આજકાલ મોટાભાગના લોકોને પેટમાં ગેસની સમસ્યા છે. તો આ ગેસ શું છે? તે કેવી રીતના પેદા થાય? તેનાથી શું નુકસાન થાય? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.
પેટમાં ગેસ પેદા કેવી રીતના થાય?
- કોઈપણ પાચનની પ્રોસેસ થાય તેના ભાગરૂપે સામાન્ય ગેસ ઉત્પન્ન થાય તે નોર્મલ કહેવાય. અમુક ગેસ લોહીની નળીઓ દ્વારા શોષાઈને કાર્બન ડાયોક્સાઇડ ના રૂપમાં ફેફસામાંથી દ્વારા બહાર નીકળી જાય.
- બીજું પેટમાં ગેસ થવાનું મેઈન કારણ મોટા આંતરડામાં જ્યારે આપણો અપચેલો ખોરાક જાય ત્યારે ત્યાં આથો આવવાની પ્રોસેસ થાય. જેને આપણે ખોરાકનો સડો કહીએ છીએ. આપણે ખાધેલો ખોરાક બરોબર પચે નહીં ત્યારે તે અ પચેલા ખોરાકમાં રહેલ કાર્બોદિત પદાર્થ તથા રેસા તથા સ્ટાર્ચ તથા પ્રોટીનનું મોટા આંતરડામાં ફર્મેન્ટેશન એટલે કે આથો આવવાની પ્રોસેસ થાય તેના ભાગરૂપે ગેસ પેદા થાય. તે ગેસ ગુદાદ્વાર દ્વારા બહાર નીકળે. પાચન દરમિયાન વધારે ગેસ પેદા થાય તો ઉપરનો ગેસ આપણે ઓડકાર દ્વારા રિલીઝ કરીએ છીએ અને નીચેનો ગેસ આપણે નીચેથી પસાર કરીએ છીએ.
દિવસમાં 20 વખત ગેસ પસાર થાય તે નોર્મલ કહેવાય. તમે લીધેલો ખોરાક બરોબર પચી જાય તો ના તમારા મોઢામાંથી દુર્ગંધ આવે, ન તમારો જાડો કે વા સુટ વાસ મારે, ના તમારા મોઢામાં ઉલ વળે. - ત્રીજું આપણે જ્યારે ખાતા ખાતા વાતો કરીએ તો બહારની હવા પેટની અંદર જાય તે પણ ગેસ કરે. અથવા તો કોઈ પણ ખોરાકને ચૂસી ચૂસી ને લઈએ તો પણ બહારની હવા પેટની અંદર જાય. Stro દ્વારા પીવાતા ઠંડા પીણા દ્વારા પણ બહારની હવા અંદર જાય..ચાની ચુસકી લગાવો તો પણ બહારની હવા અંદર જાય. તે વધારા ની હવા ઓડકાર દ્વારા બહાર નીકળી જાય.
- જે લોકો ઠંડા પીણા નો ઉપયોગ કરતા હોય તે લોકોના પેટમાં પણ ગેસ વધારે પેદા થાય. કારણ કે તેની અંદર સુગર હોય તથા તે ઠંડા પીણા તમારા જઠરા અગ્નિને મંદ કરી નાખે.
- જો તમે ખાધેલો ખોરાક સંપૂર્ણપણે પચી જાય તો તમને ગેસ ના થાય અથવા ઓછો થાય અથવા તે ગેસ વાસ ન મારે. જો તમે હેવી ખોરાક લો, જરૂર કરતા વધારે ખોરાક લો, વધુ પડતા તળેલા પદાર્થ અને કઠોળ લો તો તમને ગેસ થવાની શક્યતા વધી જાય છે. અમુક કઠોળ વધારે ગેસ કરે જેમ કે વાલ, ચણા, તુવર વિગેરે.
મગથી ઓછો ગેસ પેદા થાય. વાલનું જ્યારે પાચન થાય ત્યારે તેમાંથી હાઈડ્રોજન સલ્ફાઇડ નામનો ગેસ નીકળે તે ધડાકા ભેર તમારા શરીરમાંથી બહાર નીકળે. - સ્મોકિંગ કરતા લોકો ને પણ પેટમાં ગેસ થવાની શક્યતા વધી જાય. કારણ કે બીડી અથવા સિગારેટ પીવે ત્યારે તેની સાથે બહારની હવા પણ તેમના પેટમાં જાય તથા તેમના આંતરડા પણ નબળા હોય.
- રેગ્યુલર એક્સરસાઇઝ ન કરવાના કારણે પણ પેટમાં ગેસ થાય. એક્સરસાઇઝ થી આપણા શરીરનો કચરો બહાર ફેંકાઈ જાય તથા પાચન સુધરે. એક્સરસાઇઝ થી આંતરડાને ગતિ મળે.
- વધુ પડતું સલાડ ખાવાના કારણે પણ ગેસ થાય. કારણ કે સલાડમાં રહેલા રેસા નું ફર્મેન્ટેશન એટલે આથો આવવાની પ્રોસેસ વધી જાય. આવું થાય ત્યારે સલાડનું પ્રમાણ થોડું ઘટાડી દેવું અથવા તો અન્ય સલાડ પસંદ કરવા. પરંતુ શરીરમાં રેસા જવા જરૂરી છે.
- અમુક લોકોને દૂધ ખાવાથી પેટમાં ગેસ થતો હોય છે તેનું કારણ એવું છે કે અમુક લોકોને તે દૂધને પચાવવા માટેનો જે enzyme તેમના શરીરમાં ન હોય અથવા તો ઓછો હોય જેના કારણે દૂધનું પાચન ન થાય તે ગેસ કરે. તેને અંગ્રેજીમાં લેકટોઝ ઇનટોલરન્સ કહેવાય.આવા લોકોએ દૂધ તથા દૂધની બનાવટો નો ઉપયોગ ઓછો કરવો અથવા નહીં કરવો. આખી જિંદગી દૂધ ના પીવો તો કઈ ન થાય. દૂધ આઈડીયલી ભગવાને તેના બાળક માટે બનાવ્યું છે. પરંતુ આપણે તેનો કોમર્શિયલ ઉપયોગ કરીએ છીએ. તેમ છતાં તમારે દૂધ પીવું જ હોય તો બજારમાં લેક્ટોજ ફ્રી દૂધ મળે છે.
- જે શાકભાજીમાં સ્ટાર્સનું પ્રમાણ વધારે હોય તે વધારે ગેસ પેદા કરે કારણ કે સ્ટાર્ચના પાચન દરમિયાન વધારે ગેસ પેદા થાય તેથી બટાકા સકરીયા સૂરણ વગેરે ખાવાથી વધારે ગેસ પેદા થાય. સ્ટાર્સનું બરોબર પાચન ન થાય ત્યારે કાર્બોનિક ગેસ પેદા થાય. આ ઉપરાંત કોબી, ફુલાવર, ડુંગરી વગેરે ખાવાથી પણ વધારે ગેસ થાય. જો તમને આનાથી ગેસ થતો હોય તો ઉપરનો ખોરાક ઓછો લેવો અથવા ન લેવો.
ગેસ થતો રોકવાના ઉપાયો.
- જ્યારે પણ ખાઓ ત્યારે શાંતિથી ખાઓ, ચાવી ચાવીને ખાઓ.જમતી વખતે વાતચીત કરવી નહીં. જો તમને ગેસ થતો હોય તો ચૂસીને લેવાના ખોરાક તથા ઠંડા પીણા ઓછા લેવા.
- એકી સાથે વધારે ન ખાઓ. ભૂખ લાગે ત્યારે જ ખાઓ. ભૂખથી બે કોળિયા ઓછું ખાવ. જ્યારે તમને બરોબર ભૂખ લાગે ત્યારે ખાઓ તો તમારો સંપૂર્ણ ખોરાક પચી જાય કારણ કે આખી સિસ્ટમ ખોરાકને પચાવવા માટે તૈયાર હોય. જે ખોરાક ખાવ છો તે બરોબર પચી જાય તેની જ વેલ્યુ છે બાકીતો ખોરાકનો વેસ્ટેજ છે. જ્યારે આપણે પેટને ઠોસી ઠોસીને ભરી દઈએ છીએ ત્યારે તેને મિક્સ થવાની જગ્યા છોડતા નથી. જેના કારણે તે ખોરાક અપચલો રહે છે જે આગળ જતા ગેસ કરે છે.
- જમતી વખતે ઠંડુ પાણી તથા ઠંડા પીણા નો ઉપયોગ ઓછો કરવો તે તમારા જઠરાગ્નિ ને મંદ કરી નાખે. જ્યારે તમારું મન અશાંત હોય ત્યારે ખાવું નહીં.
- રેગ્યુલર એક્સરસાઇઝ કરવા જવું એક્સરસાઇઝ થી તમારા આંતરડાની ગતિ વધે. એટલા માટે ચાલ્યા પછી પેટમાં હળવું લાગે છે.
- જો તમને ખોરાક લીધા પછી પેટમાં ભાર લાગતો હોય અથવા તો ગેસ થતો હોય તો તમે થોડો અજમો અને જીરું ચાવીને ખાઈ જાવ તો પણ ગેસ ઓછો થઈ જાય. અથવા અજમો, જીરું તથા મેથી નો પાવડર બનાવીને લઈ શકો. તમને કયા કયા કારણોથી ગેસ થાય છે તે તમારે જાતે નક્કી કરવાનું છે. તે ગેસ કરતાં પદાર્થો ન લો. પોતેજ પોતાના ડોક્ટર બનવાનું છે. તળેલો ખોરાક આપણને વાયડો ન પડે તેના માટે આપણી મમ્મી પુરીની અંદર અજમો જરૂર નાખતી હતી. જમ્યા પછી આદુનો ટુકડો થોડો ચાવી જાવ તો પણ ગેસ ઓછો થઈ જાય.
- આ ઉપરાંત આપણા આંતરડામાં કોઈ રોગ હોય તો પણ ખોરાક બરોબર પચે નહીં અને ગેસ પેદા કરે. જેમ કે ulcerative colitis, irritable bowel syndrome, cancer, intestinal infection. આ કન્ડિશનમાં ડોક્ટરની સલાહ પ્રમાણે કરવું.
- જે લોકોને ગેસ થતો હોય તથા એસીડીટી થતી હોય તે લોકોએ સ્મોકિંગ ન કરવું તથા આલ્કોહોલ ન લેવો.
- નિયમિત પવનમૂકતા આસન, પેટના આસનો જેવા કે સરપાસન વગેરે વધારે કરવા તથા કપાલભાતિ પ્રાણાયામ અગ્નિસાર પ્રાણાયામ તથા નૌલી ક્રિયા વધારે કરવી. સમય અંતરે ઉપવાસ રાખવા. સુપાચ્ય ખોરાક લેવો. ખોરાકમાં ફળફળાદી વધારે લેવા તે જલ્દી પચી જાય.
- તમે ત્રિફલા અથવા તો હરડ લઈ શકો.
બજારની અંદર ગેસ ઓછી કરવા માટેના આયુર્વેદિક દવાઓ મળતી હોય છે તે લેવી. તમે કાયમચૂર્ણ લઈ શકો છો તેમાં ફુદીના, આદુ, આમળા, ત્રિફલા, હરડ, સંચળ વગેરેનો સમાવેશ થાય છે. જરૂર પડે તો સમય અંતરે તમે એનેમા પણ લઈ શકો છો. - જમ્યા પહેલા ગરમ પાણી સાથે લીંબુનો રસ, થોડું મધ, આદુનો રસ, થોડી હિંગ તથા સંચળ મિક્સ કરીને લેવાથી તમને ભૂખ સારી લાગે અને ગેસ ઓછો થાય. જેને આપણે એપેટાઈઝર કહીએ છીએ. હિંગ ગેસ માટે બહુ સારી તેથી આપણે દાળની અંદર હિંગ નાખીએ છીએ. એટલા માટે આપણે જમ્યા પહેલા સૂપ પીએ છીએ. ટામેટા પણ પાચન માટે બહુ સારા. તેથી ટામેટાનો સૂપ પીએ છીએ.
- ઉપરનું બધું કરવા છતાં જો તમને પેટમાં ગેસ રહે તો એલોપેથી નો ઉપયોગ કરવો. તેમાં તમે metronidazole કે ornidazole નો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરી શકો છો.
ભૂખ લાગે ત્યારે પેટમાં બિલાડા કેમ બોલે છે?
જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમારું જઠર ખાલી હોય અને જ્યારે જઠર ખાલી હોય ત્યારે ભગવાન તે જઠરની અંદર થોડો વાયુ ભરીને રાખે સાવ પેટને ખાલી ન રહેવા દે. પરંતુ જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તે જઠર સંકોચાય તેથી તે જઠરમાંનો વાયુ આંતરડામાં જાય અને આંતરડામાં જાય ત્યારે તે ગુડ ગુડ અવાજ કરે જેને આપણે પેટમાં બિલાડા બોલે છે તેમ કહીએ છીએ. પેટમાં બિલાડા બોલે છે તે પણ ગેસનો જ અવાજ છે.
શું ગેસ થાય ત્યારે સોડા પીવાથી ફાયદો થાય.
જ્યારે તમે જમ્યા પછી તરત સોડા પીવો છો ત્યારે જઠરની અંદર જે કંઈ ખોરાક હોય તે એસિડિક હોય જ્યારે તમે સોડા પીવો છો તે બેજિક હોય. તેની અંદર સોડિયમ બાય કાર્બોનેટ હોય. એસિડ અને બેઇજ બંને ભેગા થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ પેદા થાય. તે કાર્બન ડાયોક્સાઇડ ઓડકાર સાથે બહાર આવે એટલે આપણને થોડું સારું લાગે. વાસ્તવમાં તે કઈ ગેસ ઓછો કરતું નથી પહેલા ગેસ પેદા કરે છે અને તે જ ગેસ બહાર કાઢે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોકકલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાવ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ, આપ સ્વસ્થ રહો, ખુશ રહો, નિરોગી રહો તેવી લપ્રભુને પ્રાર્થના.
તમે જે ખોરાક ખાવ છો તે બરોબર પચી જાય તેનું જ મહત્વ છે.તે જ તમારા શરીરને કામમાં લાગે બાકીનો બધો જ ખોરાકથી વેસ્ટ છે. તે રોગ પેદા કરે.
ખોરાકના અતિરેકથી બચો. તમે જે ખાવ છો તેના એક તૃતીયાંશ ભાગ ઉપર તમે જીવો છો બાકીના બે તૃતીયાંશ ભાગ ઉપર ડોક્ટરો જીવે છે.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ




Leave a comment