એવું આવવાની શક્યતા વધી જાય છે.
માતાના ગર્ભ દરમિયાન માતાએ ધુમ્રપાન કે આલ્કોહોલ નું સેવન કર્યું હોય તો પણ આ રોગ થવાની શક્યતા વધી જાય.
જો આપણે વેફર કે બહારના પડીકા પેક ખોરાક લઈએ તો તેમાં લીડ એટલે કે સીસા નું પ્રમાણ વધારે હોવાના કારણે આવું થવાની શક્યતા વધી જાય.
મગજમાં થતા કેમિકલ ફેરફારોને કારણે પણ આમ થઈ શકે.
આ ઉપરાંત વધારે મગજને એક્સાઈટ કરતાં ખોરાક લેવામાં આવે જેમકે કોફી, ચોકલેટ, પડીકા પેક ખોરાક તથા એકદમ ઝડપી ગેમ દર્શાવતા વિડીયો જોવામાં આવે તો પણ આવું થવાની શક્યતા વધી જાય.
આ ઉપરાંત તેને બહાર બરોબર રમવા ન મળ્યું હોય. તેને સાત્વિક ખોરાક ન મળ્યો હોય. સારુ સંગીત સાંભળવા ન મળ્યું હોય. સારા માણસોની કંપની ન મળી હોય. પોતાની જાતને એક્સપ્રેસ કરવાનો મોકો ન મળ્યો હોય તથા જેનું બાળપણ દુઃખ ભર્યું રહ્યું હોય હોય તો પણ આવું થવાની શક્યતા વધી જાય.
ADHD રોગની સારવાર શું?
કોઈપણ માનસિક રોગની સારવાર બે રીતના કરી શકાય એક વાતચીત દ્વારા જેને ટોક થેરાપી અથવા તો સાયકો થેરાપી કહેવામાં આવે છે બીજું મેડિસિન દ્વારા.
સાયકો થેરાપીમાં બીહેવિયર થેરાપી શીખવામાં આવે.
આવા બાળક જોડે મા બાપ, સગા સંબંધી, સ્કૂલ ટીચરે કેવી રીતના વર્તવું તે તેમને શીખવવામાં આવે. આ ઉપરાંત બાળકને અમુક પરિસ્થિતિમાં કેવી રીતના વર્તન કરવું તેના વિશે તેને સમજાવવામાં આવે છે. તેને નાના નાના ટાસ્ક આપવામાં આવે. બાળકને પોષણ ક્ષમ ખોરાક આપવામાં આવે. તેને બહાર આઉટડોર ગેમ રમાડવામાં આવે. સારા સાહિત્યનું વાંચન કરાવવામાં આવે. નિયમિત યોગ થતાં કસરત કરવામાં આવે, ભજન તથા જે મનને શાંત કરતા ગીતો અથવા ભજનો સંભળાવવામાં આવે. તે કરી શકે તેવા નાના નાના કામ સોંપવામાં આવે. તો આ રોગમાં ફાયદો થાય. ઘરમાં બધાએ તે કરી શકે તેવા જ કામ તેને સોંપવા. તેની જોડે પ્રેમ ભર્યો વર્તાવ કરવો. તેને આ અવસ્થામાંથી બહાર લાવવા માટે જેટલો પણ સહયોગ થાય તેટલો સહયોગ કરવો.
બીજું મેડિસિન દ્વારા તેની સારવાર કરવામાં આવે. તેમાં બે બ્રેઇનને સ્ટીમ્યુલેટ કરતી Stimulant medicine નો સમાવેશ થાય.
1.Amphetamines. These include dextroamphetamine (Dexedrine), dextroamphetamine-amphetamine (Adderall XR, Mydayis) and lisdexamfetamine (Vyvanse).
આ દવાઓથી મગજમાંથી કેમિકલ વધારે પ્રમાણમાં રિલીઝ થાય તેના માટે આપવામાં આવે. પરંતુ તેની સાઇડ ઇફેક્ટને પણ ધ્યાનમાં રાખવી પડે. આ દવાઓ હૃદયના ધબકારા વધારે તથા બ્લડ પ્રેશર વધારે તેથી હૃદય રોગના દર્દીને સમજી વિચારીને આપવી. આ દવાઓ વધારે પ્રમાણમાં અપાઈ જાય અથવા તેની વધારે અસર થાય તો દર્દીને સાયકોસીસ થવાની શક્યતા પણ રહે. કોઈ પણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહી. જરૂર પડે તો દવા લેવામાં સંકોચ અનુભવો નહીં તેનાથી બાળકનું ઘરમાં તથા સ્કૂલની અંદર પર્ફોર્મન્સ સુધરે.
2.Methylphenidates. These include methylphenidate (Concerta, Ritalin, others) and dexmethylphenidate (Focalin).
Stimulant drugs are available in short-acting and long-acting forms. A long-acting patch of methylphenidate (Daytrana) is available that can be worn on the hip.
મોટાભાગે ડોક્ટરો Methylphenidates ની દવા વાપરતા હોય છે.
3.આ ઉપરાંત પણ જે લોકોને આ એડીએચડી રોગ સાથે જેને એન્જોયટી અથવા તો ડિપ્રેશન હોય તો તેની દવાઓ પણ તેમાં એડ કરવામાં આવે. ઉપરની કોઈપણ દવા ડોક્ટરની સલાહ વગર લેવી નહીં.
આવા બાળકો જે એક જગ્યાએ શાંતિથી બેસી શકતા નથી અને વધુ પડતું તોફાન કરે છે તથા સ્કૂલમાં થી ટીચરની વારંવાર કમ્પ્લેન આવ્યા કરે છે તથા જેનું સ્કૂલમાં પર્ફોર્મન્સ ઓછું થઈ ગયું છે તેવા બાળકોના મા-બાપે તેમના બાળકને માનસિક રોગોના ડોક્ટરને બતાવવું જરૂરી છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણ આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે તમારો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો,ખુશ રહો, નિરોગી રહો તેવી પ્રભુની પ્રાર્થના.
બાળકો જ્યારે આપણી નજીક હોય ત્યારે માથાનો દુખાવો બની જતા હોય છે પરંતુ તે બાળક જ્યારે દૂર જાય ત્યારે મા બાપ માટે હૃદયનો દુખાવો બની જતા હોય છે.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment