દિવસે દિવસે દારૂનું વ્યસન વધતું જાય છે. તો દારૂ શું છે? શા માટે લોકો દારૂ પીવે છે? દારૂ પીવાથી શું ફાયદા અને શું ગેરફાયદા થાય? દારૂનું વ્યસન કેવી રીતના પેદા થાય? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવશે.

દારૂના કેટલા પ્રકાર હોય?

કોઈપણ દારૂના મુખ્યત્વે ત્રણ પ્રકાર

  1. ઇથેનોલ આલ્કોહોલ
  2. Iso propanol અથવા Isopropyl આલ્કોહોલ
  3. મિથેનોલ

ઉપરના ના ત્રણ આલ્કોહોલમાં ઇથેનોલ માણસ પીવાના ઉપયોગમાં લે છે. બાકીના બે આલ્કોહોલ ક્લિનિંગ ઇન્ડસ્ટ્રી અને મેન્યુફેક્ચર ઇન્ડસ્ટ્રીમાં વપરાય.

આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ ક્લિનિંગ માટે અને બેક્ટેરિયા મુક્ત કરવા માટે વપરાય.

મિથેનોલ વાહનો ચલાવવા માટે એક ઇંધણ તરીકે વપરાય. જેને આપણે બાયોફ્યુઅલ કહીએ છીએ. અત્યારે આપણી ગવર્મેન્ટ જુદી જુદી જગ્યાએથી ઇથેલોન કેવી રીતના મેળવી શકાય શકાય તેના ઉપર પ્રયત્ન કરી રહી છે અને તેને ફ્યુઅલ તરીકે વાપરવા પ્રોત્સાહિત કરી રહી છે. તે ઉપરાંત તે paint removal, anti-freezing, windshield fluid માં વપરાય.

આઈસો પ્રોપાઈલ આલ્કોહોલ અને ઇથેનોલ આલ્કોહોલ બંને ઝેરી દારૂ છે. થોડી માત્રામાં પણ પીવાથી પણ માણસનું મૃત્યુ થઈ શકે છે.માણસ આંધળો થઈ શકે છે.તેનું લીવર ખરાબ થઈ જાય જેને આપણે ગુજરાતીમાં લઠ્ઠો અથવા ઝેરી દારૂ કહીએ છીએ. 

દારૂ બને કેવી રીતના?

દારૂ  કોઈપણ વસ્તુ માંથી બની શકે મોટાભાગે જે પણ વસ્તુમાં સુગર અને સ્ટાર્ચ હોય તેમાંથી તે બને. દાખલા તરીકે કોઈપણ અનાજ, શાકભાજી, અલગ અલગ પ્રકારના ફ્રુટ્સ જેમકે દ્રાક્ષ, મહુડો, સફરજન,શેરડી, ગોળ મોલેસીસ. ઉપરની કોઈપણ વસ્તુ પર ફર્મેન્ટેશન એટલે કે આથો લાવવાની પ્રક્રિયા કરવામાં આવે અને તેમાં yeast (એક જાતની ફૂગ) અથવા અમુક જાતના બેક્ટેરિયા નાખવામાં આવે ત્યારે જે પ્રોસેસ થાય તેમાંથી દારૂ છૂટો પડે. ઈસ્ટ એટલે કે ફૂગ પોતાની શક્તિ મેળવવા માટે સ્ટાર્ચ અથવા ગ્લુકોઝ નો ઉપયોગ કરે તે પ્રોસેસ દરમિયાન આલ્કોહોલ અને એસિડ પેદા થાય.

Fermentation processes to produce wines, beers and ciders are traditionally carried out with Saccharomyces cerevisiae strains, the most common and commercially available yeast

Many other important industrial products are the result of fermentation, such as yogurt, cheese, bread, coffee. Yeasts also play a key role in wastewater treatment or biofuel production. 

Fermentation નો મતલબ આથો લાવવો. yeast નો મતલબ ફૂગ. તે ફુગને પોતાના જીવવા એનર્જી જોઈએ તે એનર્જી સુગર અને સ્ટાર્ચને આલ્કોહોલ અને એસિડમાં કન્વર્ટ કરીને મળે. એટલા માટે જ્યારે આપણે પાકા ફળોને લોબો ટાઈમ રાખવાથી તેના ઉપર ફૂગ જામી જાય છે અને તે ખાટા થઈ જાય છે. આલકોહોલ જેવી સ્મેલ આવે છે. 

દારૂની અલગ અલગ જાત એટલે શું?

 દારૂને બે ભાગમાં વિભાજિત કરી શકાય.1. એક ભાગ એવો કે જેમાં ખાલી ફર્મેન્ટેશન ની પ્રોસેસ કરવામાં આવી હોય પરંતુ ડિસ્ટિલ(નિસ્યંદન) કરવામાં ના આવ્યો હોય. દાખલા તરીકે બીયર વાઇન સેમ્પેઇન.તે જવ ઘઉં કે અન્ય અનાજને આથો લાવીને બનાવી શકાય. તેમાં આલ્કોહોલ ની માત્રા ઓછી હોય લગભગ ચારથી છ ટકા.

2. ડીસ્ટીલ લિકર. તેમાં ફર્મેન્ટેશન તો કરવામાં આવે તે ઉપરાંત તેને ડિસ્ટિલ કરવામાં પણ આવે. જ્યારે તેને ડિસ્ટ્રીલ કરવામાં આવે ત્યારે તેમાં આલ્કોહોલની માત્રા વધી જાય બાકીનો અન્ય કચરો જતો રહે.

તેમા વિસ્કી, રમ, વોડકા, જીન તથા અન્ય દારૂ આવે.

આલ્કોહોલની આપણા શરીર ઉપર કઈ કઈ અસરો થાય?

મોટાભાગના લોકો આલ્કોહોલ પોતાને સારું લગાડવા માટે લેતા હોય છે. આલ્કોહોલ શરૂઆતમાં થોડી માત્રામાં લેવામાં આવે ત્યારે તમારા મગજમાંથી એક dopamine નામનું કેમિકલ રિલીઝ થાય. જેનાથી તમને સારું લાગે. તમારું મન ઉત્તેજિત થાય. તેને રીવાડ સિસ્ટમ કહેવાય. બીજું થોડી માત્રામાં આલ્કોહોલ તમારા તણાવ, ટેન્શન, ચિંતા તથા સામાજિક અવરોધોને દૂર કરે. તેનો મતલબ તમારી સ્ટ્રેસ સિસ્ટમ ને ધીમી કરી દે. તે તમારી ઉપરના ઇન હેબિસન એટલે કે અવરોધોને દૂર કરી દે. કારણ કે માણસને સભ્ય બનાવવા માટે તેના મા બાપ કે પત્ની દ્વારા, શિક્ષક દ્વારા, સમાજ દ્વારા, સંપ્રદાય દ્વારા, ધર્મ ગુરુ દ્વારા અને સરકારના નિયમો દ્વારા તેના ઉપર કંટ્રોલ મૂકવામાં આવ્યા હોય છે. તે કંટ્રોલ દૂર થઈ જાય એટલે વ્યક્તિ સાટકો બની જાય. પરંતુ તે આલ્કોહોલને વારંવાર લેવાનું ચાલુ રાખો તો ધીમે ધીમે તે સારું લગાડવાનું  ઓછું કરી દે. મતલબ તમારી રીવર્ડ સિસ્ટમને ધીમી પાડી દે અને સ્ટ્રેસ સિસ્ટમને એક્ટિવેટ કરી દે. ત્યારે તમને મજા આવવાની જગ્યાએ તમારી અંદર ચિંતા તણાવ અને ટેન્શન પેદા કરે. તેને ભૂલવા માટે તમે વધુને વધુ આલ્કોહોલ લેવા માંડો. આ પ્રમાણે તમને આલ્કોહોલનું વ્યસન થઈ જાય.

જો તમે આલ્કોહોલને તેની માત્રા કરતા વધારે પ્રમાણમાં લો તો તે તમારા શરીરના અલગ અલગ અંગો ઉપર અસર કરવા માંડે. તે તમારી નિર્ણય શક્તિ ઉપર અસર કરે. એટલે તમે જ્યારે દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવો છો ત્યારે સામે ગાડી, બમ્પ, કે સિગ્નલ આવે ત્યારે તમે બરોબર નિર્ણય લઈ શકતા નથી અને એકસીડન્ટ કરો છો. તમારી ગાડીની સ્પીડ કોઈ વખત વધી જાય કોઈ વખત ઘટી જાય. જ્યારે દારૂ વધારે પીવાય જાય ત્યારે તમારી યાદશક્તિ ખોરવાઈ જાય છે. તમને રસ્તો જડતો નથી એટલે રસ્તા ઉપર પડ્યા રહો છો. તે તમારા સ્પીચ સેન્ટર ઉપર પણ અસર કરે છે. જેના કારણે તમે વધુ પડતું બબડો  અથવા લવારો કરો છો. તે તમારી મુવમેન્ટ ના સેન્ટરો ઉપર પણ અસર કરે.જેના કારણે તમારી ચાલ લથડવા માંડે. વધારે પીવાય જાય તો તમને ભાન ન રહે તમે રસ્તામાં સુઈ જાવ પછી ઉતરી જાય ત્યારે તમે ઘરે જતા રહો છો. તે તમારા કોન્સન્ટ્રેશન અને કોઓર્ડીનેશનને પણ બગાડી નાખી. એટલે ઘરે લોક ખોલવા જાઓ ત્યારે ચાવી બરોબર લોકમાં ભરાવી ન શકો. એકાએક ઇંગલિશ બોલવા માંડો. તે ઈંગ્લીશ બરોબર બોલે છે કે નહીં  તેની ચિંતા તેમને હોતી નથી. આલ્કોહોલના કારણે તેને ગ્રામર નડતું નથી. કોઈપણ અવરોધ તેને નડતો નથી. શરૂઆતમાં તે તમને વધું આક્રમક બનાવે વધુ સેક્સી બનાવે. પરંતુ સમયની સાથે આ બંને વૃત્તિ ઓછી થતી જાય.

તેમ છતાં પણ જો વધારે માત્રામાં લેવામાં આવે. તમને ઉલટી થઈ જાય, બેભાન થઈ જાઓ, ખેંચ આવે, તમારા શરીરનું ટેમ્પરેચર ઘટી જાય, શ્વાસ ઉપર અને હૃદય ઉપર અસર થાય, કોઈ વખતે ઉલટી શ્વાસ નળીમાં જતી રહે તો વ્યક્તિને નિમોનિયા થઈ જાય, કારણ કે તેના રીફલેક્સ ઓછા થઈ ગયા હોય.લાંબા ગાળે તે ડિપ્રેશનનો શિકારી બને. યાદશક્તિ ઓછી થઈ જાય. મગજ નાનું થઈ જાય. મગજ ઓછું કામ કરવા માંડે.લીવરની અંદર સિરોસીસ કે લીવરનું કેન્સર થાય. સ્વાદુપિંડ ખરાબ થઈ જાય. એસીડીટી થાય. ડાયાબિટીસ કે કિડની પર પણ અસર કરે. તેથી દારૂ માપસરનો લેવામાં આવે તો બહુ વાંધો ના આવે પરંતુ વધારે માત્રામાં લેવામાં આવે કે વારંવાર લેવામાં આવે તો ઉપર મુજબના કોમ્પ્લિકેશન થાય. જો દારૂ પીવો જ હોય તો સ્ત્રી દિવસમાં એક પેક લઈ શકે. પુરુષ દિવસમાં બે પેક લઇ શકે. એક પેક 30 ml હોય. એકવાર દારૂનું વ્યસન થઈ જાય પછી તેમાંથી બહાર આવવું બહુ જ મુશ્કેલ છે. શક્ય હોય ત્યાં સુધી તે લેવાનું ટાળવું જોઈએ.

સારવાર શું કરી શકાય?

આ વ્યસનમાંથી મુક્ત થવા માટે અત્યારે હાલ પૂરતી તો કોઈ સારવાર નથી. તેથી ધીરે ધીરે તેને ઓછી માત્રામાં લઈને ધીમે ધીમે બંધ કરવો સારો.

ડોક્ટરો તમને કોગ્નિટિવ બીહેવીયર થેરાપી શીખવાડે છે. તેમાં સ્ટ્રેસફુલ કન્ડિશનમાં તેને કેવી રીતના વર્તાવ કરવો તે શીખવવામાં આવે.

તેનો મૂડ ઓછો રહેતો હોય તો તેનું મૂડ વધે તેવી ગોળી આપવામાં આવે. દારૂની તલપ ઘટે તેવી ગોળી આપવામાં આવે.

આલ્કોહોલને બંધ કરવાને કારણે આવતા વિડ્રોવલ સિન્ડ્રોમ ની ટ્રીટમેન્ટ કરવામાં આવે.

દારૂ પીવે ત્યારે તેને ઉલટી થાય, ચક્કર આવે, માથું દુખે, શરીર દુખે તેવી ગોળી આપવામાં આવે.તેવું કરવા માટે તેને ડાયસલ્ફીરામ ની ગોળી આપવામાં આવે. જેથી તે દારૂ પીતા ડરે.

દારૂના વ્યસન ને દૂર કરવા માટે  જે કુદરતી રસ્તા છે તે અપનાવા જોઈએ. જેમ કે નિયમિત એક્સરસાઇઝ કરવી, યોગ કરવા, મેડીટેશન કરવું, દોસ્તો કે ફેમિલી જોડે હળવું ફળવું, મનગમતી પ્રવૃત્તિ કરવી, પોષણયુક્ત આહાર લેવો, તણાવ ન લેવો, લાઈફ સ્ટાઈલ ચેન્જ કરવી. જવાબદારીઓ વહેંચવી વગેરે વગેરે.

હેન્ગ ઓવર એટલે શું તે શા માટે થાય?

આલકોહોલ ના કારણે વધારે પેશાબ થાય. તથા તમારી નસ નાડીઓને પહોળી કરી નાખે. જેના કારણે તમારા શરીરમાં પાણી ઓછું થાય એટલે તમને થાક લાગે, માથું દુખે, ચક્કર આવે. તે લગભગ 24 કલાકની અંદર મટી જાય. પાણી વધારે પીવું તથા આરામ કરવો તથા ગળ્યું ખાવ તો જલદી ઓછું થઈ જાય.

જો તમારે અમુક એન્ટીબાયોટિક જેવી કે metronidazol, tinidazol, cephalosporin, Azithromycin 

 ચાલતી હોય તો આલ્કોહોલનું સેવન કરવું નહીં. કારણ કે તે બંનેના મિક્સરને કારણે acetaldehyde નામનું તત્વ પેદા થાય જેને કારણે તમને ઉલટી આવે, ચક્કર આવે, માથાનો દુખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, છાતીમાં દુખાવો થાય. 

આવું બધું ડાયસલ્ફીરામ  ની ગોળી અને આલ્કોહોલ લેવાથી પણ થાય.

ડાયસલ્ફીરામની ગોળી આલ્કોહોલ લોકો ન લે તેના માટે વાપરવામાં આવે છે.

એક પેગમાં કેટલા ml આલ્કોહોલ આવે?

30 ml

How much alcohol is in beer? Alcohol content, or alcohol by volume (ABV), measures how much alcohol is contained in a given volume of beer. Generally, light beers have between 4 and 5% ABV, while regular beers have between 5 and 6% ABV. Craft beers can vary in ABV but usually range from 6–10%.

Whiskey. Whiskey is a spirit made from fermented grain. The ABV of whiskey ranges from 40% to 50%.

આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને લોક કલ્યાણના આ કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નિરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.

સુવિચાર: 

માણસ દારૂને નથી પીતો પરંતુ દારૂ માણસને પી જાય છે. 

અલગ અલગ દારૂમાં આલ્કોહોલ ની માત્રા કેટલી હોય તથા અલગ અલગ દારૂ શું છે તે જેને જાણવામાં રસ હોય તે નીચેનું વાંચે.

Beer

Beer is the most popular alcoholic beverage worldwide. In fact, after water and tea, beer is the most commonly-consumed drink in the world. Beer is also most likely the oldest alcoholic drink in history. A standard beer, whether it be a lager or an ale, has between 4% to 6% ABV, although some beers have higher or lower concentrations of alcohol. For example, “light beers” only have between 2% to 4% ABV while “malt liquors” have between 6% to 8%.

Wine

Wine is another popular and ancient alcoholic beverage. Standard wine has less than 14% ABV. Champagne, the most well-known sparkling wine, has an alcohol concentration of about 10% to 12%. Some wines are “fortified” with distilled alcohol. Port, Madeira, Marsala, Vermouth, and Sherry are examples of fortified wines. They usually have about 20% ABV.

Hard Cider

Hard cider is fermented apple juice. It usually has about 5% ABV.

Mead

Mead, a blend of water and fermented honey, has between 10% to 14% ABV.

Saké

Saké, a well-known Japanese drink made from fermented rice, has an alcohol concentration of about 16% ABV.

Distilled Drinks (Liquors and Spirits)

Gin

Gin is a spirit typically made from a base of grain, such as wheat or barley, which is first fermented and then distilled. To be classified as gin, however, the predominant flavor must be of juniper berries, otherwise the drink cannot be called gin, by law. Most gins have anywhere from 35% to 55% ABV.

Brandy

Brandy is distilled wine. The concentration of alcohol in brandy ranges from 35% to 60%. For example, one famous brandy, Cognac, has 40% ABV.

Whiskey

Whiskey is a spirit made from  fermented grain. The ABV of whiskey ranges from 40% to 50%.

Rum

Rum, a distilled drink made from fermented sugarcane or molasses, has a typical alcohol concentration of 40% ABV. Some rum is “overproof,” meaning that it has alcohol concentration of at least 57.5% ABV. Most overproof rum exceeds this minimum, usually reaching 75.5% ABV, which is equivalent to 151 proof.

Tequila

Tequila is a type of liquor. The main ingredient of tequila is the Mexican agave plant. The alcohol concentration of tequila is typically about 40% ABV.

Vodka

Vodka, a liquor usually made from fermented grains and potatoes, has a standard alcohol concentration of 40% ABV in the United States.

Absinthe

Absinthe is a spirit made from a variety of leaves and herbs. There is no evidence for the idea that absinthe is a hallucinogen, but it does have a high alcohol concentration. Some forms of absinthe have about 40% ABV, while others have as much as 90% ABV.

Everclear

Everclear, a grain-based spirit, is another drink with a heavy concentration of alcohol. The minimum ABV of Everclear is 60%, but Everclear can also have 75.5% and 95% ABV.

લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

2 responses to “દારૂ શા માટે પીવો ના જોઈએ?”

  1. Good article,Sir

    Like

  2. Good article,Sir

    Like

Leave a comment

Trending