દિવસે દિવસે વ્યસની લોકોની સંખ્યા વધતી થઈ જાય છે. તેમને ખબર છે કે વ્યસનથી તેમનું જીવન બરબાદ થઈ રહ્યું છે તેમ છતાં તે શા માટે વ્યસન કરે છે? તેના ઉપર મનન ચિંતન કરતા આ લેખ તૈયાર થયો છે. આશા રાખું છું કે આલેખ તમને પસંદ આવશે.
વ્યસન એટલે શું?
જે વસ્તુ લેવાથી આપણને મજા આવે.આપણને સારું ફીલ થાય. તે વસ્તુ વધારે ને વધારે લેવાની ઈચ્છા થાય. એક સમય એવો આવે કે તે વસ્તુ ન લઈએ તો આપણું શરીર તે વસ્તુ લેવા માટે મજબૂર કરે. ના લો તો તમને બેચેની અનુભવાય.શરૂઆતમાં તમે તે વસ્તુ આનંદ માટે લેતા હતા પરંતુ પાછળથી તે વસ્તુ ન મળવાને કારણે પેદા થતી બેચેનીના કારણે કમ્પલસરી લેવી પડે.ના લો તો તમારું નોર્મલ કામકાજ પણ તમે ન કરી શકો.આને વ્યસન કહેવાય અંગ્રેજીમાં એને addiction કહેવાય.
શરૂઆતમાં ડ્રગ્સ કે આલ્કોહોલ વેચવાવાળા તથા મિત્રો તમને મફત કે ઓછા પૈસે પીવડાવે. પછી તમે વ્યસનની થઈ જાઓ ત્યારે તે વસ્તુ ખરીદવા માટે તમે ગમે તેટલા પૈસા ખર્ચવા માટે પણ તૈયાર થઈ જાઓ. તમારી પાસે તે ખરીદવા માટે પૈસા ના હોય તો તમે ચોરી કરતા પણ શીખો. તેના માટે કોઈનું ખૂન કરવા માટે પણ તૈયાર થઈ જાઓ.
વ્યસનને કારણે આપણા શરીરમાં કયા કયા ફેરફાર થાય?
વ્યસન તમારા બ્રેઇન ને સૌથી વધારે અસર કરે. કોઈપણ વ્યસની પદાર્થ તમારા બ્રેઇનમાં dopamine નામનું કેમિકલ રિલીઝ કરે. જેના કારણે તમને શરૂઆતમાં બહુ જ સારું લાગે. જેને આપણે કિક લાગી કહીએ છીએ.તે dopamine ને feel good hormone કે wanting hormone પણ કહેવાય. તમારા મગજમાં વ્યસન પેદા કરતો એક ટ્રેક તૈયાર થાય તે ટ્રેકનું નામ નીચે મુજબ છે.
The part of the brain that causes addiction is called the mesolimbic dopamine pathway. It is sometimes called the reward circuit of the brain.
Reward નો મતલબ જો તમે મને લેશો તો તેના બદલામાં હું ઇનામ કે પુરસ્કાર રૂપે તમને ખુશી આપીશ. પરંતુ આપણે વધુ પડતી ખુશી મેળવવાના લોભમાં તે પદાર્થ ના વ્યસની થઈ જઈએ છીએ. જો તેને લાંબો ટાઈમ તથા વધારે ડોઝમાં લેવામાં આવે તો તે વ્યસની પદાર્થ તમારા મગજના સેલ ને તથા તેના કાર્યોને નુકસાન પહોંચાડે. તે તમારી યાદશક્તિમાં ઘટાડો કરે, તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો કરે, તમારી લાગણીઓ પર અસર કરે, તે તમારી અંદર એન્જોયટી અને ડિપ્રેશન પેદા કરે.
વ્યસની વ્યક્તિના જીવનની કહાની કેવી રીતના શરૂ થાય?
શરૂઆતમાં તે વ્યક્તિ આપણા જેવો જ નોર્મલ હોય. તેને નોર્મલ વસ્તુઓ માંથી ખુશી મળે. જેમકે સારું ખાવાના કારણે, સેક્સ કરવાના કારણે, ફિલ્મ જોવાના કારણે, સફળતા મેળવવાને કારણે, રમત ગમત યોગ કે કસરત કરવાથી, પૈસા કમાવાને કારણે અથવા તો તો તેને મનગમતી પ્રવૃત્તિ કરવાના કારણે તેને ખુશી મળે. આ સ્થિતિમાં નોર્મલ માત્રામાં ડોપામિન રિલીઝ થતું હોય. આ બધું કરવાથી તેને સારું લાગે. પરંતુ વ્યસનની માણસને આનાથી વધારે ખુશી મેળવવાની ઈચ્છા જાગે અથવા તો ઉપરની વસ્તુઓ કરવાથી તેને ખુશી ન મળતી હોય ત્યારે વધારે ખુશી મેળવવા માટે તમાકુ, આલ્કોહોલ કે ડ્રગ્સ નો સહારો લે. તે વ્યસની પદાર્થ લેવાનું વારંવાર ચાલુ રાખે ત્યારે તે એડિક્શન નો શિકારી બની જાય. તે વ્યસની પદાર્થ કોઈ કારણસર ન મળે ત્યારે તેને સારું ન લાગે. ત્યારે તેના મનની અંદર ભય, ચિંતા અને બેચેની નો જન્મ થાય. ત્યારે એક બીજો હોર્મોન રિલીઝ થાય જેને કોર્ટિસોલ કહેવાય. મતલબ તેની stress સિસ્ટમને એક્ટિવેટ થઈ જાય.વ્યસની માણસ વ્યસન ન કરે ત્યારે તે બેચેન થઈ જાય તેને સારું ન લાગે. તેને સારું ન લગાવનાર કેમિકલ ને cortisol કહેવાય.
તો વ્યસનની માણસમાં આ બે સિસ્ટમ વારાફરતી કામ કરવા માંડે. જેને આપણે reward/stress સિસ્ટમ કહીએ છીએ.વ્યસનની પદાર્થના કારણે કીક લાગે ત્યારે તેને સારું લાગે તેની અસર ઓછી થઈ જાય એટલે તેને ખરાબ લાગે એટલે તે ફરીવાર કિક લગાવવા માટે તે વસ્તુ લીધા કરે આ રીતના તે એડિકશન નો શિકારી બની જાય.શરૂઆતમાં વ્યક્તિ આનંદ માટે લે પછી તે બેચેની ભૂલવા માટે લે.
આપણા મગજમાં એવા બીજા પણ ત્રણ એરિયા છે કે જ્યાં વ્યસનની અસર થાય. નીચેનો પેરેગ્રાફ જેને અંગ્રેજી ખબર પડે છે તેના માટે છે.
Basal ganglia – In this area of the brain, which is essential for positive motivation, the drugs trigger the reward circuit. This area of the brain affects healthy activities and those that create pleasure. When drugs overact this area, they create a sense of high. When this happens numerous times, the reward circuit adapts to the drug. That means it’s hard to feel any pleasure without the drug. વ્યસની પદાર્થ વારંવાર લેવાની ઈચ્છા આ એરિયાના કારણે થાય.
Extended amygdala – This area of the brain processes anxiety and unease. It is typically the place where withdrawal symptoms take place. With drug use, this area becomes more sensitive. વ્યસનની પદાર્થ ન મળવાના કારણે જે બેચેની ઉભી થાય તે આ એરિયામાં થાય.
Prefrontal cortex – This area of the brain is responsible for planning, thinking, and solving problems. It is in this area of the brain that compulsive activity happens due to a reduction in impulse control. આ એરીયા ઉપર ઇફેક્ટ થવાના કારણે વ્યસન તેના માટે ખરાબ છે તે જાણવા છતાં તે બંધ કરવાનો નિર્ણય લઈ શકતો નથી.
કયા કયા વ્યક્તિઓનું વ્યસન વધારે જોવા મળે છે?
આ દુનિયામાં બધીજ વ્યક્તિઓ વ્યસની થઈ જતી નથી. પરંતુ અમુક વ્યક્તિઓ જ વ્યસનની થઈ જાય છે. આવું કેમ થાય છે તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ વ્યસની માણસના જીનમાં કદાચ એવા જીન હશે કે જે તેને વ્યસન તરફ દોરી જતા હશે.
બીજું જેના ઘરનું વાતાવરણ વ્યસન તરફ પ્રેરે તેવું હોય તે લોકોમાં વ્યસનનું પ્રમાણ વધારે જોવા મળે. જેમકે બાળકના માતા પિતા વ્યસન કરતા હોય તો બાળક પણ વ્યસન કરી શકે. બાળકનો કોઈએ ખોટો ઉપયોગ કર્યો હોય તેના ઉપર જુલમ ગુજાર્યો હોય તો તેની ભૂલવા માટે પણ તે વ્યસન કરતો થઈ જાય છે.
તમે સવારથી સાંજ સુધી વધારે સ્ટ્રેસ ફુલ કામ કરતા હોવ ત્યારે અથવા કોઈ તણાવ ભરી સ્થિતિ લાંબો ટાઈમ ચાલે ત્યારે. તે તણાવને ભૂલવા માટે માણસ વ્યસન તરફ જાય છે. પ્રોફેશનલ માણસો અથવા તો મોટી પોસ્ટ ઉપર નિયુક્ત થયેલા માણસો વધારે વ્યસન કરે છે.
શરૂઆતમાં દોસ્તોના દબાણને કારણે વ્યસની થઈ જવાય.
સમૃદ્ધિ ની સાઈડ ઇફેક્ટ ના કારણે. સમૃદ્ધ માણસો બધું જ ટ્રાય કરી ચૂક્યા હોય ત્યારે કંઈક નવું કરવાની તેમને ઈચ્છા થાય.
ટીનેજર બાળકો જલદી લોકોના સકંજામાં આવી જાય કારણ કે તેમના માટે સારું શું કે ખરાબ શું તેનો નિર્ણય લેવાની ક્ષમતા તેમનામાં ઓછી હોય છે. કારણ કે તેમનામાં મગજનો અગ્ર ભાગ એટલે કે prefrontal cortex નો વિકાસ ઓછો થયો હોય છે.
વ્યસનની સારવાર શું છે?
અત્યાર સુધીમાં એવી કોઈ ચોક્કસ સારવાર પદ્ધતિ ઉપલબ્ધ નથી. તેથી આ બધા વ્યસનોથી દૂર રહેવું તેમાંજ સમજદારી છે.
અમુક કન્ટ્રીમાં જે લોકોને આ વ્યસન છોડવા હોય તો રિહેબલીકેટેશન સેન્ટરો શરૂ થયા છે. ત્યાં બીહેવીયર થેરાપી આપવામાં આવે છે. તણાવભરી પરિસ્થિતિનો કેવી રીતના સામનો કરવો અને કેવી રીતના વર્તવું તે શીખવાડે. Withdrawal symptoms આવે તો તેની સારવાર કરે.
સામાન્ય વ્યસન ચા, કોફી, તમાકુ, તથા આલ્કોહોલના વ્યસનો કદાચ થોડા છૂટી શકે. પરંતુ ડ્રગ્સ નું વ્યસન છોડવું બહુ મુશ્કેલ છે.તે વન વે રસ્તો છે.ઘૂસ્યા તો ગયા સમજો.
તમે રોજ મરાની સામાન્ય પ્રવૃત્તિ કરી વ્યસનમાંથી મુક્તિ મેળવી શકો છો. જેમ કે રેગ્યુલર એક્સરસાઇઝ, રમત ગમત, યોગ મેડીટેશન, સૂર્યપ્રકાશમાં બેસવું, હિલ સ્ટેશન ઉપર ફરવા જવું, ફેમિલી જોડે ટાઈમ વિતાવવો, તમને મનગમતું ખાવું,દોસ્તો જોડે ટાઈમ વિતાવો, મનગમતા શોખ પુરા કરવા વિગેરે.
વૈજ્ઞાનિકો નિકોટીન અને કોકેઇન અને બીજી ડ્રગ્સ માટે વેક્સિંન ગોતી રહ્યા છે.
વ્યાસની પદાર્થોના નામ.
1. કેનાબીસ, મેરીજુના, ગાંજા, ભાંગ, હસીસ,ચરસ આ બધી એક જ વસ્તુ છે. તે કેનાબીસ સતિવા નામની વનસ્પતિ ના ફૂલ, બીજ, પાંદડા, પાંખડીઓ ને સુકવીને બનાવવામાં આવે છે.
2. Opioid, heroine, cocaine,
3. Nicotine, alcohol, caffeine
ગવર્મેંટને આ બધાના વેચાણથી સારો એવો ટેક્સ મળે છે તેથી અમુક દેશોમાં ખૂલે આમ વેચાય છે. અને તે લીગલ છે. અમેરિકામાં ગુજરાતીઓ ધોળીયા લોકોને દારૂ,સિગારેટ,ડ્રગ,લોટરી વેચીને પૈસાદાર થયા છે.
આશા રાખું છું કે આ લેખ આપને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે. તમારો શુભ ચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ. આપ સ્વસ્થ રહો, નીરોગી રહો, ખુશ રહો તેવી પ્રભુને પ્રાર્થના.
લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ.
સુવિચાર: વ્યસન કરવું જ હોય તો સદગુણોનું વ્યસન કરો.




Leave a comment