સારા ખોટા સ્વપ્ન દરેકને આવતા હોય છે. તો સપના કેવી રીતના આવતા હોય છે. તેની પાછળનું સાયન્સ શું છે? તે મને જાણવાની ઈચ્છા થઈ તે જાણવાની કોશિશ કરી. જે હકીકત  જાણવા મળી તે તમારી સમક્ષ રજુ કરું છું. આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવશે.

  1. સ્વપ્ન પણ એક મનનો ભાગ છે. રાત્રે આપણે સુઈ જઈએ છીએ ત્યારે કાં તો આપણે સપના જોતા હોઈએ છીએ અથવા તો આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ. રાત્રે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણી ઊંઘ ના બે તબક્કા હોય  છે. એક રેપિડ આઈ બોલ મુવમેન્ટ જેને REM sleep કહેવાય. અથવા તો સપનાની ઊંઘ કહેવાય. બીજું નોન રેપિડ આઈ બોલ મુવમેન્ટ. NREM  sleep કહેવાય એટલે કે ગાઢ નિંદ્રા કહેવાય. સપનાની ઊંઘમાં આપણે  ઊંઘી ગયા હોય પરંતુ સપના ચાલતા હોય. આપણી આંખોના ડોળા ઉપર નીચે થતા હોય શરીર સિથિલ હોય. જ્યારે ગાઢ નિંદ્રામાં આંખોના ડોળા નું હલનચલન બંધ થઈ જાય. શરીર એકદમ શિથિલ થઈ જાય મન એકદમ શાંત થઈ જાય.
  2. આપણે જ્યારે ઊંઘી જઈએ ત્યારે લગભગ દોઢથી બે કલાક પછી સપના વાળી ઊંઘ શરૂ થાય જેમાં સપના આવે. સપના વાળી ઊંઘવાળો ગાળો લગભગ પાંચ મિનિટથી અડધો કલાક સુધીનો હોય. પછી ગાઢ નિંદ્રા નો ગાળો આવે તે લગભગ દોઢથી બે કલાકનો હોય. આપણી ટોટલ ઊંઘના 20 થી 25 ટકા જે ગાળો છે તે સપનાની ઊંઘનો છે. પહેલા ગાઢ નિંદ્રા પછી સપનાની ઊંઘ પછી ગાઢ નિંદ્રા પછી સપનાની ઊંઘ તે રીતના સાયકલ ચાલે. જો તમે સાતથી આઠ કલાકની ઊંઘ લેતા હોય તો લગભગ દોઢથી બે કલાક તમને સપના જોવાનો ટાઈમ મળે.
  3. સપનાની ઊંઘ દરમ્યાન આપણને અલગ અલગ ટાઈપના સપના આવે.
    અમુક સપના એકદમ સ્પષ્ટ હોય જેને vivid ડ્રીમ્સ કહેવાય. અમુક સપના જોઈને આપણે ડરી જઈએ હૃદયના ધબકારા વધી જાય, પરસેવો છૂટી જાય, શ્વાસોશ્વાસ વધી જાય તે સપનાને night mare કહેવાય અથવા તો ખરાબ સ્વપ્ન કહેવાય. અમુક સ્વપ્ન અદભુત હોય. અમુક સ્વપ્ન ડરાવના હોય. અમુક સ્વપ્ન રહસ્યમય હોય. અમુક સ્વપ્ન આચાર્ય જનક હોય. અમુક સ્વપ્ન સંદેશાત્મક હોય.
  4. સ્વપ્ન કેમ આવે છે. મગજના કયા ભાગમાંથી  આવે છે તે હજુ કંઈ સ્પષ્ટ થયું નથી.
  5. એવું કહેવાય છે કે સપનાની ઊંઘ દરમિયાન આપણા મગજની અંદર દિવસ દરમિયાન જે કંઈ માહિતી ભરી છે. તેનું શોર્ટિંગ થાય છે. જરૂરી માહિતી મગજ રાખે અને બાકીની માહિતી ઉડાડી દે.
  6. સ્વપ્ન હંમેશા લોજિકલ ઓછા હોય છે પરંતુ ઈમોશનલ વધારે હોય છે.
  7. એવું કહેવાય છે કે દિવસ દરમિયાન તમે કરેલી ઈચ્છાઓ એ સમાજના ડરના કારણે કે તમારી પોઝિશનના કારણે કે તમારી પરિસ્થિતિના કારણે તે પૂરી નહીં કરી શક્યા તે સ્વપ્નની અંદર પૂરી થાય છે. સ્વપ્ન દ્વારા એક જોતા તમે રિલેક્સ થાવ છો. તમારી અતૃપ્ત ઈચ્છાઓ ને બહાર નીકળવાનો રસ્તો મળે છે. મોટાભાગના સપનાઓ સેક્સ સંબંધી હોય છે. સેક્સ એ કુદરતે મૂકેલી તીવ્ર ભાવના છે.
  8. ઊંઘમાં આપણે જે સપનાઓ જોઈએ છે તે મોટાભાગે આપણને યાદ રહેતા હોતા નથી. કારણ કે તે વખતે તમારું યાદ રાખવાનું મેમરી સેન્ટર મોટાભાગે નિષ્ક્રિય હોય છે. અમુક લોકોને જ તેમના સપના યાદ રહેતા હોય છે. મોટાભાગે સવારનું જોયેલું સપનું તમને યાદ હોય છે. સપનું તમે જોતા હોય અને એકાએક એલારામ વાગે, કોઈ તમને ઉઠાડે અથવા તો ભયાનક સપનું આવ્યુંને તમે ઉઠી જાઓ તો તે સપનું તમને યાદ રહે છે.
  9. આપણા મનની જાગૃતતા ની ત્રણ અવસ્થા હોય છે એક જાગ્રત અવસ્થા કે જેમાં તમારી તમામ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, બુદ્ધિ અને મન બધું જ કામ કરતું હોય છે. તેમાં તમે તર્ક કરો છો દલીલ કરો છો નિર્ણય લો છો. સમાજ માટે અને તમારા માટે જે નુકસાનકારક હોય તે વિચાર તમે અમલમાં મુકતા નથી. તે તમારું જાગૃત મન કહેવાય. જ્યારે આપણે સ્વપ્ન અવસ્થામાં હોય ત્યારે આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો તથા બુદ્ધિ સુઈ જાય છે. ખાલી મન એકલું જાગતું હોય છે. એટલે આપણને જે કંઈ સપના આવે છે તે ઢંગઢાળા વગરના આવે છે. તેના ઉપર કોઈ બુદ્ધિની લગામ હોતી નથી. કોઈપણ જાતના તર્ક વગરના સપના આવે છે. ત્રીજી અવસ્થા ગાઢ નિંદ્રા ની અવસ્થા તેને સુસુપ્તી  અવસ્થા પણ કહે છે તેમાં મન એકદમ શાંત થઈ જાય છે. એટલે તમામ વિચારો બંધ થઈ જાય છે. ગાઢ નિંદ્રામાં કોઈપણ સપનું આવતું નથી.
    સ્વપ્ન આપણા subconscious માઇન્ડ નો એક ભાગ છે. આપણું subconscious mind   એક કબાડ  ખાનું છે. જેમાં તમારા પુરા જીવનની સારી તથા ખરાબ યાદો સંગ્રહાયેલી છે. મોટાભાગે  આપણા subconscious mind માં સારા કરતા ખરાબ વધારે સંગ્રાએલું છે. તેથી મોટાભાગના સ્વપ્ન પણ ખરાબ આવે છે.
  10. જ્યારે પણ આપણું સપનું ચાલતું હોય ત્યારે આપણું ટોટલ શરીર પેરેલાઇઝ હોય છે. યાની કી લકવો મારી ગયું હોય તેવું હોય છે.ત્યારે આપણા સ્નાયુની હલનચલન ની શક્તિના કેન્દ્રો નિષ્ક્રિય હોય છે.
  11. એક થી દસ વર્ષના બાળકોને ગાઢ નિંદ્રામાં પણ ઘણી વખતે સપના આવતા હોય છે.
  12. મોટાભાગે સપના આપણા શરીરને નુકસાન કરતા નથી. પરંતુ વારંવાર ખરાબ સપના આવે તેના કારણે તમે સતત ચિંતામાં રહો અથવા મને કંઈક થઈ જશે એવી ચિંતા થયા કરે, તે તમને ફરીવાર ઊંઘવા ન દે અથવા તો આખો દિવસ તમને થાક જેવો અનુભવ થાય. આખો દિવસ ઘેન માં ફરતા હોય તેવું લાગે ત્યારે તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
  13. સપનામાં તમે કોઈની જોડે મારા મારી કરતા હોય તેવો અનુભવ થાય. પરંતુ વાસ્તવમાં તમારા સ્નાયુઓ પેરેલાઇઝ થયેલા હોય એટલે તમે તે ક્રિયા વાસ્તવમાં કરતા હોતા નથી. નહિતર તો રાત્રે તમે ઊંઘમાં કેટલાય એ લોકોને લાતો મારતા હોય.
  14. મોટાભાગના સપના આપણા ઈમોશન જોડે જોડાયેલા હોય છે. આપણી લાગણી જોડે જોડાયેલા હોય છે. તેથી રાત્રે તમને સ્વપ્નદોષ થવાની શક્યતા રહે છે. અથવા રાત્રે નાના બાળકો ડરના કારણે પથારીમાં પેશાબ કરી જાય છે.
  15. The scientific study of dreams is called Oneirology.
  16. જે લોકોનું ક્રિએટિવ માઇન્ડ હોય જેમ કે લેખક, ગીતકાર, ફિલ્મ મેકર વગેરેને તેમના સારા આઈડિયા ઘણી વખત સ્વપ્નમાં આવતા હોય છે. તે લોકો દિવસે પણ સ્વપ્ન જોતા હોય છે તેમની વિચારશીલ પ્રકૃતિ હોવાના કારણે તે લોકોને સ્વપ્ન વધારે આવે છે.
  17. જે લોકોને ધંધાનું સતત ટેન્શન રહેતું હોય, નોકરીનું સતત ટેન્શન રહેતું હોય, કોઈને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, અચાનક પ્રેમી તેમને છોડીને જતો રહે, કોઈની જોડે કોઈ વ્યક્તિએ ખરાબ વર્તન કર્યું હોય, કોઈ નજીકના વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેવા લોકોને ખરાબ સપના બહુ આવે છે.
  18. જે લોકો સતત ચિંતામાં રહેતા હોય, ડિપ્રેશનના શિકાર હોય, અનિદ્રાના શિકાર હોય, માનસિક રોગના શિકારી હોય, વ્યસની હોય કે કે કોઈ દવાની અસર નીચે હોય તેવા લોકોને સપના વધારે આવે છે.
  19. આમ તો સપનાનું કોઈ મહત્વ નથી પરંતુ અમુક લોકોને કોઈ પણ ઘટના ઘટવાની હોય તેના પહેલા તેમના સપનામાં તે ઘટના કોઈ અલગ રીતે આવતી હોય છે. તે તેમના વિશે અથવા તેમના સંબંધી વિશે પણ હોઈ શકે.
  20. જે લોકો જીવનથી હારી ગયા હોય. નાસીપાસ થઈ ગયા હોય. જીવન છૂટી જતું હોય તેવું લાગતું હોય આપઘાતના વિચારો આવતા હોય એવા લોકોને સ્વપ્ન પણ એવા જ આવે કે કોઈ ઊંચાઈથી પડતા હોય કોઈ  તેમને બચાવવા વાળું જ ના હોય. તેવા સપના તેમને આવતા હોય છે. એકના એક સપનું અમુક વ્યક્તિને વારંવાર આવતું હોય છે. પરંતુ તે કેમ આવે છે તેનું કોઈ સાયન્સ નથી.
  21. વૈજ્ઞાનિક ડોક્ટર સીગ્મન્ડ ફોઈડના મતે સ્વપ્ન એ તમારી રિયાલિટીને બતાવતા હોય છે. કોઈપણ વ્યક્તિની પર્સનાલિટી નક્કી કરવી હોય તો તેના સ્વપ્નનો પૂરેપૂરો અભ્યાસ કરવાથી કરી શકાય. તે વ્યક્તિ રીયલ માં કેવો છે તે તેના સ્વપ્ન ઉપરથી જજ કરી શકાય. આપણી મોટાભાગની ઊંડે સુધી દબાયેલી ઈચ્છાઓ સપનામાં અલગ રૂપ ધારણ કરીને આવતી હોય છે. સિગમન ફોઇડના મતે અમુક ઈચ્છાઓ એવી હોય છે કે તમે વાસ્તવિક જગતમાં કોઈ દિવસ પૂરી ન કરી શકો. કારણકે એ મહા પાપ ગણવામાં આવે છે. જેમ કે તમારા બ્લડ રિલેટિવ જોડે શારીરિક સંબંધ. તો આવી ઈચ્છાઓ અનકોન્સીએસ માઈન્ડમાં દબાઈને પડી હોય છે. તે સ્વપ્ન  દ્વારા અલગ રૂપ લઈને બહાર નીકળે છે.
  22. મોટાભાગના સ્વપ્ન તરત જ ભુલાઈ જતા હોય છે. પરંતુ જો તમારે યાદ રાખવું હોય તો રાત્રે સૂતી વખતે તમે તમારા મનને સુચના આપીને સુવો કે આજ રાતે મને જે કંઈ સપનું આવે તે હું યાદ રાખીશ અથવા તો જ્યારે તમને સપનું આવે અને ત્યારે જો તમે જાગી ગયા હોય તો તરત તે સપનું તમારા મોબાઇલમાં અથવા તો કાગળ ઉપર ઉતારી દો. આમ કરવાથી તમને તમારા સપના કદાચ યાદ રહી શકે. અમુક લોકોને કુદરતી રીતે બક્ષિસ હોય કે જે પોતાના સ્વપ્નને યાદ રાખી શકે છે. સ્વપ્નની બાબતમાં તમારા કોઈ અનુભવ હોય તો મને પર્સનલી લખીને મોકલવા વિનંતી છે.9825224660. કદાચ દરેક વ્યક્તિના અનુભવો અલગ અલગ પણ હોઈ શકે.
  23. ગર્ભ અવસ્થાના લગભગ 23 અઠવાડિયા પછી તે નાનું બેબી સ્વપ્ન જોતું થઈ જાય છે. તાજુ જન્મેલું બાળક  ઘણીવાર ઊંઘમાં હોય ત્યારે હસતું હોય છે ત્યારે તે સારું સ્વપ્ન જોતું હોય છે. આ દુનિયામાં મોટાભાગના સ્તન ધારી પશુઓ છે તથા પક્ષીઓ સ્વપ્ન જોતા હોય છે.
  24. મોટાભાગના લોકો તેવુ માનતા હોય છે કે સવારે જોયેલું સ્વપ્ન સાચું પડે પરંતુ તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી. પરંતુ સવારે સપના વાળી ઊંઘ નો પિરિયડ લાંબો હોય છે. આખી રાત આપણે પૂરી ઊંઘ લીધા પછી સવારે આપણે જાગવાના મૂડમાં હોઈએ   હોઈએ છીએ. આપણે ઉઠી જવાના મૂડમાં હોય એટલે તમને છેલ્લું સપનું હંમેશા યાદ રહે છે. અને તે પ્રમાણે કોઈક વાર ઘટના બની જાય એટલે આપણી એક માન્યતા ઉભી થાય છે. બાકી એની પાછળ કોઈ વૈજ્ઞાનિક તથ્ય નથી.
    તો હજુ સુધી સપના ક્યાંથી પેદા થાય છે. તેનું રીયલ સાયન્સ શું છે. તે આપણા જીવન જોડે શું સંબંધ ધરાવે છે. તે ચોક્કસપણે કોઈ પણ વૈજ્ઞાનિક કહી શક્યા નથી. મોટાભાગે સપના માણસને હેરાન કરતા નથી. સપના આવવા તે હેલ્થની નિશાની છે. પરંતુ વધુ પડતા ખરાબ સપના આવતા હોય જેના કારણે તમને ચિંતા પેદા થતી હોય તો તેની સારવાર કરવી જોઈએ.

આશા રાખું છું કે આ લેખ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો વધુને વધુ લોકોને ફોરવર્ડ કરીને આ લોક કલ્યાણના કાર્યમાં આપ પણ સહભાગી થાઓ તેવી શુભકામના સાથે આપણો શુભચિંતક ડોક્ટર ચીમનભાઈ પટેલ.

 લેખક: ડોક્ટર ચીમનભાઈ પટેલ

Leave a comment

Trending