આજકાલ લોકોમાં વજન વધી જવાની સમસ્યા બહુ છે. એકવાર વધી ગયા પછી વજન ઘટતું નથી. તો આ ઓબેસિટી શું છે? તે ઘટાડવા માટે શું શું કરવું પડે? ઘટાડીએ નહીં તો શરીરને કયા કયા નુકસાન થાય? તેના ઉપર મનોચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
ઓબેસિટી કોને કહેવાય?
વધારે વજન એટલે કે ઓબેસિટીને આપણે અલગ અલગ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ.
આપણો બાંધો તે આપણને મા બાપ તરફથી વારસામાં મળેલ છે. મા બાપનો બાંધો મોટો હોય તો આપણો પણ બાંધો મોટો હોય. પરંતુ તે બાંધા ઉપરાંત જે વજન વધાર્યું છે તે આપણી ખરાબ લાઈફ સ્ટાઈલ ના કારણે વધારેલ છે.
ઓબેસિટીને અલગ અલગ રીતે કઈ રીતે માપી શકાય.
સૌથી એક્યુરેટ ઓબેસિટી માપવા માટેના અંકનું નામ છે બોડી માસ ઇન્ડેક્સ જેને ડોક્ટરો બીએમઆઈ(BMI) કહે છે. તે તમારા શરીરમાં ફેટ કેટલી છે તેનો અંદાજ આપે છે. મોટાભાગે આપણું વજન વધે ત્યારે આપણા હાડકા, આપણા મસલ્સ તથા અંગોમાં બહુ ફેરફાર ન થાય પરંતુ ચરબીમાં જ ફેરફાર થાય. એટલે વજન વધે ત્યારે તમારી અંદર કેટલી ચરબી વધી છે તે માપવી જરૂરી છે. તમારા ખોરાકમાં વધારાની કેલરી તે ચરબી રૂપે જમા થાય. તેથી આપણા શરીરમાં અંદાજિત ફેટ કેટલી છે તે માપવી જરૂરી છે. તે બીએમઆઈ દ્વારા માપી શકાય.
બોડી માસ ઇન્ડેક્સ એટલે તમારું વજન કિલોગ્રામમાં લેવાનું. તમારી ઊંચાઈને મીટરની અંદર માપવાની તેનો સ્ક્વેર કરવાનો. તમારા કિલોગ્રામના વજનને તમારી હાઈટના સ્ક્વેર વડે ભાગવાનું જે રકમ આવે તે બીએમઆઈ(BMI) કહેવાય.
જો તમારો બી એમ આઈ 18.5 થી ઓછો હોય તો તમારું વજન બહુ ઓછું છે તમે અન્ડરવેટ કહેવાઓ. જો તમારો બી એમ આઈ 18.5 થી 24.9 ની વચ્ચે હોય તો તમારું વજન બરોબર છે તેમ કહેવાય. જો તમારો બીએમઆઈ 25 થી 29.9 ની વચ્ચે હોય તો તમારું વજન વધારે છે તમે ઓવરવેટ કહેવાઓ. જો તમારો બીએમઆઈ 30 અને 30થી વધારે હોય તો તમને ઓબેસિટી છે તેમ કહેવાય.
પુરુષોની કમર 40 ઇંચ થી વધારે હોય તો તે ઓબેસિટીમાં ગણાય. સ્ત્રીઓની કમર 35 ઇંચ થી વધારે હોય તો તે ઓબેસિટીમાં ગણાય.
વજન વધારે હોય તો કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે?
- વજન વધારે હોય તો હાર્ટ એટેક તથા બ્લડ પ્રેશર ની બીમારી વધવાની શક્યતા વધી જાય. જેને પણ પેટ ઉપર ચરબી વધુ હોય તેનો કોલેસ્ટ્રોલ પણ વધારે હોય. તે કોલેસ્ટ્રોલ ધમનીની અંદર જામી જાય. જેના કારણે બ્લડપ્રેશર ની બીમારી થાય. તેના કારણે હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. વજન વધારે હોય તો હૃદયને લોહીને બહાર પંપ કરવામાં તકલીફ પડે કારણ કે વજનના કારણે તમારા પેટની અંદર પ્રેશર વધી જાય. જો તમે તમારું વજન પાંચથી દસ ટકા ઘટાડી શકતા હો તો તમને બ્લડપ્રેશર તથા હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘણી બધી ઓછી થઈ જાય.
- વજન વધવાને કારણે ડાયાબિટીસ થવાની શક્યતા પણ વધી જાય. ઉંમર સાથે આવતો ડાયાબિટીસ તે વધુ પડતા વજન ના કારણે આવે. જ્યારે તમારા પેટ ઉપર બહુ ચરબી જમે ત્યારે ત્યાંથી એક ખરાબ ચરબી પેદા થાય જે તમારા નોર્મલ સેલ ઉપર ચોંટી જાય.જેના કારણે તે સેલ ઇન્સ્યુલિનને ઓળખવાનું ઓછું કરી દે અથવા તો બંધ કરી દે. જેથી કરીને ગ્લુકોઝ તમારા સેલ ની અંદર જાય નહીં. તે ગ્લુકોઝ લોહીની અંદર ભળે અને તમને ડાયાબિટીસ થાય. તેથી તેવું કહેવાય છે કે જમરૂખ જેવું શરીર સારું પરંતુ સફરજન જેવું નહીં. એનો મતલબ કે સેન્ટ્રલ ઓબેસિટી ખરાબ. પેટ ઉપર ચરબી જામે તો પેટ ઉપર તથા અંદરના અંગો ઉપર પણ ચરબી જામે. પેટની અંદર જામતી ચરબી બહુ ખરાબ. જો તમે તમારા વજનને નિયંત્રિત કરો તો તમને ડાયાબિટીસ થવાની શક્યતા ઘટી જાય. એક્સરસાઇઝ કરવાથી કે વજન ઘટાડવાથી તે ખરાબ ચરબી સેલ ઉપર જામી ગઈ છે તે દૂર થાય અને તે જ સેલ ઇન્સ્યુલિન ને ઓળખવાનું શરૂ કરી દે આ રીતના તમારો ડાયાબિટીસ કંટ્રોલ થાય.
- વધારે વજન ના કારણે તમને સાંધાના દુખાવા થવાની શક્યતા વધી જાય. આપણે રોજનું 20 થી 25 કિલો વજન વધારે લઈને ફરીએ છીએ પણ આપણને ખબર પડતી નથી. તો લાંબા ગાળે વધારાનું વજન તમારા સાંધાને ઘસારો પહોંચાડે. જેના કારણે તમને ઓસ્ટીઓ આર્થરાઇટિસ થાય. વજન ઘટાડવાથી સાંધાના રોગોમાં બહુ રાહત થાય.
- વધારે વજનને કારણે તમને ચામડીના રોગો થવાની શક્યતા પણ વધી જાય.ખાસ કરીને પ્રાઇવેટ પાર્ટ પર વધારે ચેપ લાગે.
- પેટ ઉપરની ચરબી વધારે હોય તો તમારા ચયાપચય ક્રિયા તથા તમારું પાચનતંત્ર પણ ખરાબ રહ્યા કરે. તમને કબજિયાતની બીમારી પણ રહ્યા કરે.
- જે સ્ત્રીઓને પીસીઓડી ની સમસ્યા હોય. માસિકની સમસ્યા હોય. તે લોકોએ વજનને કંટ્રોલમાં રાખવું પડે નહીંતર આ સમસ્યા વધી જાય. તેમનામાં માસિક ની અંદર અનિયમિતતા આવે. બાળક રહેવામાં પણ તકલીફ પડે.
- વધારે પડતા વજનને કારણે તમારા લીવરની આજુબાજુ ચરબી જામી જાય જેને આપણે ફેટી લીવર કહીએ છીએ. તેનાથી લીવરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય તથા ભવિષ્યમાં શીરોશીસ થવાની શક્યતા વધી જાય.
ઓબેસિટી શાના કારણે થાય?
- વજન વધવાનું મેઈન કારણ આપણો વધુ પડતો ખોરાક છે.જેના કારણે તે વધારાની કેલરી ચરબી રૂપે જમા થાય છે.જેના કારણે તમારું વજન વધે છે. તો જે વ્યક્તિને વજન ઘટાડવું છે તે વ્યક્તિએ ખોરાક ઓછો કરવો પડે અથવા કેલરી ઓછી કરવી પડે.વજન ઘટાડવા માટે તમારે ખોરાકમાં કેલરી ઘટાડવી પડે તોજ વજન ઓછું થાય બાકી ગમે તેટલી ગોળીઓ લેવાથી એટલો ફાયદા ન થાય.
તમે મોટાભાગે ખોરાક ની અંદર કાર્બોદિત પદાર્થ એટલે કે કાર્બોહાઈડ્રેટ લો છો. તે કાર્બોદિત પદાર્થ આપણા શરીરની એનર્જી માટે જેટલો જોઈએ તેટલો વપરાઈ જાય. પછી તે વધારાનો કાર્બોદિત પદાર્થ ઇન્સ્યુલિનની હાજરીમાં આપણા લીવર તથા મસલ્સની અંદર સ્ટોર થાય. તેમ છતાં પણ જો કાર્બોદિત પદાર્થ વધે તો તે ચરબી રૂપે ચરબીના સેલમાં જમા થાય. જ્યારે આપણે ઓછો ખોરાક લઈએ છીએ અથવા તો ઉપવાસ કરીએ છીએ અથવા તો રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ ત્યારે પહેલા આ સ્ટોર ગ્લુકોઝને વાપરવાનો છે.ત્યાર પછી તમારી વજન ઓછું થાય. વજન વધવાનું મેઈન કારણ જરૂર કરતા વધારે ખોરાક કે કેલરી લેવી તે છે. આપણે શરૂઆતથી જ આપણા શરીરને જરૂર કરતા વધારે ખોરાક આપવાની ટેવ પાડી છે. તમે ઓછું ખાવ તો મમ્મી તથા પત્ની તમારી પાછળ પડી જાય. કેમ કંઈ ખાતા નથી દુબળા પડી જશો. દુબળો પડી જાય તો વાંધો નહીં પરંતુ મરી ના જાય તે જોજો. મોટાભાગના વજન વધારવાવાળા ખોરાકની અંદર રાંધેલો ખોરાક, ઠંડા પીણા, મીઠાઈ, ફરસાણ, વારંવાર ખાવું, વારંવાર ચા પીવી, ચોકલેટ આઈસ્ક્રીમ, મેદાની આઈટમો કે જેનો ગ્લાયસીમિક ઇન્ડેક્સ વધારે છે તેવી આઈટમો નો સમાવેશ થાય છે.વજન ઘટાડવું હોય તો સિમ્પલ સુગર ના લેવી.
વજન ઘટાડવું હોય તો બને ત્યાં સુધી કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ લેવો જેવું કે અનાજ, ફણગાવેલા કઠોળ, ફળફળાદી, સલાડ, લીલા શાકભાજી તથા રેશા યુક્ત પદાર્થો લેવા. - બીજું વજન વધવાનું મેઈન કારણ એક્સરસાઇઝ નો અભાવ છે.
જો તમે નિયમિત રેગ્યુલર અડધો કલાકથી કલાક એક્સરસાઇઝ કરો તો તમારું વજન નિયંત્રણમા રહે. પોતાની જાત માટે એક કલાક કાઢો તે દરમિયાન તમને ગમે તે એક્સરસાઇઝ કરો. ચાલો, દોડો,યોગ કરો, સ્વિમિંગ કરો, સાઇકલિંગ કરો, ઘરના કામકાજ કરો, જીમ કરો જે કરો તે પણ કરો તો તમારું વજન નિયંત્રણમાં રહેશે. અમુક લોકો વજન વધે એટલે તરત જ એક્સરસાઇઝ કરવા માંડશે કાં તો જીમ જોઈન્ટ કરેશે. પછી મહિના બે મહિનામાં બંધ કરી દે છે. આ એક લાઈફ સ્ટાઈલ છે પૂરી જિંદગી કરવાની છે તેમ માનીને કરવાનું તો જ ફરક પડે. જીમ હંમેશા મસલ્સને મજબૂત બનાવવા માટે હોય છે જો તમને કંઈ પણ ન આવડે તો શાંતિથી થોડું ઝડપથી ખુલ્લી જગ્યામાં ચાલી આવો. અમુક લોકો ઘરમાં ટ્રેડમિલ વગેરે વસાવે છે તે સારી વસ્તુ છે પરંતુ બહાર ખુલ્લી હવામાં ઓટો મારી આવવાથી વધારે ફાયદો થાય. કુદરતના સંપર્કમાં અવાય. અમુક લોકો એક્સરસાઇઝ કરે એટલે ભૂખ પણ વધારે લાગે તેથી વધારે ખાઈ જાય તેથી ઘણી વખત એક્સરસાઇઝની અસર આવતી નથી. વજન ઘટાડવું હોય તો બે એન્જિન કામે લગાડવા પડે એક ઓછું ખાવાનું અને બીજું એક્સરસાઇઝ કરવાનું . એક્સરસાઇઝ કરવી ઘણી સારી છે તેનાથી તમારો મૂડ સારો રહે તમારી અંદર સારા કેમિકલ રિલીઝ થાય. તમારા શરીરનો દુખાવો દૂર થાય. એક્સરસાઇઝ કરવાથી આપણા મસ્તિષ્કમાંથી અફીણ જેવો પદાર્થ નીકળે જે તમારા દુખાવાને દૂર કરે. આખો દિવસ સ્ફૂર્તિમાં રહેવાય. - વજન વધવા વધવાનું ત્રીજું કારણ છે તણાવ. જ્યારે વ્યક્તિ તણાવમાં હોય ત્યારે તે વધારે ખોરાક ખાય. તણાવ હોય ત્યારે વધારે ચા તથા કોફી પીવે છે. તે પોતાની એકલતાને દૂર કરવા માટે હંમેશા ખાવા તરફ પોતાનું ધ્યાન લઈ જાય જેના કારણે તેનું વજન વધે છે. જ્યારે તમે બહુ વિચારો છો ત્યારે તમારું મગજ વધારે ગ્લુકોઝ નો ઉપયોગ કરે છે. આપણા શરીરનો મેક્સિમમ ગ્લુકોઝ મગજ વાપરે છે.
- વજન વધવાનું ચોથું કારણ છે. જો તમે કોઈ દવાઓ લેતા હો તો તમારું વજન વધે. દાખલા તરીકે તમે સ્ટીરોઈડ લેતા હો તથા માનસિક રોગ ની ગોળી લેતા હો તો તમારું વજન વધવાની શક્યતા વધી જાય. અમુક લોકો સ્ટીરોઇડ લઈને પોતાનું વજન વધારતા હોય છે તે રસ્તો ખોટો છે તેમાં તમારા હાડકા ખોખરા થઈ જાય.
- આ ઉપરાંત વજન વધવાના બીજા પણ કારણો છે જેમ કે તમારું થાયરોડ ઓછું હોય તો પણ તમારું વજન વધે તથા તમારા શરીરની બીજી ગ્રંથિઓ ની અંદર રોગ હોય તો પણ વજન વધે.
ઓબેસિટી ઘટાડવાના ઉપાયો.
- મોટાભાગના ઉપાયો આપણે તેના કારણો સાથે સૂચવી દીધા છે.
વજન ઘટાડવું હોય તો ભૂખ લાગે ત્યારે જ ખાઓ. ભૂખથી બે કોળિયા ઓછું ખાઓ. 50% રાંધેલું ખાઓ 50% ફળફળાદી સલાડ ખાઓ. જરૂર પડે તો વચ્ચે વચ્ચે ઉપવાસ પણ કરો. ઉપવાસ કરો ત્યારે ટોટલી ભૂખ્યા ન રહેવું . પરંતુ લીંબુ શરબત, નારિયેળનું પાણી કે ફળફળાદી નો ઉપયોગ કરવો. સાવ નકોરડા ઉપવાસ કરવા નહીં તેનાથી તમારા ઇલેક્ટ્રોલાઇટ નું બેલેન્સ બગડી જાય. - રેગ્યુલર એક્સરસાઇઝ કરો. પોતાની જાત માટે એક કલાક કાઢો એ દરમિયાન રેગ્યુલર એક્સરસાઇઝ કરો.
- જે લોકો ને માનસિક સમસ્યા રહેતી હોય વધુ પડતી ચિંતા રહેતી હોય તણાવ રહેતો હોય તો તે લોકોએ નિયમિત યોગ કરવા, સવાસન કરવું, યોગ નિંદ્રા કરવી, ધ્યાન કરવું. જેના કારણે તમારું મન શાંત રહે. જ્યારે તમારું મન શાંત હોય ત્યારે તમને ભૂખ લાગે પરંતુ તમારો ખોરાક બહુ જ ઓછો થઈ જાય. આપણું મન અશાંત હોય ત્યારે વધારે ગ્લુકોઝનો ઉપયોગ કરે.
- વજન ઘટાડવા માટે હંમેશા રેશાવાળા ખોરાક લેવા જેમકે લીલા શાકભાજી, સલાડ, ફળફળાદી, આ ઉપરાંત તમે ઇસબગુલ કે મેથી નો પાવડર પણ લઈ શકો. તે ફાઇબર આંતરડામાં ચરબી તથા ગ્લુકોઝનું શોષણ અટકાવે તથા પેટ સાફ રાખવામાં મદદ કરે. કોઈપણ ફળફળાદી કે સલાડમાં 40 થી વધારે કેલરી છે જ નહીં.
- પ્રેગ્નન્સી દરમિયાન તથા પ્રેગ્નન્સી પછી વજન વધી જાય. પ્રેગ્નન્સી દરમિયાન તમારું 11 કિલો ની આજુબાજુ વજન વધે તે વ્યાજબી છે. તે ડીલેવરી પછી પોતાની નોર્મલ જગ્યાએ આવી જાય. પરંતુ ડીલેવરી પછી આપણે વધુ પડતું ઘી તથા વધારે પડતા કેલરીવાળા ખોરાક ખાઈએ છે જેના કારણે વજન વધી જાય. એટલું સામે કામ કરતા નથી. ઘી થી ખાલી વજન વધે પોષક તત્વો જે જોઈએ તે તમને ન મળે. ડીલેવરી પછી લોહતત્વ કે કેલ્શિયમ જોઈએ જે તમને લીલા શાકભાજી તથા ફળફળાદી માંથી મળે.
- જો ઉપર ની તમામ ક્રિયાઓ કરવા છતાં તમારું વજન ન ઘટે તો તમે દવાઓનો સહારો લઈ શકો છો. ડોક્ટરો તમે અલગ અલગ જાતની દવાઓ આપે. તેમાં એક દવા એવી છે કે જેમાં તમે ચરબીવાળો ખોરાક ખાવ તો તે ચરબી તમારા આંતરડામાં સોસાય નહીં. તે ડાયરેક્ટલી સંડાશ દ્વારા બહાર નીકળી જાય. તે ગોળી નું નામ છે Orlistat. આ ગોળી 60 મિલીગ્રામની હોય તે જમ્યા પછી તરત લઈ લેવાની હોય. ખાસ કરીને ચરબીવાળો ખોરાક ખાવ ત્યારે તો ખાસ લેવી. કોઈપણ દવા ડોક્ટરના પ્રીસ્ક્રીપશન કે સલાહ વગર લેવી નહીં. વજન ઘટાડવા માટે બને ત્યાં સુધી આયુર્વેદિક ગોળી નો ઉપયોગ કરવો. મોટાભાગની આયુર્વેદિક ગોળીમાં રસોડામાં વપરાતા મસાલાઓનો ઉપયોગ થાય જેમ કે જીરું, અજમો, સવા, આદુ, લીંબુ, લસણ, મરી તથા લાંબા મરી, તજ, મેથી. ત્રિફલા તથા ઇસબગુલ પણ વજન ઘટાડવામાં મદદ કરે તે ચરબી અને ગ્લુકોઝનું શોષણ અટકાવે.
મોટાભાગના લોકો પોતાની તમામ સમસ્યાનું સોલ્યુશન ગોળીમાં ગોતે છે તે ખોટું છે. ઓબેસિટી એ લાઈફ સ્ટાઈલ રિલેટેડ રોગ છે.તે આપણી ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે આવેલો છે. તો સૌ પ્રથમ આપણે આપણી લાઈફ સ્ટાઈલ સુધારવી પડે તેના પછી ન કંટ્રોલ થાય ત્યારે જ દવાનો સહારો લેવો પડે. - ગોળી લેવા છતાં તમારું વજન કંટ્રોલમાં રહેતું નથી અથવા તમારું વજન ખૂબ જ હોય જેને ડોક્ટરો મોરબીડ ઓબેસીટી કહે છે. જે વજનથી તમારા હેલ્થ ઉપર ખતરો છે તેવા કેસમાં ડોક્ટર તમારા જઠર ઉપર તથા આંતરડા ઉપર અલગ અલગ ટાઈપની સર્જરી કરે જેના કારણે જઠરની સાઈઝની નાની કરી દે જેના કારણે તમે ખોરાક બહુ લઈ શકો નહીં અથવા તો તમારો ખોરાક આંતરડાના જે ભાગમાં સોસાય છે તે ભાગને બાયપાસ કરી દેવામાં આવે. અમુક વખતે તમારા પેટ ઉપર કે નિતંબ ઉપર કે સાથળ ઉપર વધારે ચરબી જામી ગઈ અને તમારો દેખાવ બગડી ગયો હોય હોય તો ડોક્ટરો સર્જરી દ્વારા તે ચરબીને દૂર કરે.પરંતુ આ બધી સર્જરીનો ઉપયોગ ન છુટકે જ કરવો જોઈએ પરંતુ જરૂર પડે તો કરવામાં પણ કંઈ વાંધો નથી. તમારું વજન માપમાં રહેશે તો તમારું શરીર તંદુરસ્ત રહેશે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
सुविचार: पैर को रखो गरम, पेट को रखो नरम, सर को रखो ढंडा यही है तंदुरस्ती का फंडा।
Normal daily requirement of calorie is 1,200 to 1,500 calories for women and 1,500 to 1,800 for men.
The most commonly used medications approved by the U.S. Food and Drug Administration (FDA) for the treatment of obesity include:
- Bupropion-naltrexone (Contrave).
- Liraglutide (Saxenda).
- Orlistat (Alli, Xenical).
- Phentermine-topiramate (Qsymia).
- Semaglutide (Ozempic, Rybelsus, Wegovy).
Weight-loss medicines may not work for everyone, and the effects may wane over time. When you stop taking a weight-loss medicine, you may regain much or all of the weight you lost.
વજન ઉતારવાની કોઈપણ દવા ડોક્ટરના પ્રીસ્ક્રિપ્શન વગર લેવી નહીં.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment